Related Questions

માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?

આધિ-વ્યાધિ-ઉપાધિ

જગત આખું ત્રિવિધ તાપથી સળગી રહ્યું છે ! અરે, પેટ્રોલના અગ્નિથી ભડકે બળી રહ્યું છે !! તે ત્રણ તાપ ક્યા ? આધિ, વ્યાધિ ને ઉપાધિ.

પેટમાં દુઃખતું હોય તેનું નામ વ્યાધિ. ભૂખ લાગે તેનું નામ વ્યાધિ. આંખો દુઃખતી હોય તે વ્યાધિ. શારીરિક દુઃખને વ્યાધિ કહેવાય.

માનસિક દુઃખને આધિ કહેવાય. આખો દા'ડો ચિંતા કર્યા કરે એ આધિ. અને બહારથી આવી પડે તે ઉપાધિ કહેવાય. અત્યારે અહીં બેઠા છીએ અને કોઈ પથરો મારે તે ઉપાધિ. કોઈ આપણને બોલાવવા આવ્યું તે ઉપાધિ. ઉપાધિ બહારથી આવે તે, અંદરથી ન હોય.

આખું જગત પછી ભલે તે સાધુ હોય કે સંન્યાસી હોય, તોય ત્રિવિધ તાપથી સળગે છે. અમે જ્ઞાન આપેલું હોય, તેમને તો નિરંતર સમાધિ રહે. જેને શુધ્ધાત્માનું પદ છે, જે નિરંતર સ્વરૂપમાં જ રહે છે તેને તો દરેક અવસ્થામાં સમાધિ રહે. કારણ કે તે તો પ્રત્યેક અવસ્થાને જુએ અને જાણે.

આ કોના જેવું છે ? જો તમે કોઈના ઘરમાં પેઠા હો તો મહીં ફફડાટ રહે કે ના રહે ? રહે જ. હમણાં કોઈ કાઢી મૂકશે, ધમકાવશે એમ નિરંતર રહ્યા જ કરે. પણ જો પોતાના ઘરમાં બેઠા હો તો છે કશી ચિંતા ? શાંતિ જ હોયને પોતાના ઘરમાં તો ! તેવું છે. ચંદુલાલ તે તમારું ઘર ન હોય. તમે પોતે ક્ષેત્રજ્ઞ પુરુષ છો અને ભ્રાંતિથી પરાયા ક્ષેત્રમાં ક્ષેત્રાકાર થઈ ગયા છો. પરના સ્વામી થઈ બેઠા છો ને પાછા પરના ભોક્તા થઈ ગયા છો. તો નિરંતર ચિંતા, ઉપાધિ, આકુળતા અને વ્યાકુળતા રહ્યા કરે છે. પાણીમાંથી બહાર કાઢી નાખેલાં માછલાંની જેમ નિરંતર તરફડાટ તરફડાટ રહે છે. આ શેઠિયાઓ ડનલોપના ગાદલામાં સૂએ છે, મચ્છરદાની બાંધે છે ને એકેએક માંકણ વીણાવીને સૂઈ જાય છે. તોય મૂઆ આખી રાત પાસાં ફેરવ ફેરવ કરે છે. અઢી મણનું ધોકડું આમ ફેરવે ને તેમ ફેરવે. આખી રાત મહીં ચૂન ચૂન થયા કરે છે, તે શું કરે બિચારો ?! કંઈ ઓછું ખાટલેથી ઉપર અધ્ધર ચઢી જવાય છે ?

* ચંદુલાલની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

Related Questions
  1. લોકોને ભય શા માટે લાગે છે?
  2. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?
  3. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
  4. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
  5. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
  6. ભય પાછળનું વિજ્ઞાન શું છે?
  7. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
  8. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?
  9. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
  10. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
  11. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
  12. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?
  13. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?
  14. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?
×
Share on