પ્રિયજનના મૃત્યુનું દુ:ખ સહન કરવું એ સૌથી મુશ્કેલ પડકારોમાંનું એક હોઈ શકે છે. જ્યારે આપણે જીવનસાથી કે કોઈ નજીકની વ્યક્તિને ગુમાવીએ છીએ, ત્યારે દુ:ખ વધારે લાગે છે. આપણે જાણીએ છે કે મૃત્યુ એ જીવનના કુદરતી ચક્રનો એક ભાગ છે, તેમ છતાં આપણે આઘાત અને મૂંઝવણમાં આવી જઈએ છે, જે લાંબા સમય સુધી ઉદાસીનતા અથવા ડિપ્રેશન તરફ લઈ જઈ શકે છે. જો ડિપ્રેશનને કંટ્રોલ કરવામાં ન આવે તો, આપણે લાગણીઓ પર કંટ્રોલ ગુમાવી દઈએ છે અને એકલતાને કારણે આત્મહત્યા કરવાનું પણ નક્કી કરી લઈએ છે.
તેથી, ઉદાસીનતા અને ડિપ્રેશન સંબંધીના વિચારોમાં ડૂબી ન જવું એ ખૂબ જ મહત્ત્વનું છે. એવા ઉપાયો શોધો જે આપણને અત્યારનું દુઃખ છે તેને દૂર કરવામાં મદદ કરી શકે.

સૌથી મહત્વનું એ છે કે “હું એકલો છું/ એકલી છું” અને “હું જીવવા માંગતો નથી” જેવા આત્મહત્યા સંબંધિત વિચારોને સ્વીકારવાથી આપણું દુઃખ દૂર નહીં થાય, પરંતુ તેને લંબાવશે. આપણે આવતા જન્મમાં એ દુઃખ વધુ તીવ્રતાથી સહન કરવું પડશે. તેના બદલે, આપણે શ્રદ્ધાપૂર્વક શક્તિ માંગીએ અને મુશ્કેલીને પાર કરીએ.
અનાદિકાળથી મનુષ્યો, મૃત્યુ સંબંધીના પ્રશ્નોના જવાબ શોધી રહ્યા છે. ખુશીની વાત છે કે, અક્રમ વિજ્ઞાન તમામ પ્રશ્નોનું સમાધાન આપે છે. આત્મજ્ઞાન દ્વારા, આપણને સમજમાં આવશે કે આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી, તે ફક્ત દેહ બદલે છે. જ્યારે ખરેખર આ સમજણ પ્રાપ્ત થશે, ત્યારે સમજાશે કે આપણે અનુભવેલા તમામ દુઃખો એ માત્ર કર્મનો એક ભાગ છે અને પછી આપણને અસર કરશે નહીં. તેના બદલે, આપણે કાયમ આનંદમાં રહી શકીશું. એવા રસ્તાઓ મળશે જે આપણને અને આપણા પ્રિયજનોને દુઃખના સમયમાં ખૂબ મદદરૂપ થશે. પ્રિયજનને ગુમાવ્યા બાદ તે પરિસ્થિતિનો સામનો કરી શકશો અને આગળ વધી શકશો.
Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
A. આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ, તે આપણી આસપાસના સંજોગો, આપણો સ્વભાવ અને લોકો સાથેના આપણા સંબંધો પર... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
A. દુઃખની વાત છે કે આત્મહત્યા કરવાના વિચારો અત્યારે વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત... Read More
Q. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
A. દુર્ભાગ્યે, પ્રેમીઓ સામાજિક, આર્થિક અથવા સાંસ્કૃતિક અંતર કે જે તેમને એક થતાં રોકે છે, એનાથી છૂટકારો... Read More
Q. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થાના વર્ષોને ખાસ કરીને વ્યગ્ર અને બેચેનીભર્યો સમય માનવામાં આવે છે. કારણ કે યુવાનીમાં... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુના કૉઝ અને ઈફેક્ટ હોય છે. એટલા માટે જ આત્મહત્યા માટે ખૂબ વિચારતી કોઈ પણ... Read More
Q. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. અત્યારના સમયમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ અને ભોગવટા જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ દુઃખ... Read More
Q. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જો આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિના આત્મહત્યા માટે વિચાર કરવાનું કારણ તમે છો તો તમારે સૌથી પહેલાં... Read More
Q. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
A. કોઈપણ સંબંધમાં, બ્રેકઅપ એ અત્યંત દુઃખદાયી હોય છે અને ત્યારે આપણી દુનિયા ધરમૂળથી બદલાય છે. એ સમયે... Read More
Q. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
A. પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતામાંથી પસાર થાય જ છે. કોઈ કાયમી સફળતા જાળવી શકતું નથી... Read More
Q. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જીવન દરમિયાન, આપણે સારા અને નરસા એવા બે ચક્રમાંથી પસાર થઈએ છીએ પણ કેટલાક લોકો એવું તારણ કાઢે છે કે,... Read More
Q. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જ્યારે આપણી પાસે નોકરી ન હોય, ભારે દેવું હોય અને આવી પડેલી મુશ્કેલીનો કોઈ અંત દેખાતો ન હોય એવી... Read More
A. જયારે આપણને એવું લાગે કે ‘કોઈ મારી કદર કરતું નથી’, ‘કોઈ મને સમજી શકતું નથી’ એવી ગેરસમજ થાય અથવા... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌને ભૂલો કરવી નથી ગમતી, પરંતુ ક્યારેક ભૂલો થઈ જાય છે. આમાંથી કેટલીક ભૂલો નાની હોય છે, પરંતુ... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
A. જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેની આપણે ખૂબ જ નજીક છીએ, જે ડિપ્રેશનમાં હોય અથવા આત્મહત્યા કરવાનું... Read More
Q. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આપણામાંથી કોઈએ ક્યારેક તો આત્મહત્યા જેવા નેગેટિવ વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને વિચારવા માટે... Read More
subscribe your email for our latest news and events
