એક રાજાને જીત્યો હોય તો દળ, પૂર ને અધિકાર બધું આપણને મળી જાય. એનું લશ્કર બધું જ મળી જાય. લશ્કર જીતવા જઉં તો રાજા ના જીતાય. તેવી જ રીતે જો તમે આ વિષયરૂપી રાજા જીત્યો કે બધું જ આપણા તાબામાં આવી જાય. આ એક જ વિષય એવો છે કે જે જીતે તો રાજપાટ બધું હાથમાં આવી ગયું. એવી જ રીતે જો તમે વિષય-વિકારી વૃત્તિઓ પર, બ્રહ્મચર્ય પાળીને વિજય મેળવશો તો તમે જગત જીતી જશો. પછી તમે આ જગતમાં કોઈ પણ વસ્તુના (કે વ્યક્તિના) પરાધીન નહીં રહો. કારણ કે, ખરેખર તો બ્રહ્મચર્ય એ તો શરીરનો રાજા છે. તેથી જ આત્યંતિક મુક્તિ પ્રાપ્ત કરવા માટે તમારે બ્રહ્મચર્ય પાળવાની જરૂર છે.
પરમ પૂજ્ય દાદાશ્રી એમના પોતાના જ શબ્દોમાં કોઈ પણ વ્યક્તિએ શા માટે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, તેની પાછળનું વિજ્ઞાન સમજાવે છે.
પ્રશ્નકર્તા: પણ બ્રહ્મચર્ય શું ફાયદા માટે પાળવું જોઈએ?
દાદાશ્રી: આપણે અહીં આગળ કંઈ વાગ્યું ને લોહી નીકળ્યું હોય, તો પછી બંધ કેમ કરીએ છીએ? શું ફાયદો?
પ્રશ્નકર્તા: બહુ લોહી જતું ના રહે.
દાદાશ્રી: લોહી જતું રહે તો શું થાય?
પ્રશ્નકર્તા: શરીરમાં બહુ વિકનેસ આવી જાય.
દાદાશ્રી: તો આ બહુ અબ્રહ્મચર્યથી જ વિકનેસ આવી જાય. આ બધા રોગ જ અબ્રહ્મચર્યના છે. કારણ કે, બધા ખોરાક જે ખાવ છો, પીવો છો, શ્વાસ લો છો, એ બધાનું પરિણામ થતું, થતું, થતું એનું... જેમ આ દૂધનું દહીં કરીએ, એ દહીં એ છેલ્લું પરિણામ નથી. દહીંનું વળી પાછું એ થતા થતા પાછું માખણ થાય, માખણનું ઘી થાય, ઘી એ છેલ્લું પરિણામ છે. એવું આમાં બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે આખો!
એટલે આ જગતમાં બે વસ્તુ ન વેડફવી જોઈએ. એક લક્ષ્મી અને બીજું વીર્ય. જગતની લક્ષ્મી ગટરોમાં જ જાય છે. એટલે લક્ષ્મી પોતાને માટે ના વપરાવી જોઈએ, વગર કામનો દુરુપયોગ ના થવો જોઈએ અને બ્રહ્મચર્ય બને ત્યાં સુધી પાળવું જોઈએ. જે ખોરાક ખાઈએ છીએ, તેનો અર્ક થઈને છેલ્લે એ અબ્રહ્મચર્યથી ખલાસ થઈ જાય છે. આ શરીરમાં અમુક નસો હોય છે, તે વીર્ય સાચવે છે અને તે વીર્ય આ શરીરને સાચવે છે. એટલે બને ત્યાં સુધી બ્રહ્મચર્ય સાચવવું જોઈએ.
એવું છે, જેને સંસારિક સુખોની જરૂર છે, ભૌતિક સુખોની જેને ઈચ્છા છે, તેણે પૈણવું જોઈએ. બધું જ કરવું જોઈએ અને જેને ભૌતિક સુખો ના જ ગમતા હોય અને સનાતન સુખ જોઈતું હોય, તેણે નહીં. તેમણે બ્રહ્મચારી જીવન પસંદ કરવું જોઈએ. તેમણે મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ.
Q. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
A. ખરું બ્રહ્મચર્ય એને કહેવાય કે જે તમને મોક્ષ પ્રાપ્તિમાં મદદરૂપ થાય. બ્રહ્મચર્ય કેવી રીતે... Read More
Q. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી?
A. જેવી આપણી અંદર વિષયની ઈચ્છાઓ અને વૃત્તિઓ ઊભી થાય છે, ત્યારે બહુ ઝડપથી આપણે તેમાંથી બહાર નીકળવાના... Read More
Q. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
A. જો તમારે કંઈ પણ વસ્તુ થતી અટકાવવી હોય, જેમ કે, કોઈ વસ્તુની ઈફેક્ટ, તો તેના કારણો શોધવા પડશે. એકવાર... Read More
Q. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
A. વિષય-વિકાર ખરેખર શું છે તેનો અભ્યાસ અને પૃથ્થકરણ દ્વારા. વિષય-વિકારમાં આકર્ષણ કરનારા માધ્યમો... Read More
Q. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રહેવું?
A. કળિયુગમાં એક ફક્ત ગૃહસ્થીને વિકાર કેટલો ઘટે કે એની સ્ત્રી પૂરતો જ. ગૃહસ્થધર્મ છે એટલે એની સ્ત્રી... Read More
Q. સંબંધોમાં થતા ક્લેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઈ શકે?
A. ઋષિમુનિઓને પછી લઢવાડ-બઢવાડ કશું નહીં, મિત્રાચારી. બાબો-બેબી ઉછેરે, મિત્રાચારીને પેઠ! અને આમને આ... Read More
Q. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
A. બ્રહ્મચર્ય પાળવું એ આ કળિયુગમાં દુષ્કર ગણાય છે. છતાં આ સમયમાં, પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે... Read More
Q. લગ્નજીવનમાં થતા અણહક્કના વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
A. પતિ-પત્નીને કુદરતે એક્સેપ્ટ કરેલું છે. તેમાં જો કદી વિશેષભાવ ના થાય તો વાંધો નહીં. કુદરતે એટલું... Read More
Q. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
A. જે ક્ષણે તમારી દૃષ્ટિ કોઈના ઉપર પડે છે, તે જ ક્ષણે આકર્ષણની ચિનગારી પ્રગટે છે, આ ચિનગારી આગળ વધે તે... Read More
Q. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
A. બ્રહ્મચર્યની ભાવના જાગૃત થવી, તેમજ તેના માટેનો નિશ્ચય દૃઢ થવો, તે માટેનું પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું... Read More
Q. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
A. હસ્તમૈથુન... એ એક એવી ખરાબ આદત કે જેમાંથી કઈ રીતે છૂટી શકાય, એ માટે તમે વિચારણા કરી જ હશે. કદાચ... Read More
subscribe your email for our latest news and events