દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત બદલાતા રહે છે અને વિનાશી છે. જ્યાં સુધી “આ દેહ હું છું” એવી માન્યતા છે ત્યાં સુધી જીવાત્મદશા કહેવાય છે. પોતે આત્મા છે તેનું જ્ઞાન નથી તે દશા માટે જીવાત્મા કે મૂઢાત્મા શબ્દ વપરાય છે. પછી જ્યારે પોતાને ભાન થાય છે કે, “હું આ દેહ નથી, નામધારી નથી, હું તો આત્મા છું.” અને “હું શું છું? કેવો આત્મા છું?” એનું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે પોતે જીવાત્મામાંથી અંતરાત્મામાં આવે છે. આત્મજ્ઞાન લાધ્યા પછી, મન-વચન-કાયાના તમામ કર્મો પૂરા થાય અને સંપૂર્ણ કેવળજ્ઞાન થાય, ત્યારે પોતાનો આત્મા જ પરમાત્મા કહેવાય છે. એ પછી જ મોક્ષે જવાય છે.

જીવાત્મા, મૂઢાત્મા, અંતરાત્મા અને પરમાત્મા આ બધા ઓળખવા માટેના વિશેષણો છે. ખરેખર તો આત્મા સંજ્ઞાથી ઓળખવાનો છે, પોતે અનુભવવાનો છે. એકવાર આત્માનો અનુભવ થાય પછી અંદરની બધી અજ્ઞાન માન્યતાઓ ખલાસ થઈ જાય છે.
લોકો એમ માને છે કે મારામાં ભગવાન પ્રગટ થયા એટલે બ્રહ્માંડના દર્શન થયા એમ કહેવાય. વાસ્તવિકતામાં એવું નથી હોતું. પહેલાં "હું કોણ છું" તેનું ભાન થાય અને આત્મા જ મારું સ્વરૂપ છે, એ જ ભગવાન છે એવું લક્ષ બેસે, પછી આત્માની જાગૃતિ વધે અને અનુભવના અંશ વધતા જાય. આત્માનો અનુભવ વધતાં વધતાં છેવટે જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે લોકાલોક પ્રકાશે! એટલે કે, કોઈ હૉલમાં અરીસો રાખ્યો હોય અને તેના ઉપર હોય, તો તે પડદા ખસે અને આખો હૉલ ઝળકે. એમ આત્મા ઉપરના આવરણો ખસવાથી તેમાં આખું બ્રહ્માંડ ઝળકે એવી સ્થિતિ ઉભી થાય.
માટે મૂળ વાત “આપણે પોતે કોણ છીએ” તેની ઓળખાણ પ્રાપ્ત કરવી તે છે. મૂળ ભગવાન આપણી અંદર જ, દરેક જીવમાત્રમાં બેઠા છે. પોતાની અંદર ભગવાન છે, પણ તેઓ અજ્ઞાનના આવરણથી ઢંકાયેલા છે. આવરણ તૂટે તો આત્માનો સ્વાદ આવે, ભગવાનનો સાક્ષાત્કાર થાય.
કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુનને ચોખ્ખું કહ્યું છે, “હે અર્જુન ! તું જેને કૃષ્ણ કહે છે, તે હું નથી. તું મને તત્ત્વસ્વરૂપે ઓળખ!” ખરેખર જેમને પારધીનું તીર વાગ્યું તે શરીર કૃષ્ણ ભગવાન નહોતા, પણ શરીરમાં બિરાજેલ અવિનાશી આત્મા એ ખરા કૃષ્ણ ભગવાન છે.
સહજાનંદ સ્વામીએ પણ ચોખ્ખું લખ્યું છે, “જો તારે આત્મા જાણવો હોય, મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો જ્ઞાની પાસે જજે.”
ભગવાન ક્યાંય દૂર નથી બેઠા, પણ આપણી અંદર જ રહેલા છે. જ્યારે આપણે પોતાના સાચા સ્વરૂપને ઓળખી લઈએ છીએ, ત્યારે સંસારના તમામ દુઃખો અને ઉપાધિઓનો અંત આવે છે અને કાયમી સુખનો અનુભવ થાય છે.
મનુષ્યનો ધ્યેય પોતાની અંદર બેઠેલા ભગવાનને ઓળખવાનો અને તે સ્વરૂપ થવાનો છે. એ ભગવાનની ઓળખાણ થશે, પછી મહીં કાયમ માટે સુખ અને શાંતિ થઈ જશે.
જેવો મારામાં આત્મા છે, તેવો જીવમાત્રમાં આત્મા ભગવાનરૂપે રહેલો છે, એમ અનુભવ થાય પછી કોઈ જીવની હિંસા કરવાનો કે કોઈને દુઃખ આપવાનો ભાવ ના થાય.
ઈશ્વરની પ્રાપ્તિ થાય એટલે પરમ આનંદ થયા વગર રહે નહીં. પરમાનંદ કલ્પનાની વસ્તુ નથી. આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પણ અંદર સમાધિ રહે, આકુળતા-વ્યાકુળતા થાય નહીં. અંદર સતત નિરાકૂળતાનો અનુભવ જ રહ્યા કરે.
આ આત્માનો અનુભવ કરવા માટે અનુભવી જ્ઞાની પાસે જવું પડે. જેમ આપણે પગથી માથા સુધી દોરડાથી બંધાયેલા હોઈએ. પછી કોઈ આપણને કહે કે બાજુમાં જ કાતર પડી છે, છરી પડી છે, બ્લેડ આપું છું, તું છૂટી જા. તો આપણે કયા સાધનથી છૂટી શકીએ? બધા સાધન નજર સામે હોય, કઈ રીતે વાપરવા, શેનાથી છૂટાય બધી ખબર હોય, પણ પોતે બંધાયેલો છે ત્યાં સુધી કઈ રીતે છૂટી શકે?
જો ત્યાંથી કોઈ છૂટેલા પસાર થાય અને આપણે એમને કહીએ કે મારું આ દોરડું કાપી આપો તો છૂટી શકાય. એટલે છૂટેલા હોય તે છોડાવી શકે. જ્ઞાની પુરુષ જે પોતાનો સંપૂર્ણ આત્મા અનુભવીને બેઠા છે, તેઓ આપણી અજ્ઞાન માન્યતાઓરૂપી દોરડું કાપીને આત્માનો અનુભવ કરાવી આપે. પછી ધીમે ધીમે તમામ અજ્ઞાન માન્યતાઓ દૂર થાય તેમ તેમ આપણે ભગવાન સ્વરૂપ થતા જઈએ.
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે?... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા પ્રશ્નો... Read More
Q. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
A. હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે છે.... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
A. દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં... Read More
A. ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય. લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા... Read More
Q. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
A. ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં... Read More
Q. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
A. સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે... Read More
subscribe your email for our latest news and events
