નિઃશંકતા - નિર્ભયતા - અસંગતા - મોક્ષ !
બાકી, જ્યાં શંકા ત્યાં દુઃખ હોય. અને 'હું શુદ્ધાત્મા' તો નિઃશંક થઈ ગયો, એટલે દુઃખ ગયું. એટલે નિઃશંક થાય તો જ કામ ચાલશે. નિઃશંક થવું એ જ મોક્ષ. પછી ક્યારેય પણ શંકા ના થાય, એનું નામ મોક્ષ. એટલે અહીં બધું ય પૂછી શકાય. શંકા કાઢવા માટે તો આ 'જ્ઞાની પુરુષ' છે. બધી જ જાતની શંકાઓ ઊભી થયેલી હોય ને, ત્યારે 'જ્ઞાની પુરુષ' આપણને નિઃશંક બનાવી આપે. નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને નિર્ભયતાથી અસંગતા ઉત્પન્ન થાય છે. અસંગતા એ જ મોક્ષ કહેવાય છે.
કૃપાળુદેવે તો શું કહ્યું? 'નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે.'
હવે આ શંકા એટલે, જ્ઞાનની શરૂઆતથી, જ્ઞાનમાં શંકા એને અહીં આગળ અધ્યાત્મમાં શંકા કહેવામાં આવે છે. જ્ઞાન અને જ્ઞાનનાં સાધનો પર શંકા પડી, એનું નામ શંકા ! તે ક્યાં સુધી શંકા ગણાય છે ? કે ઠેઠ આત્મા સંબંધમાં નિઃશંક ના થાય, કે આ જ આત્મા અને આ ન્હોય, ત્યાં સુધી નિઃશંકતા ઉત્પન્ન થાય નહીં. આત્મા સંબંધમાં નિઃશંકતા ઉત્પન્ન થઈ, તો 'વર્લ્ડ'માં કોઈ શક્તિ એને ભયકારી બની શકે નહીં. નિર્ભયતા! અને નિર્ભયતા ઉત્પન્ન થાય એટલે સંગમાં રહેવા છતાં નિઃસંગ રહેવાય. ભયંકર સંગોમાં રહેવા છતાં ય નિઃસંગતા હોય. એવું આ કૃપાળુદેવ કહેવા માગે છે.
'વર્લ્ડ'માં ય કોઈ માણસ આત્મા સંબંધી નિઃશંક એટલે શંકારહિત થયેલો નહીં. જો નિઃશંક થયો હોત તો એનો ઉકેલ આવી જાત અને બીજાં પાંચ જણનો ઉકેલ લાવી આપત. આ તો લોકો યે ભટકયા અને એ ય ભટકે છે.
A. ચોપડાના હિસાબ ! આ સંસાર તો સમજવા જેવો છે. આ કાકા શું છે ? મામા શું છે? ધણી શું છે ? બૈરી શું છે ?... Read More
Q. શું તમને ધંધામાં ખોટ જવાનો ભય સતાવે છે?
A. મહીં અનંત શક્તિ છે. એ શક્તિવાળા શું કહે છે, કે 'હે ચંદુભાઈ ! તમારો શું વિચાર છે ?' ત્યારે મહીં... Read More
Q. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
A. પ્રશ્નકર્તા: અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેકચર મારી રહ્યા... Read More
Q. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
A. પ્રશ્નકર્તા: આપની વાણીની અસર એવી થાય છે કે જે બુધ્ધિ પઝલ ઉકેલી ના શકે, તે આ વાણી ઉકેલી શકે... Read More
A. પ્રેમનો પાવર ! સામાનો અહંકાર ઊભો જ ના થાય. સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ.... Read More
A. ભયનું મૂળ કારણ ! પ્રશ્નકર્તા: આ જે ભય છેને, ભયસંજ્ઞા એ કઈ જાતનું છે? એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? આ... Read More
Q. ભય ક્યાં સુધી રહે છે? લાલચ અને ભયમાં કોઈ સંબંધ ખરો?
A. એવો નિશ્ચય છોડાવે લાલચો એટલે 'કોઈ વસ્તુ ના ખપે' એવું નક્કી કર્યું, ત્યારથી લાલચ શબ્દ જ ઊડી જાય.... Read More
Q. અપમાનનાં ભયથી કેવી રીતે મુક્ત રહી શકાય?
A. માન-અપમાનનું ખાતું 'જ્યારે અપમાનનો ભય નહીં રહે ત્યારે કોઈ અપમાન નહીં કરે.' એવો નિયમ જ છે. જ્યાં... Read More
Q. કામકાજમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી? શું શંકાશીલ હોવું એ અસફળતાનું સંભવિત કારણ છે?
A. આ તો નરી શંકાનાં જ વાતાવરણમાં જીવી રહ્યું છે આખું જગત, કે 'આમ થઈ જશે કે તેમ થઈ જશે.' કશુંય થવાનું... Read More
Q. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
A. બુદ્ધિ બગાડે સંસાર ! પ્રશ્નકર્તા: પણ બહુ બુદ્ધિશાળી માણસોને કેમ વધારે શંકા હોય? દાદાશ્રી: એને... Read More
Q. શંકા, વહેમ, બીક રાખવા જેવી કેમ નથી?
A. શંકા રાખવા જેવું છે જ ક્યાં ?! પ્રશ્નકર્તા: આપની પાસે હવે છેવટનું એ લાગે છે કે હવે કોઈ ઠેકાણે શંકા... Read More
Q. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
A. શંકા અને ભય ! પ્રશ્નકર્તા: આ ભય અને શંકા એ બેને અરસપરસ સંબંધ ખરો ? દાદાશ્રી: શંકાથી જ ભય ઉત્પન્ન... Read More
Q. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
A. ત્યાં શૂરવીરતા હોવી ઘટે ! નહીં તો શંકા પડે એ કામ જ ઊભું કરશો નહીં. જ્યાં આપણને શંકા પડે ને, તે... Read More
A. ત્યારે સંદેહ જાય ! પ્રશ્નકર્તા: ને સંદેહ ગયા છે એવું નથી કહેતો, પણ સંદેહ મને અંદરથી ઉદ્ભવતો... Read More
Q. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
A. શંકામાંથી નિઃશંકતા ! પ્રશ્નકર્તા: સામા પર શંકા કરવી નથી, છતાં શંકા આવે તો તે શી રીતે દૂર... Read More
subscribe your email for our latest news and events