
માંડે મન સંસાર જંગલમાંય!
આ તો અહીં બેઠા હોય ને, આ તો સારું છે મારી રૂબરૂમાં બેઠા, તે જરાક અહીંયા મન ઠેકાણે રહે પણ બીજી જગ્યાએ જો કદી ગયા હોય ને, બીજી સભામાં કે કથામાં ગયા હોય ને, તો ત્યાં મન પાછું ઘરના વિચારમાં પડેલું હોય ને એ સભામાં બેઠો હોય મૂઓ. આ માણસ જ કેમ કહેવાય? આપણું મન આપણી જગ્યા છોડીને બીજામાં જાય એટલે માણસ જ કેમ કહેવાય?
અત્યારે કેમનું છે મન? કૂદાકૂદ કરે છે? અત્યારે છાનું બેઠું છે ને? આવું બેસી રહે તો સારું પડે ને? હા. તો તો પછી ત્રણલોકનું રાજ મળ્યું હોય તેવું સુખ થાય ને?
પ્રશ્નકર્તા: હા, જરૂર થઈ જાય.
દાદાશ્રી: અને એબ્સન્ટ (ગેરહાજર) ના થવું જોઈએ. એ હાજરી, એબ્સન્ટ થાય તો તો ખલાસ થઈ ગયું. એ એબ્સન્ટ થાય તો આપણને હઉ એબ્સન્ટ કરી નાખે. એટલે 'હાજર રહો' એમ કહીએ.
મનને શેમાં રાખવું? જો દેરાસરમાં નહીં રાખો તો બગીચામાં પેસી જશે. બગીચામાં નહીં રાખો તો ગટરમાં પેસી જશે. એવો મનનો સ્વભાવ છે. આખા સંસારની મમતા નડતી નથી, એને ઘરની મમતા નડે છે. એક બૈરી ને બે છોકરાં ને બાપ, આ ચાર જણની મમતાને લઈને એ કંટાળે છે અને તે પછી હિમાલયમાં નાસી જાય છે. એકાંત થાય તો મને ભગવાન મળે. તે ત્યાં ગયા પછી શું થાય છે કે એકાંત તો મળી ગયું. તે પછી ઝૂંપડી બનાવે. તે ઝૂંપડીની જરૂર તો ખરી ને? આવશ્યક છે, આવશ્યક પર વાંધો ના હોય. અનાવશ્યકમાં વાંધો હોય. એ ઝૂંપડી બનાવે તેનો વાંધો નથી. પછી કોઈ સાધનામાં બેસે. આ છે તે પાછો ઝૂંપડીની બહાર તુલસી રોપે. પછી એક જણ આવે તે કહે કે, 'બાવાજી, આ તુલસી જોડે ગુલાબનો છોડ રોપતા હો તો કેવું સરસ લાગે?' તે કહે કે, 'મળશે ગુલાબ?' ત્યારે એ કહે કે 'હા, લાવી આપું.' તે ગુલાબનો છોડ રોપ્યો. અને પછી સાધના કરવા માંડ્યા. એ થોડા દા'ડા પછી આવડો તુલસીનો છોડ થયો, ગુલાબનો થયો, તે ખુશ થયા. તુલસીના બે પાન નાખી સવારમાં ઉકાળો-બુકાળો પીવે. પછી એક દા'ડો ઉંદરડો આવીને તુલસી કાપી નાખી. એટલે બાવાજી પાછા પઝલમાં પડ્યા, 'યે ક્યા હુઆ?' ત્યાર હોરો કોઈક આવીને ઊભો રહ્યો. 'બાવાજી, આ તો ઉંદરડે કાપી નાખ્યું લાગે છે.' 'તો ફીર ક્યા કરેગા?' તો કહે કે, 'બિલાડી પાળો એક.' ત્યારે મૂઆ ઘેર ચાર ઘંટ મૂકી અહીં નવા ઘંટ વળગાડ્યા. તુલસીનો ઘંટ, ગુલાબનો ઘંટ, પાછો બિલાડીનો ઘંટ. એટલે અમે કહીએ કે એકાંત ખોળશો નહીં. એકાંતમાં મન બધા જાતજાતના ઘંટ વળગાડશે. ભીડમાં જ રહેજો. એકાંત તો કો'ક દા'ડો. જેમ સંડાસ જવાનું, તો કાયમ સંડાસમાં બેસી રહેવાનું? એના જેવું એકાંત છે. થોડીવાર નિરાંત થાય એટલા હારુ એકાંત છે.
પ્રશ્નકર્તા: પણ મનને કાઢી નાખવું કેવી રીતે?
દાદાશ્રી: એ નથી નીકળે એવું. ત્યાં એકાંતમાં જશે ને તેની કરતા આ ભીડમાં સારું પડે. આપણે અહીં આ ભીડમાં મોટા મોટા કલેક્ટરો જેવા હોય છે ને, તે કલેક્ટર અહીં ગાડીમાં ઊભો હોય ને તમારો પગ એના પગ ઉપર પડે તો એ 'પ્લીઝ, પ્લીઝ' બોલ્યા કરશે. આ ભીડને લઈને આવું બધું થયું છે. આ વિનય ક્યાંથી પ્રગટ થશે? ભીડમાં વિનય પ્રગટ થાય. ભીડમાં બધા ગુણ ઉત્પન્ન થાય. ભીડમાં પેલી ચોરીઓય થાય, પણ આ ગુણોય ઉત્પન્ન થાય. આ ડેવલપ થઈ રહ્યું છે અત્યારે.
