શું તમે ભવિષ્યની ચિંતા કરો છો? આપણે ના ગમતી પરિસ્થિતિઓની કલ્પના કરીને ભવિષ્યની ચિંતા કરીએ છીએ. તેવી સ્થિતિ બની પણ શકે કે ન પણ બને. નકારાત્મક રીતે વસ્તુઓની કલ્પના કરીને આપણે બધું બગાડીએ છીએ. શું તમે ક્યારેય નીચે આપેલા મુદ્દાઓ વિશે વિચાર્યું છે?
ચાલો, ભવિષ્યની ચિંતા કરવાનું બંધ કેવી રીતે કરવું તે સમજવા માટે આ પ્રશ્નોના જવાબો જોઈએ.
આપણામાંથી ઘણાને ચિંતા હોય છે કે કાલે શું થશે. પરંતુ, આપણે ભૂલી જઈએ છીએ કે વાસ્તવિકતામાં, આ દુનિયામાં કાલ કોઈએ જોઈ નથી. જ્યારે પણ તમે જુઓ છો, તે હંમેશાં આજ જ હોય છે. ગઈકાલનો સમય પસાર થઈ ગયો, તે ભૂતકાળ છે. આપણા હાથમાં જે છે તે વર્તમાન છે અને આવતીકાલ એ કુદરતના હાથમાં છે. તેથી, ફક્ત વર્તમાનમાં જ રહો, જે અત્યારે છે.
આવતીકાલની ચિંતા કરવી એ મુશ્કેલીનું કારણ છે. તેથી, જ્યારે આવતી કાલ જેવી કોઈ વસ્તુ જ નથી, ત્યારે કાલની ચિંતા કરવાની જરૂર નથી.
આપણે યોજનાઓ બનાવીએ છીએ. ઉદાહરણ તરીકે, ‘મારે ૨૫મીએ મુંબઈ અને ૨૮મીએ વડોદરા જવાનું છે અને ટિકિટ બુક કરાવવી છે. ક્યારેક તે ન પણ થાય. તે તમારી દ્રષ્ટિમાં છે. તે દ્રષ્ટિથી પૂરેપૂરું ચોખ્ખું દેખાતું નથી. તમે તેને "અસ્પષ્ટ" દ્રષ્ટિથી જોશો. સ્પષ્ટ દ્રષ્ટિથી, તમે સ્થિર પણ રહી શકો છો અને ચોખ્ખું "જોઈ" શકો છો. નિયમ એ છે કે તમારી પાસે ચોક્કસ ‘બાઉન્ડ્રી’ સુધીની સ્પષ્ટ દ્રષ્ટિ હશે, અને જો તમે તેનાથી આગળ વધશો, તો પછી થોડા સમય માટે તમે અસ્થિર થઈ જશો. તેથી તમારે જેની જરૂર નથી, તે તરફ ના જુઓ. જો તમે ઘડિયાળ તરફ જોતા રહો છો, તો તમે વિચારોમાં આગળ નીકળી જશો. તેથી, આ દ્રષ્ટિ દ્વારા જ્યારે તમે ચાલતા હો, ફક્ત તમારી આગળના ચોક્કસ અંતર તરફ જુઓ.
કુદરત સમય આવ્યે દરેકની જરૂરિયાતોને પૂર્ણ કરે જ છે. પરંતુ, લોકો કુદરતને વગોવીને અંતરાય ઊભા કરે છે. જો સારા કપડાં પહેરીને બહાર નીકળેલા માણસના ઈસ્ત્રીવાળા કપડાં પર વરસાદ પડશે, તો તે કુદરતને ગાળો આપશે. ઘણા ઈચ્છે છે કે તેમની દિકરીના લગ્નના દિવસે વરસાદ ન પડે, પરંતુ ખેડૂતો આતુરતાથી વરસાદ વરસવાની રાહ જુએ છે. જ્યારે આવા વિરોધાભાસ ઊભા થાય છે, ત્યારે તેઓ કુદરતને અવરોધે છે. આ બ્રહ્માંડ તમારી લાગણીઓ અને કુદરતની વિવિધ અવસ્થાઓ વચ્ચે થતી એડજસ્ટમેન્ટ (ગોઠવણ) અનુસાર કાર્ય કરે છે. તેથી કુદરતના કામમાં ખલેલ પહોંચાડો નહીં. તમને કુદરતી રીતે અને સહજતાથી દરેક વસ્તુ મળી આવશે. શું લોકો ક્યારેય ચિંતા કરે છે કે આવતીકાલે સૂર્ય ઊગશે કે કેમ? અને જો તેઓ તેની ચિંતા કરવાનું શરૂ કરે તો શું થશે? દખલનો અંત નથી. તેથી કુદરતમાં દખલ ન કરો.
