Related Questions

હું ક્રોધ કરી કરીને થાકી ગયો છું. હું કેવી રીતે ક્રોધમાંથી મુક્ત થઈ શકું?

લોકો કહે છે, આ મારા ક્રોધની દવા શું કરવી ? મેં કહ્યું, તમે અત્યારે શું કરો છો ? ત્યારે કહે, ક્રોધને દબાવ દબાવ કરીએ છીએ. મેં કહ્યું, ઓળખીને દબાવો છો કે વગર ઓળખ્યે ? ક્રોધને ઓળખવો તો પડશે ને ? ક્રોધ ને શાંતિ બે જોડે જોડે બેઠેલા હોય છે. હવે આપણે ક્રોધને ના ઓળખીએ તો શાંતિને દબાવી દે તો શાંતિ મરી જાય ઊલટી ! એટલે દબાવવા જેવી ચીજ નથી, મૂઆ. ત્યારે એને સમજ પડી કે ક્રોધ એ અહંકાર છે. ત્યારે કેવા પ્રકારનાં અહંકારથી ક્રોધ થાય છે ? તેની તપાસ કરવી જોઈએ.

આ છોકરાએ પ્યાલો ફોડ્યો તો ક્રોધ થઈ ગયો, ત્યારે આપણે અહંકાર કેવો છે, આ પ્યાલામાં ખોટ જશે એવો અહંકાર છે. નફા-નુકસાનનો અહંકાર છે આપણને. એટલે નફા-નુકસાનના અહંકારને, એને વિચારીને નિર્મૂળ કરો જરા, ખોટા અહંકારને સંઘરી રાખીને ક્રોધ થયા કરે. ક્રોધ છે, લોભ છે, તે તો ખરેખરા મૂળમાં બધા અહંકાર જ છે.

×
Share on
Copy