Related Questions

વાસુદેવ ભગવાન કેવા હોય?

vasudevas

પ્રશ્નકર્તા: ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ સમજાવો.

દાદાશ્રી: વાસુદેવ ભગવાન! એટલે જે વાસુદેવ ભગવાન નરના નારાયણ થયા, તેમને હું નમસ્કાર કરું છું. નારાયણ થાય ત્યારે વાસુદેવ કહેવાય.

આ વાસુદેવ છે તે ઋષભદેવ ભગવાનથી માંડીને અત્યાર સુધીમાં નવ વાસુદેવ થયા. તે વાસુદેવ એટલે નરમાંથી નારાયણ થાય એ પદને વાસુદેવ કહે છે. તપ-ત્યાગ કશું જ નહીં. અહીં વાસુદેવનો જન્મ થાય, એટલે એક બાજુ પ્રતિવાસુદેવ જન્મે. એ પ્રતિનારાયણ! અને તેમાં પાછા નવ બળદેવેય હોય. વાસુદેવના બ્રધર, ઓરમાઈ બ્રધર. કૃષ્ણ છે એ વાસુદેવ કહેવાય અને બળદેવ જે છે એ બળરામ કહેવાય.

આ કાળના વાસુદેવ એટલે કોણ? કૃષ્ણ ભગવાન. એટલે આ નમસ્કાર કૃષ્ણ ભગવાનને પહોંચે છે. એમના જે શાસનદેવો હોયને, તેમને પહોંચી જાય!

એ વાસુદેવ તો કેવા હોય? એક આંખથી લાખ માણસ ભડકી જાય એવી તો આંખ હોય વાસુદેવની. વાસુદેવ બીજ પડે ક્યારે? એની આમ આંખ દેખીને જ ભડકીને મરી જાય. તે વાસુદેવ થવાના હોય તે કેટલાંય અવતાર પહેલેથી આવું હોય. એ વાસુદેવ તો ચાલતો હોય તો ધરતી ખખડે! હા, ધરતી નીચે અવાજ કરે. કેટલાંય અવતાર પહેલા! એટલે એ બીજ જ જુદી જાતનું હોય. એની હાજરીથી જ લોક આઘુંપાછું થઈ જાય, એ વાત જ જુદી છે! વાસુદેવ તો મૂળ જન્મથી જ ઓળખાય કે વાસુદેવ થવાનો છે. કેટલાંય અવતાર પછી વાસુદેવ થવાના હોય તે આજથી જ ઓળખાય. તીર્થંકર ના ઓળખાય પણ વાસુદેવ ઓળખાય, એના લક્ષણ જ જુદી જાતના હોય! એ પ્રતિવાસુદેવેય એવા જ હોય.

×
Share on