Related Questions

તાંતો એટલે શું?

ક્રોધમાં તાંતો હોય તેને જ ક્રોધ કહેવાય. દા.ત. ધણી-ધણીયાણી રાત્રે ખૂબ ઝઘડ્યા, ક્રોધ જબરજસ્ત ભભૂકી ઊઠ્યો, આખી રાત બેઉ જાગતાં પડ્યાં રહ્યાં. સવારે બૈરીએ ચાનો પ્યાલો સહેજ પછાડીને મૂક્યો. તે ભાઈ સમજી જાય કે હજી તાંતો છે ! આનું નામ ક્રોધ. પછી તાંતો ગમે તેટલા વખતનો હોય ! અરે, કેટલાકને આખી જિંદગીનો હોય ! બાપ બેટાનું મોઢું ના જુએ અને બેટો બાપનું મોઢું ના જુએ ! ક્રોધનો તાંતો તો બગડી ગયેલા મોઢા ઉપરથી જ જણાઈ જાય.

તાંતો એ એવી વસ્તુ છે કે પંદર વર્ષ પહેલાં મારું અપમાન કર્યું હોત તો, તે પંદર વર્ષ સુધી મને ભેગો ના થયો હોય, એ માણસ મને આજે ભેગો થાયને, પણ મને ભેગો થતાની સાથે જ મને બધું યાદ આવી જાય એ તાંતો. બાકી, તાંતો કોઈનો જાય નહીં. મોટા મોટા સાધુ મહારાજો ય તાંતાવાળા, રાતે જો તમે કંઈ સળી કરી હોયને તો પંદર-પંદર દહાડા સુધી બોલે નહીં. એ તાંતો !

×
Share on
Copy