Related Questions

જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?

જો આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિના આત્મહત્યા માટે વિચાર કરવાનું કારણ તમે છો તો તમારે સૌથી પહેલાં સમજવું જોઈએ કે આપણા વર્તનની તે વ્યક્તિ પર કેવી ખરાબ અસર પડી રહી છે. તે વ્યક્તિ સેલ્ફ-નેગેટિવિટી, એકલતા, ગભરામણ, ચિંતા, ડર અને ડિપ્રેશન જેવું અનુભવી રહી હશે.

પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે, “જો મારી સાથે આવું થાય તો મને ગમશે? જો હું તેમના જેવી જ સ્થિતિમાં હોત તો મને કેવું લાગત?” આપણી જાતને એમની જગ્યાએ મૂકીને જોવી! પછી, આપણે તેમની સાથેના વર્તનને સુધારવા માટે શું કરી શકશો?

આગળ શું કરવું?

  • પરિસ્થિતિ વણસે એ પહેલાં જ ખરાબ વર્તનની એ વ્યક્તિ પાસે માફી માંગવી. આપણામાં અક્કલ નથી, માફ કરજો વગેરે પણ કહેવું જેથી એ વ્યક્તિને સારું લાગે અને ફરીથી એવું ક્યારેય નહીં કરવાનું પ્રોમિસ આપવું.
  • તેમની સાથે ખુલીને વાતચીત કરીને તણાવ દૂર કરવો.
  • હવેથી તેમની સાથે નિખાલસ અને પ્રમાણિક બનવું.
  • સમજવું કે સંજોગો તરત જ બદલાશે નહીં, સમય લેશે, એટલે ધીરજ રાખવી.
  • આપણા ખરાબ વર્તનની આપણી પર અને એમની પર પડેલી અસરનું એનાલિસીસ કરવું.
  • કયાં કારણથી એવું વર્તન થઈ ગયું કે સામી વ્યક્તિ આપઘાતના વિચારો સુધી પહોંચી ગઈ એ શોધીને એને ટાળવા.
  • ઇષ્ટદેવને યાદ કરીને મનમાં તે વ્યક્તિની હૃદયપૂર્વક ખૂબ જ માફી માંગવી અને ફરીથી કોઈની સાથે આવું ન કરવાનો દૃઢ નિશ્ચય કરવો.

આપણા કહેવાથી સામો આપઘાત કરે એવી દશા થઈ ગઈ હોય તો આપણે પા-અડધો કલાક માફી માંગ માંગ કરવી કે અરેરે! મારી આવી દશા ક્યાંથી થઈ આ? આવું મારા નિમિત્તે બધું.

કોઈને દુઃખ થઈ જાય એની માફી કેવી રીતે માંગવી?

આપણે કોઈને આત્મહત્યાનો વિચાર કરવા માટે કારણ બન્યા હોઈએ એવી પરિસ્થિતિનું સમાધાન છે: માફી માંગવી.

સાચા દિલના પસ્તાવાથી કોઈને ગમે તેવું દુઃખ અપાઈ ગયું હોય, એ ધોવાઈ જાય છે. આ વિશે પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે:

પ્રશ્નકર્તા: આ વાત સાચી કે પશ્ચાત્તાપના ઘડામાં ગમે તેવું પાપ હોય તો...

દાદાશ્રી: હલકું થઈ જાય, પશ્ચાત્તાપને લઈને.

પ્રશ્નકર્તા: સાવ બળીને ખાખ ના થઈ જાય?

દાદાશ્રી: સાવ બળીયે જાય. એવાં કેટલાંક પાપ તો બળીયે જાય, ખલાસ થઈ જાય. પશ્ચાત્તાપનો સાબુ એવો છે કે ઘણાંખરાં કપડાંને લાગુ થઈ જાય.

પ્રશ્નકર્તા: અને એમાં આપની સામે કરે એટલે પછી શું રહે?

દાદાશ્રી: કલ્યાણ થઈ જાય. એટલે પશ્ચાત્તાપના સાબુ જેવો કોઈ દુનિયામાં સાબુ નથી.

આપણાથી દુઃખ થયું હોય એ વ્યક્તિની મહીં બેઠેલા ભગવાનને નમસ્કાર કરીને મનમાં માફી માંગવી, ખોટું થયું એનો હૃદયથી પશ્ચાત્તાપ કરવો તથા ફરી એવું નહીં કરવાનું નક્કી કરવું.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
  3. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
  4. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  7. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
  9. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
  10. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  11. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  12. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
  13. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  14. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  15. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
  16. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
×
Share on