Related Questions

આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે કોઈ આ આત્મદશા સાધે છે કે નહીં?

sadhu

પ્રશ્નકર્તા: લોએ એટલે શું?

દાદાશ્રી: નમો લોએ સવ્વસાહૂણં. લોએ એટલે લોક. આ લોક સિવાય બીજું અલોક છે, ત્યાં કશું છે નહીં. એટલે લોકમાં સર્વ સાધુઓ છે, એને નમસ્કાર કરું છું.

પ્રશ્નકર્તા: આત્મદશા સાધે એટલે આત્માનો અનુભવ થાય?

દાદાશ્રી: એ આત્મદશા સાધે એટલે અનુભવ તરફ દોટ મૂકે, સાધના કરે. એટલે સાધનાનો શો અર્થ છે? ‘આતમ્ ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે!’ પણ આત્મભાવના એ એને લાધવી જોઈએ ને! અમે અહીં જે આ જ્ઞાન આપીએ છીએ ને એ આત્મદશા જ સાધે છે એ અને સાધ્યા પછી એને આગળ પછી દશા પ્રાપ્ત થાય છે ને તેમાંથી પછી જેમ જેમ આગળ વધે તેમ ઉપાધ્યાય દશા કોઈને પ્રાપ્ત થઈ હોય.

સાધુ કોને કહેવાય? આત્મદશા સાધે તે સાધુ. સાધુ તો સાધક જ હોય. નિરંતર સાધક દશા તો સ્વરૂપનું ભાન થયા પછી જ ઉત્પન્ન થાય. સાધક દશા એટલે સિદ્ધ દશા ઉત્પન્ન થતી જ જાય. સિદ્ધ દશાથી મોક્ષ ને સાધક-બાધક દશાથી સંસાર. આમાં કોઈનો દોષ નથી. અણસમજણની ફસામણ છે. બાકી તેમનીય ઈચ્છા તો સાધક દશાની જ હોય ને!

જ્યાં બાધકતા છે ત્યાં સાધુ નથી. સાધુ સાધક-બાધક ના હોય. ખાલી સાધક એકલો જ હોય.

×
Share on