Related Questions

ધર્મમાં સ્પર્ધાની શું અસરો હોય છે? શું ધાર્મિક સ્પર્ધા અથવા ધાર્મિક સાંપ્રદાયિક્તા યોગ્ય છે?

લોકોને મોક્ષે જવું છે અને બીજી બાજુ મતમતાંતરમાં પડી રહેવું છે, પક્ષાપક્ષી કરવી છે. મારું સાચું એમ કહ્યું કે વગર બોલ્યે સામા ને ખોટો ઠરાવી દે છે. કોઈનેય ખોટો કહીને તું ક્યારેય પણ મોક્ષે જઈ શકીશ નહીં. મતમતાંતર છોડી, પક્ષાપક્ષી છોડી, વાડાબંધી તોડી, જ્યારે તું સેન્ટર માં આવીશ ત્યારે જ અભેદ ચેતનના ધામ ને પ્રાપ્ત કરીશ.  અલ્યા, આ તો તેં પક્ષ માં પડી પક્ષના જ પાયા મજબૂત કર્યાને તેમાં તારો અનંત અવતારનો સંસાર બાંધી દીધો ! અલ્યા, મોક્ષે જવું છે કે પક્ષ માં પડી રહેવું છે? એક ધર્મ માં કેટલા બધા ફાંટા પડી ગયા ! ઝઘડા પડી ગયા ! કષાય ત્યાં મોક્ષ નહીં ને કષાય તે ધર્મ ના કહેવાય. પણ આતો પક્ષ ને મજબૂત કરવા કષાયો કર્યા.  અલ્યા, ધર્મને રેસકોર્સ બનાવી દીધો? શિષ્યોની હરીફાઈમાં પડ્યા ! પેલાને પાંચ શિષ્યોતો મારે અગિયાર કરવાજ. ઘેર બાયડી ને બે છોકરાં એમ ત્રણ ઘંટ હતા તે છોડ્યા અને અહીં અગિયાર ઘંટ વળગાડ્યા? ને ઉપરથી આખો દહાડો શિષ્યો પર કઢાપો-અજંપો કર્યા કરે, તેને મોક્ષનું સાધન કર્યું કેમ કહેવાય?

સંદર્ભ : Book Name: આપ્તવાણી-૧ (Page #38 - Paragraph #2)

ઉપવાસ, ઉપયોગપૂર્વક

પ્રશ્નકર્તા: ઉપવાસનું પ્રમાણ એ પોતે નક્કી કરવાનું સ્વ-અનુભવથી કે બીજું કોઈ આપણને એ બાબતમાં કહે ?

દાદાશ્રી: સ્વ-અનુભવથી કરવાનું, પણ સ્વ-અનુભવથી કરતા નથી. આ ચડસાચડસીથી કરે છે, હરીફાઈથી કરે છે. આણે ચાર કર્યા તો હું આઠ કરું. આ રેસકોર્સ ન હોય. ઉપવાસ એ રેસકોર્સની વસ્તુ ન હોય. સ્વશક્તિ પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે કરવા પણ રેસકોર્સ ના હોવી જોઈએ.

સંદર્ભ : દાદાવાણી Magazine March 2009 (Page #7)

દેવોને પણ દુઃખ ? !

દેવલોકોને બાળપણ નહીં, માના પેટે જન્મવાનું નહીં. એ બધાં દુઃખો નહીં, બાળપણનાં ય દુઃખો નહીં. એમને સંડાસ જવાનું નહીં. એમને તો વૈરાગ્ય આવે એવાં સાધનો જ નહીં. એમને તો જન્મતાંની સાથે જુવાની ને મરવાનું પણ જુવાનીમાં જ. તો પછી એમને કયા દુઃખો હશે ? દેવલોકોમાં સ્પર્ધાનાં બહુ દુઃખો છે. આના કરતાં આ મોટો ને આના કરતાં આ મોટો ! એમ સ્પર્ધાથી રાગદ્વેષ થાય. એનું બહુ દુઃખ લાગ્યા કરે તેમને, એથી તો એમને પણ 'જ્ઞાની પુરુષ' કયારે મળે એવી ઇચ્છા થાય ! પણ એમનું મૃત્યુ અધવચ્ચે થાય નહીં, અધવચ્ચે આયુષ્ય તૂટે નહીં. એમને ત્યાં ઇંદ્રિય સુખો ભરપટ્ટે છે, છતાં ય, ત્યાં એમને જેલ જેવું લાગે છે ! ત્યાં ય અજંપા કઢાપાનાં દુઃખો છે.

સંદર્ભ : Book Name: આપ્તવાણી-૨ (Page #29 - Paragraph #4, Page #30 - Paragraph #1)

હરીફાઈ ના હોય અહીં !

Competition

અને હરીફમાં એ બોલવાની જરૂર નહીં. આ હરીફની લાઈનવાળું નથી કે અહીં બોલી બોલ્યા કે આ આમને ઘી આટલું બોલ્યા ને આ આટલું બોલ્યા ! વીતરાગોને ત્યાં આવી હરીફાઈ હોય નહીં. પણ આ તો દુષમકાળમાં પેસી ગયું. દુષમકાળનાં લક્ષણો બધાં. હરીફાઈ કરવી એ તો ભયંકર રોગ છે. માણસ ચડસે ચઢે. આપણે ત્યાં કોઈ એવું લક્ષણ ના હોય. અહીં પૈસાની માગણી ના હોય.

સંદર્ભ : Book Name: દાન (Page #56 - Paragraph #4)

Related Questions
  1. પૈસા માટે સ્પર્ધામાં ઉતરવું લાભદાયી છે? શું પૈસા માટેની સ્પર્ધા નકામી છે?
  2. ધંધાની સ્પર્ધામાં થતી પૈસાની ચિંતા કે નુકશાનના ભયને કેવી રીતે દૂર કરાય?
  3. કોઇ મને હરાવવા માટે આવે ત્યારે કેવી રીતે જીતાય? જીતવા માટે શ્રેષ્ઠ માર્ગ કયો છે?
  4. જયારે મને સફળતા મળતી હોય અને લોકો મને નીચે પાડવા પ્રયત્ન કરે ત્યારે શું કરવું? ઈર્ષાળુ લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
  5. સ્પર્ધાની શું ખરાબ અસરો છે? શું તમે સ્પર્ધાથી વસ્તુઓની ખરીદી કરો છો? શું સામાજિક સ્પર્ધા સારી છે?
  6. સ્પર્ધામાં ઉતરવું યોગ્ય છે? કેમ તમારે સ્પર્ધા ના કરવી જોઈએ?
  7. ધર્મમાં સ્પર્ધાની શું અસરો હોય છે? શું ધાર્મિક સ્પર્ધા અથવા ધાર્મિક સાંપ્રદાયિક્તા યોગ્ય છે?
  8. ગુરુતમ બનવાની સ્પર્ધામાંથી કેવી રીતે બહાર નીકળવું? શા માટે નમ્ર કે વિનમ્ર (લઘુતમ) રહેવું જોઈએ?
  9. કેવી રીતે સ્પર્ધા ટીકામાં પરિણામે છે? તમે અન્ય લોકોની ટીકા કરો ત્યારે શું થાય છે?
  10. આ વિશ્વમાં એવી કોઈ પણ જગ્યા છે કે જ્યાં સ્પર્ધા ના હોય?
×
Share on