Related Questions

મૃત્યુ સમયની પ્રાર્થના.

અંતિમ સમયની પ્રાર્થના !

હે દાદા ભગવાન, હે શ્રી સીમંધર સ્વામી પ્રભુ, હું મન-વચન-કાયા  તથા  ના નામની સર્વમાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ આપ પ્રગટ પરમાત્મ સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું.

હે દાદા ભગવાન, હે શ્રી સીમંધર સ્વામી પ્રભુ, હું આપનું અનન્ય શરણું લઉં છું. મને આપનું અનન્ય શરણું હોજો. છેલ્લી ઘડીએ હાજર રહેજો. મને આંગળી ઝાલીને મોક્ષે લઈ જજો. ઠેઠ સુધીનો સંગાથ કરજો.

હે પ્રભુ, મને મોક્ષ સિવાય આ જગતની બીજી કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી. મારો આવતો ભવ આપના ચરણમાં ને શરણમાં જ હોજો.

'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો'  બોલ્યા કરવું.

( અંતિમ સમય જેનો આવી ગયો તેવી વ્યક્તિ, પોતાનું નામ લે.)

( આ પ્રમાણે તે વ્યક્તિએ વારંવાર બોલવું અથવા કોઈએ એ વ્યક્તિ પાસે વારંવાર બોલાવવું.)

×
Share on
Copy