Related Questions

બાળકો શા માટે પપ્પા કરતાં મમ્મીનો પક્ષ વધારે લે છે?

પ્રશ્નકર્તા : સાત્વિક ચીડ અગર તો સાત્વિક ક્રોધ સારો કે નહીં ? 

દાદાશ્રી : એને લોકો શું કહે ? આ છોકરાંઓ પણ એને શું કહે કે, 'આ તો ચીડિયા જ છે !' ચીડ એ મૂર્ખાઈ છે, ફૂલિશનેસ છે ! ચીડને નબળાઈ કહેવાય. છોકરાંઓને આપણે પૂછીએ કે, 'તારા પપ્પાજીને કેમનું છે ?' ત્યારે એ ય કહે કે, 'એ તો બહુ ચીડિયા છે !' બોલો, હવે આબરૂ વધી કે ઘટી ? આ વિકનેસ ના હોવી જોઈએ. એટલે સાત્વિકતા હોય, ત્યાં વિકનેસ ના હોય. 

ઘરમાં નાનાં છોકરાંઓને પૂછીએ કે, 'તારા ઘરમાં પહેલો નંબર કોનો ?' ત્યારે છોકરાંઓ શોધખોળ કરે કે મારી બા ચિડાતી નથી, એટલે સારામાં સારી એ, પહેલો નંબર એનો. પછી બીજો, ત્રીજો આમ કરતાં કરતાં પપ્પાનો નંબર છેલ્લો આવતો હોય !!! શાથી ? કારણ કે એ ચિઢાય છે. ચિઢિયા છે તેથી. હું કહું કે, 'પપ્પા પૈસા લાવીને વાપરે છે તો ય તેમનો છેલ્લો નંબર ?' ત્યારે એ 'હા' કહે. બોલો હવે, મહેનત-મજૂરી કરીએ, ખવડાવીએ, પૈસા લાવીને આપીએ, તો ય પાછો છેલ્લો નંબર આપણો જ આવેને ?

×
Share on