Related Questions

શંકા, વહેમ, બીક રાખવા જેવી કેમ નથી?

શંકા રાખવા જેવું છે જ ક્યાં ?!

પ્રશ્નકર્તા: આપની પાસે હવે છેવટનું એ લાગે છે કે હવે કોઈ ઠેકાણે શંકા રહી નથી ને અમે 'કન્વીન્સ' થઈ ગયા છીએ.

દાદાશ્રી: હા, અહીં શંકા રહે નહીં ને! અને શંકા રાખવા જેવું જગત જ નથી. જો શંકા રાખવા જેવું જગત હોત ને, તો હું તમને કહેત જ નહીં કે 'હેય, મારી ગેરહાજરીમાં તમે આવી તેવી શંકા ના કરશો.' આ તો મેં તમને ખાજો, પીજો, બધુંય કહ્યું. અને આવી શંકા ને એ બધું ના કરશો, એમેય કહ્યું, કારણ કે નિઃશંક જગત મેં જોયું છે, ત્યારે જ હું તમને કહું ને?! જગત મેં જોયું છે નિઃશંક, તે આ દિશામાં નિઃશંક છે અને બીજી આ દિશામાં શંકાવાળું છે. તો આ નિઃશંકવાળી દિશા બતાડી દઉં, એટલે પછી ભાંજગડ જ નહીં ને!

હવે શંકા જ ના રાખે તો ચાલે એવું છે કે નથી ચાલે એવું?

પ્રશ્નકર્તા: એ તો સારું ચાલે ને! પણ એવું હોવું જોઈએ ને!!

દાદાશ્રી: થઈ જાય એ તો પછી! બાકી આ હિન્દુસ્તાનની પ્રજા વહેમોથી, શંકાથી, બીકથી મારી નાખેલી પ્રજા છે! એટલે આ શંકા શબ્દ તો આખી દુનિયાનો હું કાઢવા માગું છું. એ શંકા શબ્દ કાઢી નાખવા જેવો છે. 'વર્લ્ડ'માં એના જેવું કોઈ ભૂત નથી. અને તેથી જ ઘણાખરા લોકો દુઃખી છે, શંકાથી જ દુઃખી છે.

અને શા સારુ વહેમો રાખવાના તે?! આ વહેમ તો રાખવા જેવો જ નથી, દુનિયામાં! કોઈ જાતનો વહેમ રાખવા જેવો નથી. વહેમ એ 'હેલ્પિંગ પ્રોબ્લેમ' નથી. વહેમ એ નુકસાનકારક 'પ્રોબ્લેમ' છે. જે છે એથી વધારે નુકસાન કરશે. અને જે નુકસાન થવાનું છે એમાં કોઈ વાંધો નથી આવવાનો. માટે વહેમને છોડી દો. હું તો એટલું જ કહેતો આવ્યો છું, ને છોડાવી દીધા ઘણા ખરા ને! 

Related Questions
  1. સમાચાર પત્રોમાં તમામ પ્રકારના ખરાબ સમાચાર છપાય છે, પરંતુ એવું ડરવાની જરૂર નથી કે, શું મારી સાથે આવું થઇ શકે?
  2. શું તમને ધંધામાં ખોટ જવાનો ભય સતાવે છે?
  3. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
  4. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
  5. જગત ભયથી સુધરે કે પ્રેમથી?
  6. ભયનું મૂળ કારણ શું છે?
  7. ભય ક્યાં સુધી રહે છે? લાલચ અને ભયમાં કોઈ સંબંધ ખરો?
  8. અપમાનનાં ભયથી કેવી રીતે મુક્ત રહી શકાય?
  9. કામકાજમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી? શું શંકાશીલ હોવું એ અસફળતાનું સંભવિત કારણ છે?
  10. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
  11. શંકા, વહેમ, બીક રાખવા જેવી કેમ નથી?
  12. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
  13. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
  14. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
  15. મારી શંકા ક્યારે જશે?
  16. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
×
Share on