Related Questions

મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?

જયારે આપણને એવું લાગે કે ‘કોઈ મારી કદર કરતું નથી’, ‘કોઈ મને સમજી શકતું નથી’ એવી ગેરસમજ થાય અથવા કોઈના તરફથી હેલ્પ ના મળે ત્યારે ‘કોઈને મારી ચિંતા નથી’ એ માન્યતા આપણને સેલ્ફ ડાઉટ, એકલતા, નિરાશા અને ડીપ્રેશન તરફ લઈ જઈ શકે છે. અને જયારે આપણે એટલા દુઃખી થઈએ જઈએ છીએ કે આપણે આ નેગેટીવથી આગળનું કંઈ જોઈ શકતા નથી, ત્યારે આપણે બદલો લેવાનું વિચારીએ છીએ. જયારે જે લોકો આપણને ઓછું મહત્વ આપે ત્યારે તેમની પાસેથી કંઈક કદર મેળવવા માટે અનિવાર્યપણે, છેલ્લા ઉપાય તરીકે, 'હું મારું જીવન પૂરું કરવા માંગું છું' આ પ્રકારના વિચારો તરફ જઈએ છીએ.

હકીકતમાં, આ વિચારો ફક્ત આપણને જ નુકસાન કરશે, બીજા કોઈને નહીં. જે અંતે આત્મહત્યામાં પરિણમે છે. આત્મહત્યા કરવાના ખૂબ જ ગંભીર પરિણામો આવે છે.

દુઃખના મૂળ કારણોને સમજીએ

  • ખાસ કરીને જ્યારે કંઈક સારું થયું હોય ત્યારે એવી શંકા થાય કે, લોકો હવે આપણને શું કહેશે.
  • આપણે આપણા જીવનમાં એટલા વ્યસ્ત કે ગૂંચવાયેલા હોઈએ છીએ કે કોઈએ આપણા વખાણ કર્યા હોય તો પણ આપણને એની કદર નથી હોતી.
  • આપણને એવું લાગે કે આપણે લોકોના પ્રેમ માટે લાયક નથી.
  • લોકો ભલે ગમે તેટલી વાર આપણને કહે કે, “શાબાશ! બહુ સરસ કામ કર્યું!” પરંતુ પ્રતિકૂળ સંજોગોને કારણે આપણું મન આ બધા જ શબ્દોને નેગેટીવ રીતે લેતું હોય છે.
  • સેલ્ફ ડાઉટ, ઇનસિક્યોરિટી, આત્મવિશ્વાસનો અભાવ અથવા સ્પર્ધા એ એવા કારણો છે જે આપણને “મારી કદર નથી” એવું મનાવે છે.

તેથી, તેને બદલવા માટે આપણે શું કરી શકાય?

  • આપણે જે કંઇ પણ કરીએ તે બદલામાં અપેક્ષા રાખ્યા વિના કરીએ. અપેક્ષા માત્ર ભોગવટો અને દુ:ખમાં પરિણમે છે.
  • આપણે જે પણ કામ કરીએ તે સરસ રીતે પુરુ કરીએ
  • આપણને જો મદદની જરૂર હોય, તો તે માટે આપણે સામેથી પૂછીએ. ક્યારેક આપણે માનીએ છીએ કે લોકોને ખ્યાલ છે કે આપણને હેલ્પની જરૂર છે, પરંતુ હંમેશા એવું નથી હોતું. ક્યારેક આપણને જે દેખીતી રીતે લાગતું હોય તે બીજાને ના પણ લાગે.
  • નાના થઈને, આપણે જે કર્યું છે તે સામાને જણાવીએ અને એ વિષે શું વિચારે છે એ સામેથી પૂછીએ. દરેક વ્યક્તિ પોતાનામાં ડૂબેલો છે. સૌ કોઈ પોતાની તકલીફોમાં ડૂબેલા હોય છે. એમની સાથે ખુલ્લા દિલથી વાતચીત કરીએ. તો ચોક્કસ જવાબ મળશે.
  • જે વસ્તુ આપણને યોગ્ય લાગે છે તે વસ્તુ બીજાને યોગ્ય ન પણ લાગે. તેથી, હંમેશા તપાસ કરી રાખીએ કે કોઈપણ કામ માટે શું જરૂરી છે.
  • સંકોચ વિના, બીજાની આવડતની મદદ લઈએ.
  • વાતચીત કરવી એ બધા જ સંબંધો માટે ખુબ જરૂરી છે, પછી ભલે તે શાળા હોય, ઓફીસ હોય કે કુટુંબ હોય.
  • આપણે કેમ દુઃખી છીએ એ કારણોની તપાસ કરવાનો પ્રયત્ન કરીએ જેમ કે સ્પર્ધા, ઈર્ષ્યા, અપેક્ષાઓ, માન મેળવવાની ઈચ્છા અથવા આત્મવિશ્વાસનો અભાવ.
  • બીજાના સારા ગુણો જોઈએ, તેમની ભૂલો જોવાનું ટાળીએ. એકબીજાની ભૂલો ના જોઈએ.
  • પોઝિટિવ રહીએ.
  • બીજાની વાત સાંભળીએ અને એમની સાથે રહીએ.
  • સંબંધોમાં ફેરફાર માટે આપણે સામેથી પગલું ભરીએ.
  • પોતાનામાં પરિવર્તન લાવીએ. આપણું જોઈને બીજા લોકો પણ શીખશે.
  • બીજાને સુખ આપીશું તો આપણને પણ એટલું જ સુખ મળશે.
  • આપણી વિચારસરણી બદલીએ, બીજાને અનુકુળ આવે એ રીતે આપણું મન કેળવીએ.
  • આપણે જે પણ કરીએ એમાં આપણે આનંદ માણીએ. કારણ કે આપણે જયારે પણ આપણે કંઈક ગમતું હોય એવું કરીએ, ત્યારે આપણે વધુ સારું કરી શકીએ છે. તેવી જ રીતે, જ્યારે આપણે ના ગમતું હોય એવું કરીએ ત્યારે તેટલું સારું પરિણામ નથી મળતું.

આ ઉપરાંત, યાદ રાખીએ કે આપણને જેવું લાગે છે એવું કરવું જરૂરી નથી. આની પાછળ કયા કારણો જવાબદાર છે તે સમજીએ. જો આપણે ખરેખર હાલની મૂંઝવણનો ઉકેલ લાવવા માટે સક્ષમ હોઈશું, તો એનો ચોક્કસપણે ઉકેલ આવી જશે. આ મેળવવા  માટે આપણે ફક્ત સમાધાન માટે તૈયાર રહેવાની જરૂર છે, બીજાને દુઃખ પહોંચાડ્યા વગર આપણા મનની વાત કરીએ. આપણી અને બીજાની અપેક્ષાઓને સાંભળવાની તૈયારી રાખીએ. અને જ્યારે પણ આપણને જરૂર હોય ત્યારે મદદ માંગવામાં સંકોચ ન રાખીએ.
મૌન રહીને દુઃખ સહન કરવાને બદલે અને પોતાની જાત પર શંકા કરવાને બદલે, આપણને જે પણ લાગે છે એ કહી દેવું એ વધુ સારું છે. ખુલ્લા મને વાતચીત કરવાથી, આપણને ચિંતાઓ ઓછી થતી લાગશે અને વધુ ખુશ રહી શકીશું.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
  3. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
  4. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  7. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
  9. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
  10. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  11. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  12. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
  13. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  14. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  15. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
  16. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
×
Share on