અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો17 ફેબ્રુઆરી |
16 ફેબ્રુઆરી | to | 17 ફેબ્રુઆરી |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોદાદાશ્રી: હવે શા પ્રકારનો ભય આવે એવું લાગે છે ?
પ્રશ્નકર્તા: મને શું ભય આવવાનો છે ? હવે બધું તમને સોંપ્યા પછી મારે શું કરવું છે એને ?
દાદાશ્રી: પણ તમને ભડકાટ નથી રહેતો ને કોઈ જાતનો કોઈ ? જો આ, સોંપેલું એવું હોય તો કિંચિત્માત્ર ભડકાટ ન રહે. ને થડકાટ પણ ના રહે એવું સુંદર છે. જેટલું તમને સોંપતાં આવડ્યું એટલું કામનું. આ સોંપીને પછી ખાવ ને ટેબલ ઉપર નિરાંતે બેસીને જમો ને ! કોઈ બાપો ય વઢનાર નથી. ઉપરી છે જ નહીં કોઈ. ઉપરી હતી તમારી ભૂલો અને તમારા 'બ્લન્ડર્સ'. 'બ્લન્ડર્સ' દાદાએ તોડી આપ્યાં. અને ભૂલો આપણે ધોવી પડશે. થોડી ઘણી, પાંચ-દશ, કોઈ દા'ડો ભૂલો દેખાય છે ?
1) ભય લાગે શા કારણે ? ટેમ્પરરી જાતને સમજે; નિત્ય છે મારું સ્વરૂપ, સમજ્યે ભય ન ઉપજે !
2) ગર્વ નથી, ગારવતા નથી, અંતરંગ સ્પૃહા નથી, ઉન્મત્ત્તા નથી, પોતાપણું નથી, એવી ગજબની જ્ઞાનદશામાં વર્તતા પ્રત્યક્ષ જ્ઞાની પુરુષને આશ્રયે જવાથી અનંત અવતારની ખોટ એક અવતારમાં ભાંગી જાય ને મોક્ષપ્રાપ્તિની ગેરંટી મળી જાય.
3) જ્ઞાન'ની માતા કોણ ? 'સમજ'. એ સમજ ક્યાંથી પ્રાપ્ત થાય ? 'જ્ઞાની' પાસે સમજો.
4) હવે અહીં તમે બધું સમર્પણ કરો એટલે ઇગોઇઝમ જાય. આ જ્ઞાન પછી તમને પણ ડિપ્રેશન કે એલિવેશન ના થાય. અને કોઈ ટૈડકાવે કે જેલમાં ઘાલી દે તોય ડિપ્રેશન આવે નહીં, એનું નામ વિજ્ઞાન કહેવાય. આ વૈજ્ઞાનિક રસ્તો છે.
5) કૃષ્ણ ભગવાને પણ કહ્યું, 'વીતરાગ માર્ગ નિર્ભય માર્ગ છે, મોક્ષમાર્ગ છે.' કૃષ્ણ ભગવાને કેવું સુંદર કહ્યું છે!
મંત્રો એ છે વૈજ્ઞાનિક વસ્તુ !
પ્રશ્નકર્તા: પ્રતિક્રમણ કરવાથી કદાચ નવાં પાપ બંધાય નહીં, પણ જૂનાં પાપ ભોગવવાં તો પડેને ?
દાદાશ્રી: પ્રતિક્રમણથી નવા પાપ થાય નહીં એ તમારું કહેવું બરોબર છે એ જૂનાં પાપ તો ભોગવ્યે જ છૂટકો છે. હવે ભોગવટો એ ઘટે ખરો, એ માટે મેં પાછો રસ્તો કહ્યો છે કે ત્રણ મંત્રો ભેગા બોલજો તોય ભોગવટાનું ફળ હલકું કરી આપે. કોઈ માણસને દોઢ મણનું વજન માથે હોય અને બિચારો આમ કંટાળી ગયો હોય, પણ એને કોઈ વસ્તુ આમ એકદમ જોવાની આવી ગઈ અને દ્રષ્ટિ ત્યાં ગઈ તો પેલો એનું દુઃખ ભૂલી જાય, વજન છે છતાં એને દુઃખ ઓછું લાગે. એવું આ ત્રિમંત્રોનું છેને, એ બોલવાથી પેલું વજન જ લાગે નહીં. એટલે આ મંત્રો એ હેલ્પિંગ વસ્તુ છે. તમે કોઈ દહાડો ત્રિમંત્ર બોલ્યા હતાં ? એક જ દહાડો ત્રિમંત્ર બોલ્યાં હતાં ? તે જરા વધારે બોલેને એટલે બધું હલકું થઈ જાય, અને તમને ભય લાગતો હોય તે ય બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા: વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો માણસ કોઈ પાપ કરે કે ભૂલ કરે, તો એની એને સજા મળવી જોઈએ, તો મંત્રથી એ પાપનો નાશ કેવી રીતે થાય ?
દાદાશ્રી: મંત્રો શું છે કે આ પુરુષોની આપણે ભક્તિ કરીએ છીએ. ક્યા પુરુષોની ? વર્લ્ડમાં સર્વશ્રેષ્ઠ પુરુષોની ભક્તિ કરીએ છીએ, તે ઘડીએ મહીં કેટલી શક્તિ ઉત્પન્ન થાય !
પ્રશ્નકર્તા: તમે એમની બહુ ભક્તિ કરી, એમનાં વખાણ કર્યા, એમનાં વાઈબ્રેશન લીધાં, પણ પાપ તો બાજુએ જ રહ્યા ને ? પાપ તો જૂદું રહ્યું જ ને ?
દાદાશ્રી: આ એમની ભક્તિ કરવાથી, એમની કીર્તન-ભક્તિ કરવાથી સર્વ પાપો ભસ્મીભૂત થાય. તમારે પાપો નાશ કરવાં છે ? હું એક કલાકમાં કરી આપીશ. તમારાં બધા પાપો 'વીધીન વન અવર.'
પાપ ચપ્પાથી કાપવાનું ના હોય. એની સ્લાઈસ પાડવાની ના હોય, એ તો ભસ્મીભૂત થાય.
subscribe your email for our latest news and events