Related Questions

જગતનો ક્રીયેટર(બનાવનાર) કોણ છે? ‘કર્તા’ કોણ છે?

ફેક્ટ વસ્તુ નહીં જાણવાથી જ આ બધું ગૂંચાયું છે. હવે આપને જે જાણેલું છે તે જાણવું છે કે જે જાણ્યું નથી તે જાણવું છે  ?

જગત શું છે ? કેવી રીતે બન્યું ? કોણ બનાવનાર ? આપણને આ જગત સાથે શું લેવાદેવા ? આપણી સાથે આપણા સંબંધીઓને શું લેવાદેવા ? શેના આધારે બીઝનેસ ? હું કરું છું કે કર્તા બીજો કોઈ છે ? આ બધું જાણવાની જરૂર તો ખરી જ ને ?

પ્રશ્નકર્તા : હા જી.

દાદાશ્રી : એટલે આમાં શરૂઆતમાં શું જાણવું છે, એની પહેલાં વાતચીત કરીએ. જગત કોણે બનાવ્યું હોય એવું તમને લાગે છે ? કોણે બનાવ્યું હશે આવું ગૂંચવાડાવાળું જગત ? તમારો મત શું છે ?

પ્રશ્નકર્તા : ઈશ્વરે જ બનાવ્યું હશે.

દાદાશ્રી : તો તો પછી આખા જગતને ચિંતામાં શું કરવા રાખ્યું છે ? ચિંતાની બહારની અવસ્થા જ નથી.

પ્રશ્નકર્તા : બધા ચિંતા કરે જ છે ને ?

દાદાશ્રી : હા, પણ તેણે આ જગત બનાવ્યું, તો ચિંતાવાળું શું કરવા બનાવ્યું ? એને પકડી મંગાવો, સી.બી.આઈવાળાને મોકલીને ! પણ ભગવાન ગુનેગાર છે જ નહીં ! આ તો લોકોએ એને ગુનેગાર બનાવ્યો.

વાસ્તવમાં તો ગોડ ઈઝ નોટ ક્રીયેટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઑલ. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. એટલે આ તો બધી કુદરતી રચના છે. એને ગુજરાતીમાં હું 'વ્યવસ્થિત શક્તિ' કહું છું. આ તો બહુ ઝીણી વાત છે.

પ્રશ્નકર્તા : આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એ ના સમજાયું.

દાદાશ્રી : આ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (વૈજ્ઞાનિક સંયોગી પુરાવાઓ)ના આધારે છે. જગતમાં એક પણ પરમાણુ  ચેન્જ થઈ શકે એમ નથી. અત્યારે તમે જમવા બેસોને, તો તમને ખબર નથી હું શું ખાવાનો છું ? બનાવનારને ખબર નથી કે કાલે જમવામાં શું કરવાનું છે ? આ શી રીતે બની જાય છે, એય અજાયબી છે. કેટલું તમારાથી ખવાશે ને કેટલું નહીં ખવાય એ બધું પરમાણુ માત્ર ગોઠવાયેલું છે.

તમે આજે મને ભેગા થયા ને, એ શાના આધારે થયા ? ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. અતિ અતિ ગુહ્ય કારણો છે. એ કારણ શોધી કાઢો. 

×
Share on
Copy