એ સામાન્ય છે કે, જ્યારે તમારા જીવનસાથી તમને છેતરતા હોય ત્યારે તમને શંકા અને ચિંતા થાય. “મારા જીવનસાથી મને છેતરી રહ્યા છે” એ તમારા મનમાં પહેલા શંકા જન્માવે છે. જો તમે કોઈ પુરાવા વગર તેને ઘર કરવા દેશો, તો તે નિશ્ચિતપણે તમારા સંબંધોને કાયમ માટે જડમૂળથી ઉખેડીને ફેંકી દેશે. તેથી, અસરકારક રીતે આ શંકામાંથી છૂટવું એ જ મુખ્ય ચાવી છે. આ શંકા સૂક્ષ્મ છે, તમારા જીવનસાથી વિશે તમારા મનમાં નીચે મુજબના સવાલો ઊભા કરીને તે સ્થૂળરૂપે નિમિત્ત બને છે:
આવા સવાલોથી તમને કેવો અનુભવ થશે? શું તમને એવું લાગે છે કે મારી પત્ની કે પતિ મને છેતરી રહ્યા છે? શું તમે અસ્વસ્થ અને બેચેન થઈ જશો? શું તેનાથી તમને તમારા સંબંધોની મજબૂતી વિશે પ્રશ્નો થશે?
હકીકતમાં, તમારા જીવનસાથી તમને છેતરી રહ્યા છે તેની ચિંતા કે શંકાના વિચારોને ઘર કરવા દેવા, તે તમારા સંબંધોની ઈમારતમાં તડ પાડવા સમાન છે. અને જો તમે આ વિચારોને એક ક્ષણ માટે પણ મનમાં રાખશો, તો તેમાંથી અસરમુક્ત રહીને બહાર નીકળવાનો મોકો બહુ ઓછો કે નહીંવત્ હોઈ, એવા બ્લેક હોલમાં તમે ફસાઈ જશો. તેથી, જેટલું બને તેટલું આવા વિચારોથી દૂર રહેવું તે જ ઉત્તમ છે.
તો આવા વિચારોમાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ રસ્તો કયો છે, જે તમારા મનને સ્વસ્થ રાખે અને છેતરપિંડીમાંથી મુક્ત કરી શકે?
પહેલું, તમારા મનમાં આવા વિચારો આવવા જ ના દો. તેઓ કહે છે તેમ, 'સાવચેતી એ સારવાર કરતા વધુ સારી છે.' જ્યારે તમે સંબંધોમાં વણાયેલા છો, ત્યારે તમારે તમારા જીવનસાથી પર શંકા ન રાખીને તેના પર વિશ્વાસ રાખો. અંતે, વિશ્વાસ એ દરેક સંબંધોમાં મુખ્ય પાયારૂપ છે.
ચાલો, ઊંડાણથી જાણીએ કે શંકા કેવી રીતે ઊભી થાય છે, જેથી તમે સમજી શકો કે તે ઊભી થતા પહેલા તેને કેવી રીતે અટકાવી શકાય:
જ્યાં અતિશય રાગ હોય ત્યાં તીવ્ર શંકા થાય છે અને પછી શંકાનો કીડો તમને અંદરથી ખોતરી ખાય છે. જ્યારે સામી વ્યક્તિના વ્યવહાર કે વર્તન તમારી અપેક્ષા કરતા થોડા પણ જુદા પડે, ત્યારે શંકાના વિચારો શરૂ થાય છે. જ્યારે આપણા મનથી પણ આ ગૂંચવાડાનું સમાધાન થઈ શકતું નથી, ત્યારે આપણને શંકા થાય છે કે, “આ આવું શા માટે છે?” “શું આવું એટલા માટે છે કે મારા જીવનસાથી મને છેતરી રહ્યા છે?”
અગર તમારા જીવનસાથી ઘરે મોડા આવે, તેમને સમજાવો અને તેમની જોડે ચર્ચા કરો, પરંતુ શંકા કરશો નહીં. શંકા ખરેખર મુશ્કેલીને પોષણ આપે છે. હા, તમારે તેમને ચેતવવા જોઈએ, પણ શંકાશીલ થવું નહીં.
શંકા અને ભય એ કારણ અને પરિણામ જેવા છે. શંકાના એક બીજમાંથી આખું જંગલ બની જાય છે. ક્યારેક શંકાના વિચારો તમારી અંદર જ ઊભા થાય અને થોડી વાર માટે પણ જો તેને ચાલુ રહેવા દેવામાં આવે, તે સામા વ્યક્તિને પહોંચી જશે અને આમ લંબાયા જ કરશે. તેથી, તેને ઊગતા પહેલા જ ઉખાડી નાખવા એ જ ઉત્તમ છે.
શું તમે કંઈક એવું જોયું છે અને તેના કારણે તમે શંકાશીલ છો? અને જો એવું હોય તો શું તમે એ જોયું ત્યારે પહેલા એ નહોતું બની રહ્યું? લોકો જે ચોરી કરતા પકડાય તેને ચોર કહે છે. પરંતુ, જે પકડાતા નથી તેઓ છૂપી રીતે ચોરી કરે જ છે ને? જેઓ ક્યારેક ચોરી કરતા હોય તે પકડાઈ જતા હોય છે. અને તેઓ પકડાયા તેથી લોકો તેને ચોર કહે છે. ખરો ચોર એ છે કે જે પકડાય નહીં, પરંતુ આ જગત આવું જ છે.
