Related Questions

અપમાનનાં ભયથી કેવી રીતે મુક્ત રહી શકાય?

માન-અપમાનનું ખાતું

'જ્યારે અપમાનનો ભય નહીં રહે ત્યારે કોઈ અપમાન નહીં કરે.' એવો નિયમ જ છે. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી વેપાર. ભય ગયો એટલે વેપાર બંધ. તમારા ચોપડામાં માન અને અપમાનનું ખાતું રાખો. જે જે કોઈ માન-અપમાન આપે તેને ચોપડામાં જમે કરી દો, ઉધારશો નહીં. ગમે તેટલો મોટો કે નાનો કડવો ડોઝ કોઈ આપે તે ચોપડામાં જમે કરી લો. નક્કી કરો કે મહિનામાં સો જેટલાં અપમાન જમે કરવાં છે. તે જેટલાં વધારે આવશે, તેટલો વધારે નફો. ને સોને બદલે સિત્તેર મળ્યાં તો ત્રીસ ખોટમાં. તે બીજે મહિને એકસો ત્રીસ જમે કરવાનાં. જો ત્રણસો અપમાન જેને ચોપડે જમા થઈ જાય, તેને પછી અપમાનનો ભય ના રહે. એ પછી તરી પાર ઊતરી જાય. પહેલી તારીખથી ચોપડો ચાલુ જ કરી દેવાનો. આટલું થાય કે ના થાય?

જ્ઞાની પુરુષને હાથ જોડ્યા એનો અર્થ એ કે વ્યવહાર અહંકાર શુધ્ધ કર્યો. અને અંગુઠે મસ્તક અડાડીને સાચાં દર્શન કર્યાં એનો અર્થ અહંકાર અર્પણ કર્યો કહેવાય. જેટલો અહંકાર અર્પણ થાય તેટલું કામ નીકળી જાય.

Related Questions
  1. સમાચાર પત્રોમાં તમામ પ્રકારના ખરાબ સમાચાર છપાય છે, પરંતુ એવું ડરવાની જરૂર નથી કે, શું મારી સાથે આવું થઇ શકે?
  2. શું તમને ધંધામાં ખોટ જવાનો ભય સતાવે છે?
  3. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
  4. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
  5. જગત ભયથી સુધરે કે પ્રેમથી?
  6. ભયનું મૂળ કારણ શું છે?
  7. ભય ક્યાં સુધી રહે છે? લાલચ અને ભયમાં કોઈ સંબંધ ખરો?
  8. અપમાનનાં ભયથી કેવી રીતે મુક્ત રહી શકાય?
  9. કામકાજમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી? શું શંકાશીલ હોવું એ અસફળતાનું સંભવિત કારણ છે?
  10. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
  11. શંકા, વહેમ, બીક રાખવા જેવી કેમ નથી?
  12. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
  13. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
  14. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
  15. મારી શંકા ક્યારે જશે?
  16. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
×
Share on