Related Questions

સાચા પ્રેમ અને ઈમોશન (લાગણી) વચ્ચે શું તફાવત છે?

પ્રશ્નકર્તા : આ પ્રેમ સ્વરૂપ જે છે એ પણ કહેવાય છે કે હૃદયમાંથી આવે છે અને ઈમોશનલપણું પણ હૃદયમાંથી જ આવે છે ને ?

દાદાશ્રી : ના, એ પ્રેમ ન હોય. પ્રેમ તો શુદ્ધ પ્રેમ હોવો જોઈએ. આ ટ્રેનમાં બધા માણસો બેઠાં છે અને ટ્રેન ઈમોશનલ થાય તો શું થાય ?

પ્રશ્નકર્તા : ગરબડ થઈ જાય. એક્સિડન્ટ થઈ જાય.

દાદાશ્રી : લોક મરી જાય. એવી રીતે આ માણસ ઈમોશનલ થાય છે ત્યારે મહીં એટલી બધી જીવાત મરી જાય છે અને એની જવાબદારી પોતાને માથે આવે છે. અનેક જાતની આવી જવાબદારીઓ આવે છે, ઈમોશનલ થઈ જવાથી ?

પ્રશ્નકર્તા : 'ઈમોશન' વગરનો માણસ પથ્થર જેવો ના થઈ જાય ?

દાદાશ્રી : હું 'ઈમોશન' વગરનો છું, તે પથ્થર જેવો લાગું છું ? બિલકુલ 'ઈમોશન' નથી મારામાં. ઈમોશનવાળો મિકેનિકલ થઈ જાય. પણ મોશનવાળો તો મિકેનિકલ થાય નહીં ને !

પ્રશ્નકર્તા : પણ જો પોતાનું 'સેલ્ફ રિયલાઈઝ' ના થયું હોય તો પછી આ 'ઈમોશન' વગરનો માણસ પથ્થર જેવો જ લાગે ને ?

દાદાશ્રી : એ હોય જ નહીં. એવું બને જ નહીં ને ! એવું કોઈ દહાડો બનતું જ નથી. નહીં તો પછી એને મેન્ટલમાં લઈ જાય છે. પણ એ મેન્ટલો ય બધા ઈમોશનલ જ હોય છે. આખું જગત જ ઈમોશનલ છે. 

×
Share on
Copy