Related Questions

જ્ઞાનીની તત્ત્વ દ્રષ્ટિ

પોતાની એક ભૂલ ભાંગે એને ભગવાન કહેવાય. પોતાની ભૂલ બતાવનારા બહુ હોય પણ કોઈ ભાંગી ના શકે. ભૂલ દેખાડતા પણ આવડવી જોઈએ. જો ભૂલ દેખાડતા ના આવડે તો આપણી ભૂલ છે એમ કબૂલ કરી નાખવું. આ કોઈને ભૂલ દેખાડવી એ તો ભારી કામ છે અને એ ભૂલ ભાંગી આપે એ તો ભગવાન જ કહેવાય. એ તો ‘જ્ઞાની પુરુષ’નું જ કામ. અમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ નથી.

અમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ નથી. ગજવું કાપનારો હોય કે ચારિત્ર્યહીન હોય, તેનેય અમે નિર્દોષ જ જોઈએ! અમે 'સત્ વસ્તુ'ને જ જોઈએ. એ તાત્ત્વિક દૃષ્ટિ છે. પેકિંગને અમે જોતા નથી. વેરાઈટીઝ ઓફ પેકિંગ છે, તેમાં અમે તત્ત્વદૃષ્ટિથી જોઈએ. 'અમે' સંપૂર્ણ નિર્દોષ દૃષ્ટિ કરી અને આખા જગતને નિર્દોષ જોયું! માટે જ 'જ્ઞાની પુરુષ' તમારી 'ભૂલ'ને ભાંગી શકે! બીજાનું ગજું નહીં.

×
Share on