Related Questions

મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્વ છે?

પ્રશ્નકર્તા : સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર હોય તો એનું શું કરવું ? 

દાદાશ્રી : પરિણામ ગમે તે આવે, આપણે તો 'સામાનું સમાધાન કરવું છે' એટલું નક્કી રાખવું. 'સમભાવે નિકાલ' કરવાનું નક્કી કરો, પછી નિકાલ થાય કે ના થાય તે પહેલેથી જોવાનું નહીં. અને નિકાલ થશે ! આજે નહીં તો બીજે દહાડે થશે, ત્રીજે દહાડે થશે. ચીકણું હોય તો બે વર્ષે, ત્રણ વર્ષે કે પાંચ વર્ષે ય થશે. વાઇફના ઋણાનુબંધ બહુ ચીકણાં હોય, છોકરાંઓના ચીકણાં હોય, માબાપના ચીકણાં હોય ત્યાં જરાક વધુ સમય લાગે. આ બધા આપણી જોડે ને જોડે જ હોય, ત્યાં નિકાલ ધીમે ધીમે થાય. પણ આપણે નક્કી કર્યું છે કે જ્યારે ત્યારે 'આપણે સમભાવે નિકાલ કરવો છે' એટલે એક દહાડો એ નિકાલ થઇ રહેશે, એનો અંત આવશે. જ્યાં ચીકણા ઋણાનુબંધ હોય ત્યાં બહુ જાગૃતિ રાખવી પડે, આવડો અમથો સાપ હોય પણ ચેતતા ને ચેતતા રહેવું પડે. અને બેફામ રહીએ, અજાગ્રત રહીએ તો સમાધાન થાય નહીં. સામી વ્યક્તિ બોલી જાય ને આપણે પણ બોલી જઇએ, બોલી જવાનોય વાંધો નથી, પણ બોલી જવાની પાછળ આપણે 'સમભાવે નિકાલ' કરવો છે એવો નિશ્ચય રહેલો છે, તેથી દ્વેષ રહેતો નથી. બોલી જવું એ પુદ્ગલનું છે અને દ્વેષ રહેવો, એની પાછળ પોતાનો ટેકો રહે છે. માટે આપણે તો 'સમભાવે નિકાલ' કરવો છે એમ નક્કી કરી કામ કર્યે જાવ, હિસાબ ચૂકતે થઇ જ જશે. ને આજે માંગનારને ના અપાયું તો કાલે અપાશે, હોળી પર અપાશે, નહીં તો દિવાળી પર અપાશે. પણ માંગનારો લઇ જ જશે. 

આ જગત ચૂકતે કર્યા પછી નનામીમાં જાય છે. આ ભવના તો ચૂકતે કરી નાખે છે જ ગમે તે રસ્તે, પછી નવાં બાંધ્યાં તે જુદાં. હવે આપણે નવા બાંધીએ નહીં ને જૂનાં આ ભવમાં ચૂકતે થઇ જ જવાનાં. બધો હિસાબ ચૂકતે થયો એટલે ભઇ ચાલ્યા નનામી લઇને ! જ્યાં કંઇ પણ ચોપડામાં બાકી રહ્યું હોય ત્યાં થોડા દહાડા વધારે રહેવું પડે. આ ભવનું આ દેહના આધારે બધું ચૂકતે જ થઇ જાય. પછી અહીં જેટલી ગૂંચો પાડી હોય તે જોડે લઇ જાય ને ફરી પાછો નવો હિસાબ શરૂ થાય.   

Related Questions
 1. દુઃખ ખરેખર શું છે?
 2. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
 3. આપણા શબ્દો બાળકોને દુઃખી કરે છે....તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?
 4. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
 5. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?
 6. સામો માણસ સામેથી ઝઘડવા માટે જ આવે તો મારે શું કરવું જોઈએ?
 7. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં મતભેદ નો છેલ્લો ઉપાય શો છે?
 8. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?
 9. હું વિરોધી વિચારશ્રેણી વાળા પતિ અથવા પત્ની સાથે વ્યવહાર કેવી રીતે કરું?
 10. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્વ છે?
 11. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
 12. આદર્શ ધંધો કોને કહેવાય? અને તેની મર્યાદા શું છે?
 13. ધંધાના જોખમોથી ચેતો, પરંતુ નિર્ભય રહીને.
 14. આજકાલ જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરવા જાય તો, તેને ખોટ જાય એવું શા માટે?
 15. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
 16. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?
 17. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
 18. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
 19. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
 20. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
×
Share on