શુદ્ધ પ્રેમની પરિભાષા

પ્રેમ શબ્દ એટલો બધો ચોળાઈ ગયો છે કે આપણને ડગલે ને પગલે પ્રશ્ન થયા કરે કે આને તે કંઈ પ્રેમ કહેવાય? જો ખરેખર પ્રેમ હોય તો આવું તે હોઈ શકે? સાચો પ્રેમ ક્યાં મળશે? સાચો પ્રેમ કોને કહેવો?

પ્રેમની યથાર્થ વ્યાખ્યા તો પ્રેમમૂર્તિ જ્ઞાની જ આપી શકે. વધે નહીં, ઘટે નહીં તે સાચો પ્રેમ. જેમાં ફૂલાં ચઢાવે ત્યાં ઉછાળો નથી, ગાળો દે ત્યાં અભાવ નથી.  આ એ પ્રેમ છે કે જે જગતને નિર્દોષ જુએ છે. આ પ્રેમ તમને મનુષ્યમાં જ પરમાત્માનો અનુભવ કરાવે છે.

સાચો પ્રેમ સંસારમાં હોય નહીં. જગત જેને પ્રેમ કહે છે એ તો આસકિત છે. સાચો પ્રેમ તો જેમણે આત્માને તેનાં સંપૂર્ણ  ઐશ્વર્ય અને વૈભવ સહિત જાણ્યો હોય તેમનામાં અને તેમની પાસે રહેલો છે. પ્રેમ એ પરમાત્મા છે અને પરમાત્મા એ જ પ્રેમ છે. 'શુદ્ધ પ્રેમ' ની શોધ માટે આગળ વાંચો.....

શુદ્ધ પ્રેમ

જે વધે ઘટે નહી અને એક સરખો રહે એને કહેવાય ખરો પ્રેમ. કોઈ ખરાબ વર્તન કરે તો પ્રેમ ઘટી ના જાય અને કોઈ ફૂલહાર ચઢાવે તો પ્રેમ વધી ના જાય એને કહેવાય સાચો પ્રેમ.

Spiritual Quotes

  1. એક ફેરો 'જ્ઞાની પુરુષ' કે ભગવાન હોય ત્યારે પ્રેમ દેખે, પ્રેમમાં ઘટવધ ના હોય, અનાસક્ત હોય, એ જ્ઞાનીઓનો પ્રેમ એ જ પરમાત્મા છે. સાચો પ્રેમ એ જ પરમાત્મા છે, બીજી કોઈ વસ્તુ પરમાત્મા છે નહીં. સાચો પ્રેમ, ત્યાં પરમાત્માપણું પ્રગટ થાય !
  2. સંસારમાં જ્યારથી અલૌકિક ભાષા સમજતો થાય ત્યારથી એ પ્રેમનું ઉપાદાન થાય.
  3. પ્રેમ એ પરમાત્મા ગુણ છે એટલે આપણને ત્યાં આગળ પોતાને ત્યાં બધું જ દુઃખ વિસારે પડી જાય એ પ્રેમથી. એટલે પ્રેમથી બંધાયું એટલે પછી બીજું કશું બંધાવાનું રહ્યું નહીં.
  4. એટલે સાચો પ્રેમ ક્યાંથી લાવે ? એ તો અહંકાર ને મમતા ગયા પછી જ પ્રેમ હોય. અહંકાર ને મમતા ગયા સિવાય સાચો પ્રેમ હોય નહીં.
  5. એટલે જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં આગળ શુદ્ધ પ્રેમ હોય. સ્વાર્થ ક્યારે ના હોય ? 'મારી-તારી' ના હોય ત્યારે સ્વાર્થ ના હોય. 'મારું-તારું' છે ત્યાં અવશ્ય સ્વાર્થ છે અને 'મારું-તારું' જ્યાં છે ત્યાં અજ્ઞાનતા છે.
  6. સાચા ગુરુ ને શિષ્ય વચ્ચે તો પ્રેમનો આંકડો એવો સરસ હોય કે ગુરુ જે બોલે એ એને ગમે બહુ.
  7. બાકી પ્રેમ, ત્યાં સંકુચિતતા ના હોય, વિશાળતા હોય.
  8. એટલે કોઈ દોષિત ખરેખર છે જ નહીં અને દોષિત દેખાય છે એટલે પ્રેમ થાય જ નહીં. એટલે જગત જોડે જ્યારે પ્રેમ થશે, જ્યારે નિર્દોષ દેખાશે ત્યારે પ્રેમ ઉત્પન્ન થશે.
  9. ખરો પ્રેમ તો કોઈ પણ સંજોગોમાં તૂટવો ના જોઈએ. એટલે પ્રેમ એનું નામ કહેવાય કે તૂટે નહીં. આ તો પ્રેમની કસોટી છે.
  10. જ્યાં બહુ પ્રેમ આવે ત્યાં જ અણગમો થાય એ માનવ સ્વભાવ છે.

Related Books

×
Share on
Copy