અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
પ્રશ્નકર્તા : કેટલાક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તો ય તે સમજતા નથી.
દાદાશ્રી : એ ના સમજતા હોય તો એમાં આપણી જ ભૂલ છે કે એ સમજણવાળો કેમ ના મલ્યો આપણને ! આમનો સંયોગ આપણને જ કેમ બાઝયો ? જે જે વખતે આપણને કંઇ પણ ભોગવવું પડે છે તે ભોગવવાનું આપણી જ ભૂલનું પરિણામ છે.
પ્રશ્નકર્તા : તો આપણે એમ સમજવાનું કે મારાં કર્મો એવા છે ?
દાદાશ્રી : ચોક્કસ. આપણી ભૂલ સિવાય આપણને ભોગવવાનું હોય નહીં. આ જગતમાં એવું કોઇ નથી કે જે આપણને સહેજ પણ કિંચિત્માત્ર દુઃખ આપે અને જો કોઈ દુઃખ આપનાર છે તો તે આપણી જ ભૂલ છે. તત્ત્વનો દોષ નથી, એ તો નિમિત્ત છે. માટે ભોગવે તેની ભૂલ.
કોઇ સ્ત્રી ને પુરુષ બે જણ ખૂબ ઝઘડતા હોય અને પછી આપણે બેઉ સૂઇ ગયા પછી છાનામાના જોવા જઇએ તો પેલી બહેન તો ઘસઘસાટ ઊંઘતી હોય અને ભઇ આમ આમ પાસાં ફેરવતા હોય તો આપણે સમજવું કે આ ભઇની જ ભૂલ છે બધી, આ બહેન ભોગવતી નથી. જેની ભૂલ હોય તે ભોગવે. અને તે ઘડીએ જો ભઇ ઊંઘતા હોય ને બહેન જાગ્યા કરતાં હોય તો જાણવું કે બહેનની ભૂલ છે. 'ભોગવે તેની ભૂલ.'
આ વિજ્ઞાન બહુ ભારે 'સાયન્સ' છે. હું કહું છું તે બહુ ઝીણું સાયન્સ છે. જગત આખું નિમિત્તને જ બચકાં ભરે છે.
A. દુઃખ કોને કહેવાય ? આ શરીરને ભૂખ લાગે ત્યાર પછી ખાવાનું આઠ કલાક-બાર કલાકમાં ના મળે ત્યારે દુઃખ ગણાય. તરસ લાગ્યા પછી બે-ત્રણ કલાકમાં પાણી ના મળે તો એ દુઃખ...Read More
Q. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
A. પ્રશ્નકર્તા : દાદા, ઘરમાં છોકરાં-છોકરીઓ ગાંઠતાં નથી, હું ખૂબ વઢું છું તો ય કઇ અસર થતી નથી. દાદાશ્રી : આ રેલવેનાં પાર્સલ પર લેબલ મારેલું તમે જોયું છે ?...Read More
Q. આપણા શબ્દો બાળકોને દુઃખી કરે છે....તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?
A. આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકે ય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે, અને દરેકના એવા જ હોય. એટલે બોલવાનું ઓછું કરી નાખવું સારું. કોઇને કશું...Read More
Q. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
A. પ્રશ્નકર્તા : સુધરેલાની વ્યાખ્યા ? દાદાશ્રી : સામા માણસને તમે વઢો તો ય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો આપો તો ય એને તમારામાં પ્રેમ દેખાય કે ઓહોહો ! મારા...Read More
Q. સામો માણસ સામેથી ઝઘડવા માટે જ આવે તો મારે શું કરવું જોઈએ?
A. પ્રશ્નકર્તા : આપણે ક્લેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું ? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો ક્લેશ કરે, તો ત્યાં તો ક્લેશ થાય જ ને? દાદાશ્રી : આ...Read More
Q. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં મતભેદ નો છેલ્લો ઉપાય શો છે?
A. આ રોટલા ને શાક માટે શાદી કરવાની. ધણી જાણે કે હું કમાઇ લાવું, પણ આ ખાવાનું કરી કોણ આપે ? બાઇ જાણે કે હું રોટલા બનાવું ખરી, પણ કમાવી કોણ આપે? એમ કરીને બેઉ...Read More
Q. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?
