Related Questions

શું ભગવાનની ભકિત કે ભગવાનમાં શ્રધ્ધા આપણને મુકિત આપી શકે?

ભક્તિ અને મુક્તિ

પ્રશ્નકર્તા: મુક્તિ માટે ભક્તિ કરવી?

દાદાશ્રી: ભક્તિ તો મુક્તિમાર્ગનાં સાધનો મેળવી આપે. ભક્તિ કરીએ એટલે મુક્તિ માટેનાં સાધનો મળે. વીતરાગની ભક્તિ એકલી મુક્તિ માટે થાય. કોઇ પણ ચીજનો જે ભિખારી હોય તેનો મોક્ષ માટેનો સત્સંગ કામનો નહીં. દેવગતિ માટે એવો સત્સંગ કામ આવે, પણ મોક્ષ માટે તો જે કશાનો ભિખારી નથી તેમનો સત્સંગ કરવો જોઇએ.

ભગતને ભાગે શું? ઘંટડી વગાડવાની ને પરસાદ જમવાનો. આ તો પોતે ભગવાનના ફોટાની ભક્તિ કરે, આ કેવું છે? કે જેની ભક્તિ કરે તેવો થઇ જાય! આરસપહાણની ભક્તિ કરે તો આરસપહાણ થઇ જાય ને કાળા પથ્થરની ભક્તિ કરે તો કાળો પથ્થર થઇ જાય, ફોટાની ભક્તિ કરે તો ફોટારૂપ બની જાય ને આ 'દાદા'ની ભક્તિ કરે તો 'દાદા' જેવો થઇ જાય! ભક્તિનો સ્વભાવ કેવો? જે રૂપની ભક્તિ કરો તેવો થાય. ભક્તિ એ તો ભગવાન અને ભક્તનો સંબંધ બતાવે છે. જયાં સુધી ભગવાન હોય ત્યાં સુધી ચેલા હોય, ભગવાન અને ભક્ત જુદા હોય. આપણે અહીં કરીએ તે ભક્તિ ના કહેવાય, તે નિદિધ્યાસન કહેવાય. નિદિધ્યાસન ભક્તિ કરતાં ઊંચું ગણાય. નિદિધ્યાસનમાં એક રૂપ જ રહે, એકરૂપ જ થઇ જાય તે વખતે; જયારે ભક્તિમાં તો કંઇ કેટલાય અવતારો ભક્તિ કર કર કરે તો ય ઠેકાણું ના પડે!

આ કોમ્પ્યુટરને ભગવાન માની તેને ખોળવા જશો તો સાચા ભગવાન રહી જશે. ભક્તિ તો પોતાનાથી ઊંચાની જ કરને! તેના ગુણ સાંભળ્યા વિના ભક્તિ થાય જ નહીં. પણ આ કરે છે તે પ્રાકૃત ગુણોની જ ભક્તિ છે, તે ત્યાં તો ચડસ ના હોય તો ભક્તિ કરી જ ના શકે. ચડસ સિવાય ભક્તિ જ ના હોય.

નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ ગુણાકારની ભક્તિ હોય. કેટલાક સ્થાપના ભક્તિ કરે, ભગવાનનો ફોટો મૂકે ને ભક્તિ કરે તે; અને 'જ્ઞાની પુરુષ'ની ભક્તિ એટલે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારેયના ગુણાકાર હોય ત્યારે થાય.

પ્રશ્નકર્તા: ભક્તિ અને શ્રદ્ધામાં ફેર ખરો?

દાદાશ્રી: ભક્તિમાં તું શું સમજ્યો? હું ખાઉં છું એ ભક્તિ કહેવાય?

પ્રશ્નકર્તા: ના. આરાધના કરીએ એ ભક્તિ ને?

દાદાશ્રી: પુસ્તક વાંચતાં વાંચતાં જેના વાક્ય પર શ્રદ્ધા બેસે, કૃષ્ણના વાક્ય પર શ્રદ્ધા બેસે તો કૃષ્ણની ભક્તિ થાય. જેના વાક્ય જોડે એડજસ્ટમેન્ટ થાય તેના પર શ્રદ્ધા બેસે, પછી તેની ભક્તિ થાય. બીજાનાં વાક્ય પર પણ શ્રદ્ધા બેસી જાય તો પહેલાનાં જોડે એડજસ્ટમેન્ટ ના થાય, તે શ્રદ્ધા ડગમગે ખરી. અહીં તો નિશ્ચયપૂર્વક શ્રદ્ધા એ પ્રતીતિ કહેવાય.

Related Questions
 1. ભગવાન ક્યાં છે?
 2. શું ભગવાને આ જગતની રચના કરી છે?
 3. શું બ્રહ્મા, વિષ્ણુ, મહેશે ભેગા મળીને આ જગતની રચના કરી છે?
 4. શું ભગવાનના કોઈ ગુણો છે?
 5. ભગવાનનો પ્રેમ કેવી રીતે સંપાદિત કરવો?
 6. શું ભગવાનની ભકિત કે ભગવાનમાં શ્રધ્ધા આપણને મુકિત આપી શકે?
 7. શું ભગવાન બધા પાપોની ક્ષમા આપી શકે? સાચુ સુખ શું છે?
 8. ભગવાનમાં એકાગ્રતા કેવી રીતે વધારવી?
 9. ભગવાન પદની પ્રાપ્તિ કેવી રીતે કરવી?
 10. શું મૂર્તિપૂજા કે દર્શન જરૂરી છે?
 11. અંબામાતા અને દુર્ગા દેવી કોણ છે?
 12. સરસ્વતી માતા શું સૂચવે છે?
 13. લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
 14. શું ભગવાન બ્રહ્માંડના સ્વામી છે? જીવનમાં બંધંનોથી કેવી રીતે મુક્ત થઈ શકાય? મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on
Copy