Related Questions

સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં મતભેદ નો છેલ્લો ઉપાય શો છે?

આ રોટલા ને શાક માટે શાદી કરવાની. ધણી જાણે કે હું કમાઇ લાવું, પણ આ ખાવાનું કરી કોણ આપે ? બાઇ જાણે કે હું રોટલા બનાવું ખરી, પણ કમાવી કોણ આપે? એમ કરીને બેઉ પરણ્યાં, ને સહકારી મંડળી કાઢી. પછી છોકરાં ય થવાનાં. એક દૂધીનું બી વાવ્યુ, પછી દૂધિયાં બેસ્યા કરે કે ના બેસ્યા કરે ? વેલાને પાંદડે પાંદડે દૂધિયાં બેસે, એવું આ માણસો પણ દૂધિયાંની પેઠ બેસ્યા કરે છે. દૂધી એમ નથી બોલતી કે મારાં દૂધિયાં છે. આ મનુષ્યો એકલા જ બોલે કે આ મારાં દૂધિયાં છે. આ બુદ્ધિનો દુરુપયોગ કર્યો, બુદ્ધિ ઉપર નિર્ભર રહી તેથી મનુષ્ય જાતિ નિરાશ્રિત કહેવાઇ. બીજા કોઇ જીવ બુદ્ધિ પર નિર્ભર નથી. એટલે એ બધાં આશ્રિત કહેવાય, આશ્રિતને દુઃખ ના હોય. આમને જ દુઃખ બધું હોય ! 

આ વિકલ્પી સુખો માટે ભટક ભટક કરે છે, પણ બૈરી સામી થાય ત્યારે એ સુખની ખબર પડે કે આ સંસાર ભોગવવા જેવો નથી. પણ આ તો તરત જ મૂર્છિત થઇ જાય ! મોહનો આટલો બધો માર ખાય છે, તેનું ભાન પણ રહેતું નથી. 

બીબી રીસાયેલી હોય ત્યાં સુધી 'યા અલ્લાહ પરવર દિગાર' કરે અને બીબી બોલવા આવી એટલે મિયાંભાઇ તૈયાર ! પછી અલ્લાહ ને બીજું બધું બાજુએ રહે ! કેટલી મૂંઝવણ !! એમ કાંઇ દુઃખ મટી જવાનાં છે ? ઘડીવાર તું અલ્લાહ પાસે જાય તો કંઇ દુઃખ મટી જાય ? જેટલો વખત ત્યાં રહું એટલો વખત મહીં સળગતું બંધ થઇ જાય જરા, પણ પછી પાછી કાયમની સગડી સળગ્યા જ કરવાની. નિરંતર પ્રગટ અગ્નિ કહેવાય, ઘડીવાર પણ શાતા ના હોય ! જ્યાં સુધી શુદ્ધાત્મા સ્વરૂપ પ્રાપ્ત ના થાય, પોતાની દ્રષ્ટિમાં 'હું શુદ્ધ સ્વરૂપ છું.' એવું ભાન ના થાય ત્યાં સુધી સગડી સળગ્યા જ કરવાની. લગ્નમાં પણ દીકરી પરણાવતા હોય તો ય મહીં સળગ્યા કરતું હોય ! નિરંતર બળાપો રહે ! સંસાર એટલે શું ? જંજાળ. આ દેહ વળગ્યો છે તે ય જંજાળ છે ! જંજાળનો તે વળી શોખ હોતો હશે ? આનો શોખ લાગે છે એ ય અજાયબી છે ને ! માછલાંની જાળ જુદી ને આ જાળ જુદી ! માછલાંની જાળમાંથી કાપી કરીને નીકળાય પણ ખરું, પણ આમાંથી નીકળાય જ નહીં. ઠેઠ નનામી નીકળે ત્યારે નીકળાય !

Related Questions
 1. દુઃખ ખરેખર શું છે?
 2. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
 3. આપણા શબ્દો બાળકોને દુઃખી કરે છે....તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?
 4. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
 5. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?
 6. સામો માણસ સામેથી ઝઘડવા માટે જ આવે તો મારે શું કરવું જોઈએ?
 7. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં મતભેદ નો છેલ્લો ઉપાય શો છે?
 8. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?
 9. હું વિરોધી વિચારશ્રેણી વાળા પતિ અથવા પત્ની સાથે વ્યવહાર કેવી રીતે કરું?
 10. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્વ છે?
 11. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
 12. આદર્શ ધંધો કોને કહેવાય? અને તેની મર્યાદા શું છે?
 13. ધંધાના જોખમોથી ચેતો, પરંતુ નિર્ભય રહીને.
 14. આજકાલ જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરવા જાય તો, તેને ખોટ જાય એવું શા માટે?
 15. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
 16. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?
 17. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
 18. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
 19. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
 20. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
×
Share on