અંધશ્રદ્ધા એટલે આંધળી શ્રદ્ધા, અવળી શ્રદ્ધા. લૌકિક જગતમાં જે અવળી માન્યતાઓ પ્રવર્તે છે, તેમાં પણ સૌથી ભયંકર અંધાપો લાવી દે એવી માન્યતા એટલે અંધશ્રદ્ધા. સદીઓથી લોકોમાં જ્યોતિષવિદ્યા, શુકન-અપશુકન, માતાજી ધૂણવા, મેલીવિદ્યા, ભૂત-પ્રેત અને ભૂવા, પિતૃદોષ, વાસ્તુશાસ્ત્ર તેમજ વિવિધ ચમત્કારને લઈને અંધશ્રદ્ધા જોવા મળે છે.
પહેલાં ગામડાઓમાં ખૂબ અંધશ્રદ્ધા હતી. પણ આજે શહેરોમાં અને વિદેશોમાં પણ અંધશ્રદ્ધાનું જોર વધતું ગયું છે. ફક્ત અભણ પ્રજા જ નહીં, પણ મોટા મોટા ભણેલા-ગણેલા લોકો પણ છૂપી રીતે કોઈ ને કોઈ અંધશ્રદ્ધામાં પડેલા હોય છે. પોતે બહાર ભલે એવો દેખાડો કરતા હોય કે તેઓ આધુનિક વિચારસરણીવાળા છે અને અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. પણ જ્યારે પોતાના જીવનમાં મુશ્કેલીનો પ્રસંગ આવે ત્યારે તે પોતે જ જાણ્યે-અજાણ્યે અંધશ્રદ્ધામાં તણાઈ જાય છે.
જેટલો મનુષ્ય અંધશ્રદ્ધામાં અટવાય છે, તેટલો તે સત્યથી વેગળો જાય છે. જેટલા સત્યથી વેગળા જઈએ એટલું સુખ આપણાથી દૂર જતું રહે. સમજ્યા વગર, લોકોના કહેવાથી, દેખાદેખીથી કે પછી મુશ્કેલીના સમયમાં આશ્વાસન ખોળવા મનુષ્ય અંધશ્રદ્ધા પાછળ પોતાના સમય અને શક્તિ ખર્ચી નાખે છે. જે માન્યતા પ્રમાણે ક્યારેક બને તો ક્યારેક ન પણ બને, તો એ માન્યતામાં શ્રદ્ધા કેમની રખાય? વાસ્તવિકતામાં પોતાના પુણ્યકર્મ કે પાપકર્મના હિસાબે જ જીવનમાં સુખ કે દુઃખ આવે છે. કર્મનો સિદ્ધાંત સમજીએ તો અંધશ્રદ્ધા ઊડી જાય.
મનુષ્યજીવનમાં પોતાની આંતરિક શક્તિઓ પ્રગટ કરવાની છે અને જીવનમાં આવેલા કર્મોમાં રાગ-દ્વેષ કર્યા વગર પાર નીકળવાનું છે. તેને બદલે અંધશ્રદ્ધાથી ખોટી માન્યતાઓમાં પડીને કે ખોટા આશ્વાસનો લઈને મનુષ્ય પોતાની ડેવલપ થતી શક્તિને જાતે જ તોડી નાખે છે. સાચી સમજણના અભાવે અંધશ્રદ્ધા ઊભી થાય છે. અહીં આપણને જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી જુદી જુદી અંધશ્રદ્ધામાંથી નીકળવાની સાચી સમજણ પ્રાપ્ત થાય છે.
Q. જ્યોતિષમાં માનવું જોઈએ કે નહીં?
A. વિશ્વભરમાં અને તેમાંય ભારતમાં લોકો આર્થિક, કૌટુંબિક કે શારીરિક સમસ્યાઓના નિરાકરણ માટે, તેમાંય ખાસ... Read More
Q. શું શુકન-અપશુકન ખરેખર થાય છે?
A. શુકન-અપશુકન એટલે કોઈપણ કાર્યનું ફળ શુભ મળશે કે અશુભ તેનો પૂર્વસંકેત. દુનિયાભરમાં શુકન અને અપશુકનને... Read More
Q. શું માતાજીનું ધૂણવું, મેલીવિદ્યા અને ભૂત-પ્રેત હકીકતમાં હોય છે?
A. ભારતના ગામડાઓમાં સૌથી વધારે અંધશ્રદ્ધા જો કોઈ પ્રવર્તતી હોય તો તે માતાજી ધૂણવા બાબતની છે. લોકો એવું... Read More
A. ભારતમાં લોકો જીવનમાં કોઈ દુઃખ કે તકલીફ આવે એટલે જ્યોતિષી, ભૂવા અને તાંત્રિકો પાસે જાય. એ લોકો કહે... Read More
A. ભારત જેવા દેશમાં કોઈ વ્યક્તિ હાથમાંથી કંકુ કે રાખોડી કાઢે, ખાલી હાથ ઘડિયાળ લઈ આવે, આંખથી વસ્તુ... Read More
subscribe your email for our latest news and events