જો તમે તમારા જીવનસાથીને કોઈ એવી સ્થિતિમાં જુઓ છો, તો તરત પ્રતિક્રિયા આપવી નહીં. એક પગલું પાછળ જાઓ અને પોતાને આ દ્રશ્યથી ડિસ્કનેક્ટ કરો. તમે ગુસ્સો કરીને વધારે નુકસાન કરો એની પહેલા જ તમારી જાતને વિચારવાનો સમય આપો અને તમે જે જોયું તેના પર વિચારો.
તમને થોડું કપરું લાગશે, પરંતુ તમે હળવા થઈ જશો. આ વિચારી જુઓ, તમે તમારી શંકાને પાછળ મૂકીને, આગળ વધી શકો છો. શાંતિથી તમારા જીવનસાથી સાથે વાત કરો અને હવે આગળ શું કરવું તે નક્કી કરો. શું તેણે જે કર્યું છે તેનો તે પસ્તાવો કરે છે? કે પછી આ સમય છે કે તમે વધુ નુકસાન થતા અટકાવી શકો છો? જો તમે તમારા જીવનસાથીને બીજો મોકો આપવાનું નક્કી કરો છો, તો પછી તમારે સંપૂર્ણપણે તમારી શંકા અને સંશયને ભૂંસી નાખવા જરૂરી છે, નહીંતર, આવા વિચારો તમારો પીછો કર્યા કરશે અને વધારે નુકસાન કરશે. જો તમે છૂટા પડવાનું નક્કી કરો છો તો તે મૈત્રીપૂર્વક કરો. કારણ કે, તમારા જીવનસાથી તમને છેતરી રહ્યા છે, તે બાબતે ગુસ્સે થવાથી અને દુ:ખી થવાથી તમે તમારા દુ:ખમાં વધારો કરશો.
Q. ચિંતા શું છે? ચિંતા કરવાનો અર્થ શું છે?
A. ખરેખર, ચિંતા કરવાનો અર્થ શું છે? ચિંતા શું છે? ચાલો આપણે થોડી વાતો ધ્યાનમાં લઈને આ વિશે જાણીએ. આપણે... Read More
Q. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
A. આપણે બધાએ આપણા જીવનની ચિંતાઓ સાથે સંઘર્ષ કર્યો છે. એવો પણ સમય હોય છે કે જ્યારે આપણે બધા કરતા વધારે... Read More
A. પ્રશ્નકર્તા: ટેન્શન એટલે શું? ચિંતાનું તો સમજાયું, હવે ટેન્શન એની વ્યાખ્યા કહો ને કે ટેન્શન કોને... Read More
Q. શું હું ચિંતામુક્ત વ્યવસાય કરી શકું છું?
A. પ્રશ્નકર્તા: ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી: ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય... Read More
Q. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
A. કોઈ પરિસ્થિતિના પોઝિટિવ પરિણામને આપણે સ્વીકારી શકીએ છીએ અને તેના અવળા પરિણામને સંભાળી શકતા નથી,... Read More
Q. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
A. શું તમે તમારી નોકરી, પૈસા, આરોગ્ય, બાળકો, વૃદ્ધ માતા-પિતા જેવી વિવિધ બાબતોથી ચિંતિત છો અને તેનાથી... Read More
Q. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
A. શું તમે ભવિષ્યની ચિંતા કરો છો? આપણે ના ગમતી પરિસ્થિતિઓની કલ્પના કરીને ભવિષ્યની ચિંતા કરીએ છીએ. તેવી... Read More
Q. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
A. કેટલાક અમદાવાદના શેઠ મળ્યા'તા. તે જમતી વખતે મિલમાં ગયા હોય, મારી જોડે જમવા બેઠા હતા. તે શેઠાણી સામા... Read More
Q. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
A. જ્યારે દરેક વસ્તુ તમારા કાબૂની બહાર જતી રહે અને તમે ફસામણ અને અસહાયતા અનુભવો, ત્યારે તમારા જીવનને... Read More
Q. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
A. ચિંતા થાય છે, જ્યારે તમે જે તમારું નથી તેના માલિક બનો છો, અને તમે તેનાથી સુખી કે દુ:ખી થાઓ છો.... Read More
A. “લોકોને હું પસંદ નથી”, “લોકો મારા માટે શું વિચારે છે”, “બીજા મારા માટે શું વિચારે છે?” મનમાં... Read More
Q. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
A. “મને નોકરી નથી મળી રહી”, “મને મારી કારકિર્દી, જીવન અને ભવિષ્યની ચિંતા થાય છે,” “શું મને નોકરી... Read More
Q. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
A. જ્યારે તમે તમારા કોઈ પ્રિય વ્યક્તિની માંદગી વિશે જાણો છો, ત્યારે તમને આઘાત લાગે તેમાં કોઈ શંકા નથી.... Read More
Q. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
A. જીવનમાં બધું જ ગુમાવવાનો ભય આપણને અત્યંત નબળા બનાવી શકે છે. એમાં કોઈ વ્યક્તિને ગુમાવવાનો ભય,... Read More
subscribe your email for our latest news and events