મન, મગજ ને આત્મા!
પ્રશ્નકર્તા: મન એટલે મગજ કહેવાય?
દાદાશ્રી: ના, ના, ના. મન તો જુદી વસ્તુ છે. પોતાનું અસ્તિત્વ જ જુદું. મગજ તો મશીનરી છે, મિકેનિકલ છે. માઈન્ડ એટલે માઈન્ડ. માઈન્ડ પોતાનું અસ્તિત્વ ધરાવે છે.
પ્રશ્નકર્તા: આત્મા ને મન વચ્ચે અંતર કેટલું?

દાદાશ્રી: આત્માને અને મનને કશું લેવાદેવા નથી. જેમ આ દેહ ફિઝિકલ છે, એવું મન પણ ફિઝિકલ છે, વાણીય ફિઝિકલ છે. આત્મા બિલકુલ ચેતન છે.
પ્રશ્નકર્તા: મન, આત્મા અને બ્રેઈન (મગજ) વચ્ચેનો તફાવત શું?
દાદાશ્રી: મન અંતઃકરણના ભાગમાં આવે. આ બ્રેઈન છે ને, તે બ્રેઈન તો ચાલુ જ રહે છે નિરંતર. પણ એમાં હિસાબ છે તે ત્રણને ત્રણ મિનિટે 'વ્યવસ્થિત'ના મારફત બ્રેઈનમાં આવે ને બ્રેઈનમાંથી મનના થ્રૂ (મારફત) ડિસ્ચાર્જ થાય. એટલે વિચાર આવે તમને. વિચાર આવે તે વખતે વિચારનું ગૂંચળું વળ્યા કરે, ત્યારે એ બધુંય મન હોય છે અને આત્મા એ જાણે છે બધું. એ બધા જ વિચારોને જે જાણે તે આત્મા છે. વિચારોમાં તન્મયાકાર થાય તે આત્મા નથી. તન્મયાકાર થાય એટલે આત્માની શક્તિ ઘટી ગઈ ત્યાં આગળ, ત્યાં જીવાત્મા કહેવાય. અને શુદ્ધાત્મા તો બધું જાણ્યા જ કરે અંદર, ત્યારે એ શુદ્ધાત્મા.
પ્રશ્નકર્તા: એ મન અને આત્મા બેનું એકીકરણ કરવું, બેને એકાકાર કરવું, એ વિશે સમજાવો.
દાદાશ્રી: એ બે એકાકાર થાય શી રીતે? મન છે તે વિનાશી છે, અને આત્મા અવિનાશી છે. બે એકાકાર થાય જ નહીં ને, ક્યારેય પણ. એનો મેળ જ શી રીતે પડે? બે વિનાશી ચીજો હોય તો મેળ પડે. આ તો બન્નેના ગુણધર્મ જુદાં છે.
પ્રશ્નકર્તા: એક વસ્તુમાં બીજી વસ્તુ જોડવામાં આવે, જેમ કે ઈલેક્ટ્રિકની અંદર નેગેટિવ અને પોઝિટિવના બે તાર મૂકવામાં આવે તો જ પ્રકાશ થાય.
દાદાશ્રી: હા, તો જ પ્રકાશ થાય બરાબર.
પ્રશ્નકર્તા: એવી રીતે આ બે, મન અને આત્માને એકાકાર કરવામાં આવે, તો જ તદાકાર થાય અને સાક્ષાત્કાર થાય એવું જે જ્ઞાનીઓ કહે છે, તે બરાબર છે?
દાદાશ્રી: ના, ખોટું છે.
પ્રશ્નકર્તા: તો ખરું શું છે?
દાદાશ્રી: આત્મા તો એક સ્વતંત્ર વસ્તુ છે. એ બધી જે વાતો બહાર ચાલે છે, એ આત્મા ન્હોય. મન ને આત્મા એ બે એકાકાર કોઈ દહાડોય થાય નહીં. આત્મા હોય તો મન વશ થાય ખરું, પણ મન ને આત્મા, બે એકાકાર થાય નહીં. મન ટેમ્પરરી છે અને આત્મા પરમેનન્ટ છે, બેનો મેળ શી રીતે પડે? મન તો મરવા માટે આવેલું છે અને આત્મા તો સનાતન વસ્તુ છે. એટલે આ બધી વાત કહે છે એ તદ્દન ખોટી છે. સો એ સો ટકા ખોટી, એક અંશેય સાચી નથી.
Book Name: આપ્તવાણી 10 (P) (Page #123 to Page #125)
Q. મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?
A. ...એને કહેવાય વિજ્ઞાની! હવે મન શાથી ઊભું થયું છે, એ જો શોધી આપે તો હું એને વિજ્ઞાની કહું. સહુ કોઈ... Read More
Q. મન અને જીવન તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?
A. આજનું મન, એટલે ગતભવની માન્યતા! પ્રશ્નકર્તા: મન, જીવ અને આત્મા એ વિશે કંઈ કહો. દાદાશ્રી: આ મન છે... Read More
Q. શું હું મંત્રોના જાપ કરીને મનની શાંતિ પ્રાપ્ત કરી શકું?
A. સ્વ-સ્વરૂપની ભજના... પ્રશ્નકર્તા: મનની વધુ શાંતિ મેળવવા માટે એવો કયો જપ વધુ કરવો કે જેથી મનની... Read More
Q. શું એકાંતિક જીવન જીવીને હું મનને સ્થિર કરી શકું?
A. માંડે મન સંસાર જંગલમાંય! આ તો અહીં બેઠા હોય ને, આ તો સારું છે મારી રૂબરૂમાં બેઠા, તે જરાક અહીંયા... Read More
Q. મનને કેવી રીતે શાંત કરવું? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?
A. પ્રયત્નો, ખીલે બાંધવાના... દાદાશ્રી: મન સ્થિર કરવાનો શો ઉપાય કર્યો છે અત્યાર સુધી... Read More
Q. મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?
A. મોક્ષે જવાનું નાવડું! પ્રશ્નકર્તા: બધાય 'મનને મારો' એમ જ કહે છે. દાદાશ્રી: હા. મનને કેમ મારવાનું?... Read More
A. પ્રશ્નકર્તા: મનમાં વિચારો તો ઘણી જાતના આવે છે. મન તદ્દન શૂન્ય તો થતું નથી. વિચારો તો આવ્યા જ કરે... Read More
A. મન એનો ધર્મ બજાવ્યા કરે છે. મન કેવું છે? રડારની પેઠે કામ કરી રહ્યું છે. આ પ્લેનમાં જેમ રડાર હોય... Read More
Q. શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે? શું મન કાબૂમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?
A. અસંગપંથી બનવા મનોનિગ્રહ જરૂરી! પ્રશ્નકર્તા: મનોનિગ્રહ એટલે શું? નિગ્રહ એટલે શું? દાદાશ્રી:... Read More
subscribe your email for our latest news and events
