Related Questions

નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?

પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતામાંથી પસાર થાય જ છે. કોઈ કાયમી સફળતા જાળવી શકતું નથી અને નિષ્ફળતા પણ કાયમ માટે રહેતી નથી. મુશ્કેલીના સમયમાં, જીવન પ્રત્યે નેગેટિવ અભિગમ થઈ જાય છે. જેમ કે, અણગમો, પ્રેમમાં એકલતા અને નિરાશા જેવી લાગણીઓનો સામનો પણ કરવો પડે છે. આવી પરિસ્થિતિ વધુ વણસે ત્યારે, વ્યક્તિને જીવન જીવવાનું અઘરું લાગે છે અને પછી આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે.

Suicide Prevention

સારી વાત એ છે કે, ડીપ્રેસીવ અને નબળા સંજોગોમાંથી બહાર નીકળવા માટે કેટલાક અસરકારક ઉપાયો પણ છે, જે નીચે દર્શાવેલ છે:

  • એક તરફ એવું વિચારવું કે ડીપ્રેશન અથવા નિષ્ફળતા જે આવે છે, એ સારા માટે જ આવે છે. પુરુષાર્થ વગર ક્યારેય પ્રારબ્ધ પ્રાપ્ત થતું નથી. જો જીવનમાં નિષ્ફળતા ન મળે, તો સફળતા પણ પચાવી શકાતી નથી. કોઈપણ વસ્તુનો અતિરેક એ દુઃખ અને ડીપ્રેશન તરફ લઈ જાય છે અને પરિણામે પછી વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી.
  • અત્યંત મુશ્કેલ સમયમાં પણ આપણે પોઝિટિવ રહેવું.
  • થયેલી ભૂલોમાંથી શીખો અને આગળ વધો.
  • ભૂતકાળનું વાગોળીને પોતાની સેલ્ફ- નેગેટિવિટીમાં રહેવાને બદલે પોઝિટિવ નિર્ણયો કરીને સમાધાન લાવો.
  • યાદ રાખો કે, કોઈપણ પરિસ્થિતિ કાયમની હોતી નથી – એક રાત પછી દિવસ હંમેશા આવે છે.
  • જરા ભૂતકાળમાં જાવ અને યાદ કરો કે પહેલાં આપણને આનાથી પણ મુશ્કેલ પરિસ્થિતિઓ આવી હતી અને આપણે એ બધામાંથી પાર ઉતર્યા હતા.
  • જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. જો આપણે સતત એવું વિચારીએ કે, ”મારાથી આ થઈ શકશે, ‘હું’ કરી શકીશ.” તો આપણી અંદર પણ એવું પરિવર્તન આવશે અને એ આપણને પ્રગતિના પંથે વાળશે. એ જ પ્રમાણે, જો આપણે એવું વિચારીએ કે, ”હું ફેલ થઈ જઈશ અને હું યુઝલેસ છું.” તો પછી એવા વિચારોની અસર આપણા ચારિત્ર્ય પર પણ પડશે એટલું જ નહીં, એ અસર આપણી આસપાસની વ્યક્તિઓ પર પણ પડશે. માટે જ્યારે નેગેટિવ વિચારો આવે ત્યારે એની સામે સતત પોઝિટિવ વિચારો કરવા.
  • હંમેશા કામ અને ધ્યેય પ્રત્યે સાચા દિલથી સિન્સિયર રહેવું.

સફળતા અને નિષ્ફળતા વિશે સાચી સમજણ

જીવનમાં સફળતા અને નિષ્ફળતા તરફ પોઝિટિવ અભિગમ અપનાવો. કારણ કે, તે બન્ને જ વ્યક્તિત્ત્વના સર્વાંગી વિકાસ અને વૃદ્ધિ માટે એકસરખો ફાળો આપે છે.

યાદ રાખો કે, જીવનમાં બંને પ્રકારની પરિસ્થિતિઓ આવતી-જતી રહેશે:

  • સફળતા આપણને શીખવે છે કે, અથાગ મહેનત અને પોઝિટિવ વલણ જીવનમાં સારા પરિણામો લાવે છે.
  • નિષ્ફળતા આપણને શીખવે છે કે, જીવનમાં જ્યારે ના ગમતા કે કપરા સંજોગો આવે ત્યારે આપણે પોતાની બધી નબળાઈઓ અને નેગેટિવિટીને પોઝિટિવિટીમાં પરિવર્તિત કરવી જોઈએ.

તેથી, બંને આપણા જીવનમાં વિકાસશીલ રીતે કામ કરે છે.

કોઈપણ સંજોગોમાં આત્મહત્યાના વિચાર ના કરવા જોઈએ. આત્મહત્યા સંબંધી આવતા વિચારોનો વિરોધ કરીને પોતાની પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરવો. આમ, પોઝિટિવ રહીને નિષ્ફળતામાંથી સફળતા પર વિજય મેળવી શકાય એમ છે. આ જ રીતે, આપણે જીવનનો આ મુશ્કેલીનો સમય પણ સરળતાથી પાર કરી શકીશું.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
  3. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
  4. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  7. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
  9. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
  10. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  11. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  12. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
  13. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  14. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  15. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
  16. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
×
Share on