આવતીકાલનું આયોજન કરતી વખતે મારી ભૂમિકા શું હોવી જોઈએ?
Q. ચિંતા શું છે? ચિંતા કરવાનો અર્થ શું છે?
A. ખરેખર, ચિંતા કરવાનો અર્થ શું છે? ચિંતા શું છે? ચાલો આપણે થોડી વાતો ધ્યાનમાં લઈને આ વિશે જાણીએ. આપણે... Read More
Q. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
A. આપણે બધાએ આપણા જીવનની ચિંતાઓ સાથે સંઘર્ષ કર્યો છે. એવો પણ સમય હોય છે કે જ્યારે આપણે બધા કરતા વધારે... Read More
A. પ્રશ્નકર્તા: ટેન્શન એટલે શું? ચિંતાનું તો સમજાયું, હવે ટેન્શન એની વ્યાખ્યા કહો ને કે ટેન્શન કોને... Read More
Q. શું હું ચિંતામુક્ત વ્યવસાય કરી શકું છું?
A. પ્રશ્નકર્તા: ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી: ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય... Read More
Q. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
A. કોઈ પરિસ્થિતિના પોઝિટિવ પરિણામને આપણે સ્વીકારી શકીએ છીએ અને તેના અવળા પરિણામને સંભાળી શકતા નથી,... Read More
Q. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
A. શું તમે તમારી નોકરી, પૈસા, આરોગ્ય, બાળકો, વૃદ્ધ માતા-પિતા જેવી વિવિધ બાબતોથી ચિંતિત છો અને તેનાથી... Read More
Q. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
A. કેટલાક અમદાવાદના શેઠ મળ્યા'તા. તે જમતી વખતે મિલમાં ગયા હોય, મારી જોડે જમવા બેઠા હતા. તે શેઠાણી સામા... Read More
Q. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
A. જ્યારે દરેક વસ્તુ તમારા કાબૂની બહાર જતી રહે અને તમે ફસામણ અને અસહાયતા અનુભવો, ત્યારે તમારા જીવનને... Read More
Q. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
A. ચિંતા થાય છે, જ્યારે તમે જે તમારું નથી તેના માલિક બનો છો, અને તમે તેનાથી સુખી કે દુ:ખી થાઓ છો.... Read More
A. “લોકોને હું પસંદ નથી”, “લોકો મારા માટે શું વિચારે છે”, “બીજા મારા માટે શું વિચારે છે?” મનમાં... Read More
Q. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
A. “મને નોકરી નથી મળી રહી”, “મને મારી કારકિર્દી, જીવન અને ભવિષ્યની ચિંતા થાય છે,” “શું મને નોકરી... Read More
Q. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
A. જ્યારે તમે તમારા કોઈ પ્રિય વ્યક્તિની માંદગી વિશે જાણો છો, ત્યારે તમને આઘાત લાગે તેમાં કોઈ શંકા નથી.... Read More
Q. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
A. એ સામાન્ય છે કે, જ્યારે તમારા જીવનસાથી તમને છેતરતા હોય ત્યારે તમને શંકા અને ચિંતા થાય. “મારા... Read More
Q. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
A. જીવનમાં બધું જ ગુમાવવાનો ભય આપણને અત્યંત નબળા બનાવી શકે છે. એમાં કોઈ વ્યક્તિને ગુમાવવાનો ભય,... Read More
subscribe your email for our latest news and events