Related Questions

ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?

કિશોરાવસ્થાના વર્ષોને ખાસ કરીને વ્યગ્ર અને બેચેનીભર્યો સમય માનવામાં આવે છે. કારણ કે યુવાનીમાં  પ્રવેશતી વખતે છોકરાઓ અને છોકરીઓને મુશ્કેલીઓ આવે છે. તેમના જીવનનો આ એક એવો સમય છે જ્યાં તેમને મૂંઝવણો, પડકારો, નિર્બળતા અને એકલતા લાગે છે તથા તેઓ હંમેશા પરિવાર અને મિત્રોથી એકલાં પડી જાય છે. અફસોસની વાત એ છે કે આ જ સમયગાળામાં અમુક ટીનેજર્સ પોતાની માનેલી મુશ્કેલીઓના કાયમી જવાબ તરીકે આત્મહત્યાનો આશરો લઈ લે છે.

એટલે જ આપણે જોઈએ છીએ કે માતા-પિતા અને બાળકોને મેન્ટલ હેલ્થ વિશે જાગૃત કરવામાં આવી રહ્યાં છે; એ આશા સાથે કે ભારે ડિપ્રેશનના લક્ષણો જો પેહેલેથી ઓળખાઈ જાય તો યુવાનોમાં આત્મહત્યાથી થતું મૃત્યુ અટકાવી શકાય.

ભારે ડિપ્રેશન કે આત્મહત્યાના વિચારોના લક્ષણો:

  • સેલ્ફ-નેગેટિવિટી, મૂંઝવણ અને પોતાને લોકો સમજી નહીં શકે એવી સતત લાગણી.
  • સામાજિક અને વ્યક્તિગત રીતે સફળ થવાનું ભારે દબાણ.
  • બીજાને અનુરૂપ થવા માટે અને બીજા પોતાને સ્વીકારે એનું અતિશય દબાણ.

જ્યારે આમાંની એક અથવા વધારે નબળાઈઓનો રોજિંદા જીવનમાં પગપેસારો થાય, ત્યારે સમજવું કે આત્મહત્યાનું જોખમ તોળાઈ રહ્યું છે.

નીચેના સંજોગો આ લક્ષણો પેદા કરી શકે છે:

  • શાળામાં શ્રેષ્ઠ થવાનું દબાણ
  • માતા-પિતાના છૂટાછેડા
  • નવા શહેર અથવા રાજ્યમાં સ્થળાંતર
  • રેગિંગ
  • લોકસંજ્ઞા
  • લાગણીઓની ઉપેક્ષા
  • શારીરિક હિંસા
  • સ્ટ્રેસ
  • માનસિક અસંતુલન
  • માનસિક અથવા શારીરિક શોષણ
  • માતા-પિતા દ્વારા થતું શોષણ
  • ખરાબ જીવનશૈલી
  • મોબાઈલ ફોનનો દુરુપયોગ

માતા-પિતાનો અને ટીનેજર વચ્ચેનો મજબૂત સંબંધ એ યુવાનોમાં આત્મહત્યા નિવારણનું મૂળ કારણ છે.

ટીનેજર્સ અને તેમના મમ્મી-પપ્પાને કેટલીકવાર એવું લાગતું હોય છે કે તેઓ સાવ અલગ દુનિયામાંથી છે. બંને તરફથી એટલી બધી અપેક્ષાઓ હોય છે કે એમને એકબીજા સાથે બનતું જ નથી. પરિણામે, માતા-પિતા અને ટીનેજર્સ વચ્ચેની ગેરસમજ એ રોજિંદો પ્રશ્ન બની જાય છે, જે દલીલોના સાઈકલમાં ફેરવાય છે; અને તેનાથી માતા-પિતા અને ટીનેજર્સ વચ્ચે ભેદ પડતો જાય છે.

આ ભેદ પડતો અટકાવવા અને ટીનેજર્સ અને માતા-પિતા વચ્ચેના સંબંધો સુધારવા દરેકે એકબીજાના દૃષ્ટિકોણથી જોવું જોઈએ.

માતા-પિતાએ ટીનેજ બાળકો સાથે કેવું વર્તન કરવું જોઈએ?

  • બાળક વિશે કોઈ પૂર્વધારણા ન રાખવી; ઓપન-માઈન્ડેડ બનવું.
  • તેમના માતા-પિતા નહીં, પણ મિત્ર બનવું.
  • શબ્દોથી તેમને દુઃખ ન થાય એનું ધ્યાન રાખવું; બોલતાં પહેલાં વિચારવું.
  • એમની સાથે સભ્ય અને સંસ્કારી રીતે વાત કરવી.
  • એમને ટોક-ટોક ન કરવા.
  • એમને શું કહેવું છે તે સાંભળવું અને એમનો દૃષ્ટિકોણ સમજવો.
  • બાળકો આસપાસ હોય ત્યારે તેમના પર પૂરું ધ્યાન આપવું; એમના જીવનમાં રસ લેવો.
  • જ્યારે તેઓ ભૂલ કરે, ત્યારે તેમને દોષિત ન જોવા અથવા ટીકા-ટીપ્પણી ન કરવી. પરિસ્થિતિ શાંત થયા પછી તેઓ શું અલગ રીતે કરી શક્યા હોત એ માટે એમને સમજાવવા.
  • એવું જ વર્તન કરવું કે જેવું વર્તન આપણે બાળક પાસેથી ઈચ્છીએ છીએ.
  • તેમના બાહ્ય વર્તન કરતા સારા ભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવું.
  • શાંત અને સ્થિર રહેવું.
  • બાળકની લાગણીઓ સમજવી.
  • બાળકો પર વિશ્વાસ કરવો; શંકાને સ્થાન ન આપવું.
  • બાળકોને પ્રેમથી એવી રીતે જીતવા કે જ્યારે પણ તેઓ આપણને જુએ, ત્યારે તેમને આનંદ થાય અને તેમને આપણને છોડવાનું ક્યારેય મન ન થાય.

ટીનેજર્સે તેમના માતા-પિતા સાથે કેવું વર્તન કરવું જોઈએ

  • યાદ રાખવું કે માતા-પિતા હંમેશાં પોતાના બાળકોનું સારું જ ઈચ્છતા હોય છે.
  • માતા-પિતાએ આપણા માટે શું-શું કર્યું છે એ ભૂલવું નહીં. એમનો ઉપકાર માનવો.
  • તેમની સાથે ખુલ્લા મને વાતચીત કરવી.
  • માતા-પિતા શું કહે છે તે સાંભળવું.
  • અમુક જગ્યાએ સમાધાન કરતાં શીખવું.
  • માતા-પિતા સાથે જૂઠું બોલવું નહીં.
  • માતા-પિતા પાસે મોજશોખની વસ્તુઓ કે સાધનો માટે ખોટી જિદ કરવી નહીં. જરૂરિયાતની વસ્તુઓ હંમેશા તેમને પૂછીને ખરીદવી.
  • માતા-પિતા પ્રત્યે કોઈ નારાજગી કે દ્વેષ રાખવા નહીં.
  • માતા-પિતાના નેગેટિવ જોવા નહીં; તેમના પોઝિટિવ ગુણોને ધ્યાનમાં રાખવા.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
  3. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
  4. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  7. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
  9. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
  10. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  11. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  12. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
  13. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  14. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  15. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
  16. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
×
Share on