અત્યારે આ ડેવલપ થઈ રહ્યું છે. આ લોખંડના બીડ ગાળવાના કારખાના હોય છે ને, તે બીડના આવડા આવડા દાગીના બનાવે છે. પછી એને મોગરા વળગેલા હોય છે. આમ એને કાઢવા માટે ટંબલિંગ બેરલ ફેરવે છે. એટલે બેરલ ખરું ને, તેની મહીં ભેગા નાખી દે અને પછી ઈલેક્ટ્રિકસિટીથી ચાલ્યું બધું. ઘરરર... ઘટર ફર્યા કરે ને તો મહીં અથડાઈ અથડાઈ અથડાઈને બધા મોગરા તૂટી જાય. એવું આ અત્યારે નેચરનું (કુદરતનું) ટંબલિંગ બેરલ ફરી રહ્યું છે. મોગરા તોડી નાખે પછી બહાર કાઢે, ફર્સ્ટ ક્લાસ થશે.
ઊંધા વિચારો બેસાડે છે, તેમાં જ લોકો રમ્યા કરે છે. એ સારું થયું કે અંગ્રેજોના આવ્યા પછી આપણી વિચાર શ્રેણી ફરી અને બધું હલાવ્યું. તે કેળવાયેલો લોટ થયો. પહેલા તો ભાખરીયે ના થાય એની. આ વેઢમી થાય એવો લોટ કેળવાયો છે. હવે થોડા કેળવનારા મળી આવે ને, બહુ સરસ.
મન શેમાં એડજસ્ટ (ગોઠવવું) કરવું એ મોટામાં મોટો સવાલ છે ને? મન તો લઈ જઈએ ને આપણે? આ હિમાલયમાં મન લઈ ગયા, તે મન હવે એડજસ્ટ શેમાં કરવું? કંઈ મન એકાંતમાં એકાંત ભોગવે છે કોઈ દહાડોય? એકાંતમાંયે મન કાંઈ પાંસરું રહેતું હશે? વધારેમાં વધારે દિશામાં ફરતું થાય. એ તો ભીડમાં છૂટ થઈ કે મન ચગ્યા કરે કે આ લાવું ને તે લાવું, જે બંધન છે એ છૂટ્યું કે વિકલ્પોના નાદ ઉપર ચઢી જાય. આમ વિકલ્પોની પરંપરા ઊભી થાય.
વાસ્તવિક રીતે બાહ્યકરણ બાધક નથી, અંતઃકરણ બાધક છે.
સૂતી વખતે ઉઘરાણીના વિચરો આવે તો? વિચારોને કહીએ, ‘દવાખાનાનો ટાઈમ પૂરો થયો, દવાખાનું બંધ છે, કાલે આવજો’. તમારે વિચારોને કહી દેવાનું.
વિચાર સ્થિર રહી શકે? કોઈનાય રહી શકેલા નહીં. મન તો નિરંતર ઓગળ્યા જ કરે. એને જુદું જોવા-જાણવાનું.
મન જોડે તન્મયાકાર થવું એટલે સંસાર અને મનને જોવું અને જાણવું એટલે - સ્વતંત્રતા.
Book Name: આપ્તવાણી 10 (P) (Page #213 to Page #215)
Q. મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?
A. ...એને કહેવાય વિજ્ઞાની! હવે મન શાથી ઊભું થયું છે, એ જો શોધી આપે તો હું એને વિજ્ઞાની કહું. સહુ કોઈ... Read More
Q. મન અને જીવન તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?
A. આજનું મન, એટલે ગતભવની માન્યતા! પ્રશ્નકર્તા: મન, જીવ અને આત્મા એ વિશે કંઈ કહો. દાદાશ્રી: આ મન છે... Read More
Q. શું હું મંત્રોના જાપ કરીને મનની શાંતિ પ્રાપ્ત કરી શકું?
A. સ્વ-સ્વરૂપની ભજના... પ્રશ્નકર્તા: મનની વધુ શાંતિ મેળવવા માટે એવો કયો જપ વધુ કરવો કે જેથી મનની... Read More
Q. મનને કેવી રીતે શાંત કરવું? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?
A. પ્રયત્નો, ખીલે બાંધવાના... દાદાશ્રી: મન સ્થિર કરવાનો શો ઉપાય કર્યો છે અત્યાર સુધી... Read More
Q. મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?
A. મોક્ષે જવાનું નાવડું! પ્રશ્નકર્તા: બધાય 'મનને મારો' એમ જ કહે છે. દાદાશ્રી: હા. મનને કેમ મારવાનું?... Read More
A. પ્રશ્નકર્તા: મનમાં વિચારો તો ઘણી જાતના આવે છે. મન તદ્દન શૂન્ય તો થતું નથી. વિચારો તો આવ્યા જ કરે... Read More
A. મન એનો ધર્મ બજાવ્યા કરે છે. મન કેવું છે? રડારની પેઠે કામ કરી રહ્યું છે. આ પ્લેનમાં જેમ રડાર હોય... Read More
Q. શું મન અને મગજ એક જ છે? મન અને આત્મા વચ્ચે શું તફાવત છે?
A. મન, મગજ ને આત્મા! પ્રશ્નકર્તા: મન એટલે મગજ કહેવાય? દાદાશ્રી: ના, ના, ના. મન તો જુદી વસ્તુ છે.... Read More
Q. શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે? શું મન કાબૂમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?
A. અસંગપંથી બનવા મનોનિગ્રહ જરૂરી! પ્રશ્નકર્તા: મનોનિગ્રહ એટલે શું? નિગ્રહ એટલે શું? દાદાશ્રી:... Read More
subscribe your email for our latest news and events
