Related Questions

ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?

શંકા અને ભય !

પ્રશ્નકર્તા: આ ભય અને શંકા એ બેને અરસપરસ સંબંધ ખરો ?

દાદાશ્રી: શંકાથી જ ભય ઉત્પન્ન થાયને અને ભયથી શંકા થાય. એ બેઉ કારણ-કાર્ય જેવું છે. શંકા બિલકુલ રાખવી ના જોઈએ. કોઈપણ બાબતમાં શંકા રાખશો નહીં. છોકરો બગડ્યા કરે છે, કે છોકરી બગડ્યા કરે છે. એ શંકા રાખશો નહીં. એને માટે પ્રયત્ન કરજો.

પ્રશ્નકર્તા: પણ શંકા તો ઘડીયે ઘડીયે થઈ જાય છે.

દાદાશ્રી: શંકા એ તો પોતાનો આપઘાત છે. શંકા તો ક્યારેય પણ કરશો નહીં.

પ્રશ્નકર્તા: પણ એ શંકા કેમ થઈ જાય છે ? શંકા કરવાનો સવાલ જ નથી. શંકા ક્ષણે ક્ષણે થઈ જાય છે.

દાદાશ્રી: એ થઈ જાય માટે આપણે કહેવાનું કે ભઈ, શંકા ન હોય મારું, આ મારું ન હોય, થઈ ગઈ કે તરત કહેવું.

શંકા આપણને હોય નહીં, શંકાથી જ આ જગત સડી રહ્યું છે, પડી રહ્યું છે. શંકા ન હોય, પોતે મરવાનો છે. પણ કેમ શંકા નથી થતી ? કેમ નથી થતી ? નથી મરવાનો ?

પ્રશ્નકર્તા: એ તો ખબર જ હોય છે કે મરવાનો જ છે.

દાદાશ્રી: પણ ત્યાં શંકા કેમ નથી પડતી ? મરી જવાની શંકા પડેને તો કાઢી નાખે એ. શંકા પડે કે તરત કાઢી નાખે. ભય લાગે ખૂબ. એટલે કાઢી નાખવાની હોય. ઊખેડીને ફેંકી દેવાની. ઊગી કે તરત ઊખેડીને ફેંકી દેવાની.

Related Questions
  1. સમાચાર પત્રોમાં તમામ પ્રકારના ખરાબ સમાચાર છપાય છે, પરંતુ એવું ડરવાની જરૂર નથી કે, શું મારી સાથે આવું થઇ શકે?
  2. શું તમને ધંધામાં ખોટ જવાનો ભય સતાવે છે?
  3. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
  4. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
  5. જગત ભયથી સુધરે કે પ્રેમથી?
  6. ભયનું મૂળ કારણ શું છે?
  7. ભય ક્યાં સુધી રહે છે? લાલચ અને ભયમાં કોઈ સંબંધ ખરો?
  8. અપમાનનાં ભયથી કેવી રીતે મુક્ત રહી શકાય?
  9. કામકાજમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી? શું શંકાશીલ હોવું એ અસફળતાનું સંભવિત કારણ છે?
  10. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
  11. શંકા, વહેમ, બીક રાખવા જેવી કેમ નથી?
  12. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
  13. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
  14. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
  15. મારી શંકા ક્યારે જશે?
  16. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
×
Share on