Related Questions

મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.

આપણે સૌને ભૂલો કરવી નથી ગમતી, પરંતુ ક્યારેક ભૂલો થઈ જાય છે. આમાંથી કેટલીક ભૂલો નાની હોય છે, પરંતુ કેટલીક ભૂલો જીવન બદલાવી નાખે એવી હોય છે. ખાસ કરીને એવી ભૂલો માટે, એ જાણીને ભય લાગે કે મેં મોટી ભૂલ કરી છે. જે આપણને ખુબ દુઃખી અને શરમજનક ફીલ કરાવે, પોતાને ગુનેગાર ગણીએ અને પોતાના પર ચિડાઈ જઈએ. એટલી હદે કે આપણને લાગે કે, 'મારે હવે જીવવું નથી! હું આત્મહત્યા કરવા માંગુ છું!'

જો આપણને આવા વિચારો આવી રહ્યા હોય, તો સાચી સલાહ એ છે કે આપણે ધ્યાન રાખીએ કે કેવી રીતે આવા વિચારોને રોકી શકીએ. ભલે ગમે તેટલી મોટી ભૂલ કેમ ન હોય, તે આત્મહત્યા કરવાનું કોઈ કારણ નથી. પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ અને બધા જ દૃષ્ટિકોણથી જોઈએ. આવી લાગણીઓમાં રહેવાને બદલે, ભૂલ કર્યા પછી યોગ્ય પગલું એ છે કે તેને સુધારવા માટે કંઈક પ્રયત્ન કરીએ.

  • જે પણ ભૂલ થઈ એને સ્વીકારીએ અને તેને સુધારવાનો પ્રયત્ન કરીએ. જો આપણે સુધારી નથી શકતા, તો તેને સ્વીકારી લઈએ અને સુમેળતાથી સમાધાન લાવવાનો શક્ય હોય તેટલો પ્રયત્ન કરીએ.
  • ભૂલ પરથી શીખ મેળવીએ. આપણે શું ખોટું કર્યું એમાં અટવાઈ ન જતાં, તેમાંથી શીખવાનો પ્રયત્ન કરીએ. જો આપણે શીખી ન શકીએ, તો બની શકે એ અનુભવ બીજા સાથે શેર કરીએ, જેથી એવી ભૂલ એ વ્યક્તિ પણ ન કરે.
  • ભૂતકાળને યાદ ન કરીએ અને વિચારવાનું પણ બંધ કરીએ  કે “મેં ભૂલ કરી છે”, વર્તમાનમાં જ રહીએ. ભૂતકાળ યાદ કરીશું તો દુઃખી જ થઈશું. ભવિષ્યમાં શું થશે તે વિચારીશું તો ચિંતા વધશે. પરંતુ વર્તમાનમાં રહીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું તો એક આશા રહેશે. ભવિષ્યમાં “શું થશે” તે વિચારોમાં અટવાઈ ન જઈએ. તેના બદલે, તેને સુધારવામાં ધ્યાન રાખીએ.
  • જો શક્ય હોય તો, આપણે જેને દુ:ખ પહોંચાડ્યું હોય તે વ્યક્તિને જણાવીએ કે આપણને પણ એ બાબતનો ખેદ છે અને તેમને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે, ખરેખર આપણો હેતુ એવો ન હતો. જો આપણે સામે ચાલીને માફી ના માંગી શકીએ તો પછી એમની અંદર બેઠેલા ભગવાન પાસે મનમાં ને મનમાં માફી માંગીએ.
  • આપણી ભૂલ સ્વીકારીશું, તો લોકો તરફથી માફી જલ્દી મળી જશે. બની શકે કે, કદાચ તરત માફ કરવા માટે તૈયાર ના થાય. આપણે જે પણ કહ્યું છે અથવા કર્યું છે તે સામી વ્યકિતને સમજવામાં અને સ્વીકારવામાં સમય લાગશે. તેથી ધીરજ ધરીએ અને આપણી અપેક્ષાઓને એ રીતે સંભાળીએ.
  • એટલું સમજી લઈએ કે ભૂલ થઈ શકે છે, પણ મહત્વનું એ છે કે આપણે એ માટે શું પગલાં લઈએ છીએ.
  • બાબતોને વધુ ન ગૂંચવીએ, સરળ રાખીએ.
  • શાંત રહીએ અને સ્પષ્ટ રીતે વિચારીએ.
  • આપણે એવું દૃઢપણે નક્કી કરીએ કે ફરી આવી ભૂલ ક્યારેય નહીં કરીએ.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
  3. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
  4. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  7. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
  9. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
  10. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  11. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  12. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
  13. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  14. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  15. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
  16. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
×
Share on