Related Questions

પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?

દુર્ભાગ્યે, પ્રેમીઓ સામાજિક, આર્થિક અથવા સાંસ્કૃતિક અંતર કે જે તેમને એક થતાં રોકે છે, એનાથી છૂટકારો મેળવવા આત્મહત્યાના પ્રોમિસ આપીને આત્મહત્યા કરી લે છે. સાથે જીવન જીવવાની કોઈ આશા ન હોવાને લીધે, તેઓ નિરાશ થઈને પોતાના જીવનનો અંત લાવી દે છે. કેટલાક એવા પણ છે, જેઓ પોતાના પ્રેમીના મૃત્યુ પછી આગળનું જીવન એકલું ગાળવાના ડરથી આપઘાત કરી લે છે.

જો કે, આપઘાતના પરિણામો ખૂબ જ ખરાબ આવે છે. લોકો તેને દુઃખથી છૂટકારો માને છેપરંતુ તેનાથી ભવિષ્યમાં વધારે દુઃખ જ આવશે.

બે પ્રેમીઓ એક જ સમયે આત્મહત્યા કરે તો શું થાય?

જ્યારે બે પ્રેમીઓ સાથે આત્મહત્યા કરવાનું નક્કી કરે છે, ત્યારે તેઓ આવતા જન્મમાં ફરીથી એક થવાની આશા સાથે આવું કરે છે. આ શક્ય જ નથી, કારણ કે ભવિષ્યના જન્મો પોતપોતાના કર્મોથી નક્કી થાય છે. કર્મો આ ભવમાં બંધાયા છે અને તેની ઈફેક્ટ આવતા ભવે મળે છે. કર્મના આ સિદ્ધાંતને બદલી શકાતો નથી.
એટલે, આવતા ભવે એક થવાની ઈચ્છા ગમે તેટલી પ્રબળ હોય પણ એનાથી કંઈ ફેર નથી પડતો. પોતાના કર્મથી જ આવતો ભવ નક્કી થાય છે.
આપણે સંજોગોના ઉદય વખતે કર્મ બાંધીએ છીએ. આ વખતે આપણી દરેક પાસે પોતાના અભિપ્રાયો હોય છે અને આપણે અલગ રીતે રિએક્ટ કરીએ છીએ, જેનાથી કયું કર્મ બંધાશે એ નક્કી થાય છે. આપણા દરેકના અભિપ્રાયો અને વ્યૂ પોઈન્ટ જુદા-જુદા હોય છે, એટલે આપણા માટે આવતા ભવે એકબીજાને ફરીથી મળવા માટે એ જ જગ્યાએ, એ જ સમયે જન્મ લેવો શક્ય નથી. માટે, શાંતિથી જીવન જીવવું સારું. ગમે તેટલું ભારે દુઃખ હોય, એને સ્વસ્થ રહીને ઉકેલવાનો નિશ્ચય કરવો. દુઃખનો ઉપાય શોધવાનો અને એમાંથી બહાર આવવાનો દૃઢ સંકલ્પ કરવો. આત્મહત્યા એ ક્યારેય વિકલ્પ ન હોવો જોઈએ, કારણ કે તેના પરિણામો આવતા જન્મમાં ભોગવવા પડશે.

શું પ્રેમ માટે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ ઉપાય છે?

જરા વિચારો… જો આપણે આત્મહત્યા કરીએ છીએ, તો પ્રેમીની સાથે રહેવાની થોડી ઘણી તક પણ ગુમાવી દઈએ છીએ. આ તો લડાઈ શરૂ થતાં પહેલાં જ ભાગી જવા જેવું છે. તેની બદલે, બીજા ઉપાયો અજમાવો:

  • માતા-પિતા સાથે ખુલ્લા દિલે વાતચીત કરવી અને પ્રામાણિક બનવું. તેમનાથી કંઈ પણ છુપાવવું નહીં.
  • પ્રેમીમાં કયા ગુણો છે? તેઓ કેવી રીતે ખુશ રાખશે? આ બાબતો માતા-પિતાને સમજાવવી.
  • માતા-પિતાના વ્યૂ પોઈન્ટને પણ સાંભળવા.
  • ધીરજ રાખવી અને શાંત રહેવું.
  • મગજ શાંત રાખવું, ઉતાવળમાં નિર્ણય ન લેવા.
  • બંને પક્ષો સાથે ખુલ્લા મનથી વાતચીત કરવી.
  • માતા-પિતાને મનાવવાનો બનતા પ્રયત્નો કરવા. છેવટે, માતા-પિતા તો તેમના બાળકોને ખુશ જ જોવાનું ઈચ્છતા હોય છે. તેમની ઈચ્છા વિરુદ્ધ ન જવું. આપણે આપણા માતા-પિતાને દુઃખી કરીશુંતો પછી જીવનમાં કેવી રીતે ખુશ રહી શકીશું?
  • આપણે, આપણા પ્રેમી અને માતા-પિતા વચ્ચે મતભેદ ઊભા થવા દેવા નહીં.

જો તમે ખરેખર એકબીજાને પ્રેમ કરો છો, પણ એક નથી થઈ શકતા, તો પ્રેમીની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ કે તેઓ જ્યાં પણ હોય ત્યાં ખુશ રહે. એ જ સાચા પ્રેમની નિશાની છે.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
  3. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
  4. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  7. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
  11. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતા આપઘાતને અટકાવો.
  13. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
  19. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
×
Share on