Related Questions

ટૈડકાવો પણ ડ્રામેટિક.

એક બેન્કનો મેનેજર કહે છે કે દાદાજી, હું તો કોઈ દહાદોય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરેય બોલ્યો નથી. ગમે તેવી ભૂલો કરે, ગમે તે કરતાં હોય તો પણ મારે બોલવાનું નહીં. એ એમ સમજયો કે દાદાજી, મને એવી પાઘડી પહેરાવી દેશે, સરસ ! એ શું આશા રાખતો હતો, સમજાયું ને? અને મને એની પર ખૂબ રીસ ચઢી કે તમને કોણે બેન્કના મેનેજર બનાવ્યા તે આ? તમેને છોડી-છોકરાં સાચવતા નથી આવડતાં ણે વહુ સાચવતાં નથી આવડતી! તે એ તો ગભરાઈ ગયો બિચારો. મેં તેમને કહ્યું, 'તમે છેલ્લામાં છેલ્લા પ્રકારના નાકમા માણસ છો. આ દુનિયામાં કશા કામના તમે નથી.' પેલો માણસ મનમાં સમજે કે હું

આવું કહીશ એટલે આ 'દાદા' માને મોટું ઇનામ આપી દેશે. મેર ગાંડિયા, આનું ઇનામ હોતું હશે? છોકરો ઊંધું કરતો હોય, ત્યારે એને આપણે 'કેમ આવું કર્યું? હવે આવું નહી કરવાનું.' એમ નાટકીય બોલવાનું. નહીં તો બાબો એમ જ જાણે કે આપણે જે કંઈ કરીએ છીએ તે 'કરેક્ટ'(સાચું) જ છે. કારણ કે બાપાએ 'એક્સેપ્ટ' (સ્વીકાર) કર્યું છે. આ ના બોલ્યા, તેથી તો ઘરનાં ફાટી ગયા છે.

બોલવાનું બધું પણ નાટકીય ! છોકરાઓને રાત્રે બેસાડી સમજાવીએ, વાતચીત કરીએ. ઘરનાં બધા ખૂણામાં પૂંજો તો વાળવો પડશે ને? છોકરાઓને જરાક હલાવવાની(સચેટ કરવાની) જ જરૂર હોય છે આમ સંસ્કાર તો હોય છે, પણ હલાવવું પડે.તેમને હલાવવામાં કશો ગુનો છે?

દરેકમાં 'નોર્મલિટી લાવી નાખો. એક આંખમાં પ્રેમ ને એમ આંખમાં કડકાઈ રાખવી. કડકાઈથી સામાને બહુ નુકસાન નથી થતું, ક્રોધ કરવાથી બહુ નુકશાન થાય છે. કડકાઈ એટલે ક્રોધ નહીં, પણ ફૂંફાડો. અમે પણ ધંધા પર જઈએ એટલે ફૂંફાડો મારીએ, 'કેમ આમ કરો છો? કેમ કામ નથી કરતાં?' વ્યવહારમાં જે જગ્યાએ જે ભાવની જરૂર હોય, ત્યાં તે ભાવ ઉત્પન્ન ના થાય તો ઈ વ્યવહાર બગાડ્યો કહેવાય. 

×
Share on