A. જેને 'એડજસ્ટ' થવાની કળા આવડી એ દુનિયામાથી મોક્ષ તરફ વળ્યો. 'એડજસ્ટમેન્ટ' થયું એનું નામ જ્ઞાન. જે 'એડજસ્ટમેન્ટ' શીખી ગયો તે તરી ગયો. ભોગવવાનું છે તે તો...Read More
Q. હું વિરોધી વિચારશ્રેણી વાળા પતિ અથવા પત્ની સાથે વ્યવહાર કેવી રીતે કરું?
A. અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી 'વાઇફ'ની જોડે વહેવાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે. પણ ફરી બોલવાનું છે તો પછી વચ્ચેની બધી જ ભાષા ખોટી છે. અમારે આ...Read More
Q. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્વ છે?
A. પ્રશ્નકર્તા : સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર હોય તો એનું શું કરવું ? દાદાશ્રી : પરિણામ ગમે તે આવે,...Read More
Q. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
A. દાદાશ્રી : આ ધંધો શેને માટે કરો છો ? પ્રશ્નકર્તા : પૈસા કમાવવા. દાદાશ્રી : પૈસા શેને માટે ? પ્રશ્નકર્તા : એની ખબર નથી. દાદાશ્રી : આ કોના જેવી વાત...Read More
Q. આદર્શ ધંધો કોને કહેવાય? અને તેની મર્યાદા શું છે?
A. ધંધો કયો સારો કે જેમાં હિંસા ના સમાતી હોય, કોઇને આપણા ધંધાથી દુઃખ ના થાય. આ તો દાણાવાળાનો ધંધો હોય તે શેરમાંથી થોડું કાઢી લે. આજકાલ તો ભેળસેળ કરવાનું...Read More
Q. ધંધાના જોખમોથી ચેતો, પરંતુ નિર્ભય રહીને.
A. દરેક ધંધા ઉદય-અસ્તવાળા હોય છે. મચ્છર ખૂબ હોય તો ય આખી રાત ઊંઘવા ના દે અને બે હોય તો ય આખી રાત ઊંઘવા ના દે ! એટલે આપણે કહેવું. 'હે મચ્છરમય દુનિયા ! બે જ...Read More
Q. આજકાલ જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરવા જાય તો, તેને ખોટ જાય એવું શા માટે?
A. પ્રશ્નકર્તા : આજકાલ પ્રામાણિકપણે ધંધો કરવા જાય તો વધારે મુશ્કેલી આવે, એ કેમ એમ? દાદાશ્રી : પ્રામાણિકપણે કામ કર્યુ તો એક જ મુશ્કેલી આવે, પણ અપ્રામાણિકપણે...Read More
Q. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
A. દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય બગડવાનું છે. વધારે ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યને અવરોધક છે. ચિંતાથી તો ધંધાને મોત...Read More
Q. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?
A. ઘરાકીના પણ નિયમ છે ! પ્રશ્નકર્તા : દુકાનમાં ઘરાક આવે એટલા માટે હું દુકાન વહેલી ખોલું ને મોડી બંધ કરું છું, તે બરાબર છે ને ? દાદાશ્રી : તમે ઘરાકને...Read More
Q. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
A. મુંબઇમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછયું કે, 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને ?' ત્યારે એ બેન કહે, 'રોજ સવારમાં ક્લેશના નાસ્તા જ હોય છે !' મેં...Read More
Q. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
A. પ્રશ્નકર્તા : ધંધામાં બહુ ખોટ ગઇ છે તો શું કરું ? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું ? દેવું ખૂબ થઇ ગયું છે. દાદાશ્રી : બજારની ખોટ કંઇ કરિયાણાની દુકાન કાઢયે...Read More
Q. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
A. આ તો સત્તાવાળો હાથ નીચેનાને કચડ કચડ કરે છે. જે સત્તાનો દુરૂપયોગ કરે છે તે સત્તા જાય ને ઉપરથી માનવ અવતાર ન આવે. એક undefinedકલાક જ જો આપણી સત્તામાં આવેલા...Read More
Q. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
A. પ્રશ્નકર્તા : દાદા, શેઠ મારાથી બહુ કામ લે છે ને પગાર થોડો આપે છે ને ઉપરથી ટૈડકાવે છે. દાદાશ્રી : આ તો હિન્દુસ્તાનના શેઠિયા તે વહુને હઉ છેતરે. પણ છેવટે...Read More
subscribe your email for our latest news and events