Related Questions

આપણાથી ક્રોધ થઈ જાય તો કેવી રીતે સુધારવું?

પ્રશ્નકર્તા : આપણાથી ક્રોધ થઈ જાય ને ગાળ બોલાઈ જાય, તો કેવી રીતે સુધારવું ?

દાદાશ્રી : એવું છે ને કે આ જે ક્રોધ કરે છે, ગાળ બોલે છે, એ કંટ્રોલ નથી પોતાની જાત ઉપર એટલે આ બધું થાય છે. કંટ્રોલ રાખવા માટે પહેલા કંઈક સમજવું જોઈએ. કો'ક ક્રોધ કરે આપણી ઉપર, તો આપણને સહન થાય છે કે નહીં, એ જોવું જોઈએ. પોતે ક્રોધ કરીએ, તે પહેલાં આપણી ઉપર કોઈ કરે એવું, તો આપણને સહન થાય, ગમે કે ના ગમે ? આપણને જેટલું ગમે એટલું જ બીજા જોડે વર્તન કરવું.

એ તને ગાળ ભાંડે અને તને વાંધો ના આવતો હોય, ડીપ્રેશન ના આવતું હોય તો તમારે કરવાનું, નહીં તો બંધ જ કરી દેવાનું. ગાળો ભંડાય જ નહીં આ તો. આ તો એક જાતની પાશવતા છે. અન્ડરડેવલપ્ડ પીપલ્સ, પાશવતા એક જાતની, અનકલ્ચર્ડ !

×
Share on
Copy