• question-circle
  • quote-line-wt

ધંધામાં નીતિમત્તા

મનુષ્ય ધંધો રોજગાર કરે છે તેનો હેતુ શો છે? પૈસા કમાવાનો. એમાંય બધાને નફો જ જોઈતો હોય, ખોટ માટે કોઈ ધંધો નથી કરતું. પૈસા કમાવા પાછળનો દરેકનો હેતુ જીવનનું ગુજરાન ચલાવવાનો અને સુખી થવાનો છે. પણ શું પૈસાથી સુખી થઈ જવાય છે?

લોકો આખો દિવસ પૈસા કમાવા માટે દોડધામ કરી મૂકે છે. પૈસા પાછળ તો આખું જગત ગાંડું થયું છે. તેમ છતાં સુખ આવતું નથી. મોટા મોટા બંગલાઓ, ગાડીઓ, નોકરો બધું હોય, પણ તેને ભોગવવાનો કોઈની પાસે સમય નથી, કારણ કે પૈસા કમાવાની રેસમાં તેઓ દોડ્યા જ કરતા હોય છે.

એટલું જ નહીં, આજકાલ ધંધો રોજગાર કરતી વખતે કઈ રીતે ઝડપથી પૈસા કમાઈ લેવા તેની દોટ મૂકાઈ છે. એ દોટમાં એવો અંધાપો આવી જાય છે કે લોકોને હિતાહિતનું ભાન નથી રહેતું. પૈસા કમાવાની લાલચને લઈને વસ્તુઓમાં ભેળસેળ, અનીતિ, ભ્રષ્ટાચાર, કાળું નાણું વગેરે દૂષણો વ્યાપી ગયા છે.

આ કાળમાં જયારે બધા જ ધંધાદારીઓ અધોગતિના કારણો બાંધી રહ્યા છે, ત્યારે મનુષ્ય કઈ સમજણથી આ જોખમદારીમાંથી છૂટી શકે અને જીવન વ્યવહાર પણ સચવાઈ રહે, તેની સમજણ અહીં ખુલ્લી થાય છે.

લક્ષ્મીનું આવન જાવન

દાદા કહે છે કે લક્ષ્મી ખરેખર પુણ્યથી આવે છે. પૂર્વભવે બીજાને સુખ આપ્યું હોય તો પુણ્ય બંધાય છે અને એના ફળરૂપે લક્ષ્મી આવ્યા જ કરે છે. આ વીડિયોમાં પૂજ્ય દીપકભાઈ લક્ષ્મી માટેના સિદ્ધાંત ખુલ્લા કરે છે.

play
previous
next

Top Questions & Answers

  1. Q. ધંધામાં નીતિ અને પ્રામાણિકતા શા માટે રાખવા?

    A. સુખી થવાનો સાચો માર્ગ છે, નીતિ અને પ્રામાણિકતા ભર્યું જીવન. મનુષ્ય નીતિ અને પ્રામાણિકતાભર્યું... Read More

  2. Q. ધંધામાં નફો કે ખોટ આવે ત્યારે શું કરવું?

    A. ધંધાના બે બાળકો છે, જે નિયમથી જ જન્મે છે. એકનું નામ ખોટ અને એકનું નામ નફો. નફો બધાને ગમે અને ખોટ... Read More

  3. Q. ધંધામાં લેણ-દેણ વખતે શું ધ્યાનમાં રાખવું?

    A. ધંધામાં આપણે કોઈના દેણદાર હોઈએ, એટલે કે આપણે કોઈના પૈસા ઉછીના લીધા હોય અને એ દેવું ચૂકવવાનું હોય.... Read More

  4. Q. પૈસાનો લોભ એટલે શું? તે કઈ રીતે ઓળખાય?

    A. લોભની વ્યાખ્યા શું? પોતાની પાસે ઘણા પૈસા હોય, છતાં રાત-દિવસ પૈસાના જ વિચારો આવ્યા કરતા હોય;... Read More

  5. Q. લોભ શા માટે ન કરવો?

    A. લોભ એટલે અંધાપો!  પોતાને પણ ના ખબર પડે કે લોભ થઈ રહ્યો છે. લોભી વ્યક્તિનું ચિત્ત આખો દિવસ લોભમાં... Read More

  6. Q. લોભમાંથી કઈ રીતે નીકળાય?

    A. લોભનો વિરોધી શબ્દ છે સંતોષ. જેટલો સંતોષ રહે એટલો લોભ જાય. પણ સંતોષ રાખ્યો રખાય નહીં. જેટલી સાચી... Read More

  7. Q. લક્ષ્મીના કાયદા કયા છે?

    A. લોકો એમ માને છે કે લક્ષ્મી મહેનત કરવાથી, એની પાછળ પડવાથી કે બુદ્ધિ વાપરવાથી મળે છે. પણ જો મહેનતથી... Read More

  8. Q. પૈસાની પાછળ દોટ મૂકવાનું શું પરિણામ આવે?

    A. હંમેશા લોકો લક્ષ્મીની પાછળ દોટ મૂકે છે. પણ વધુ લક્ષ્મી મેળવવાની દોટ માણસને મજૂર બનાવે છે. તેમાં... Read More

  9. Q. લક્ષ્મીનો વ્યવહાર કેવો હોવો જોઈએ?

    A. લોકો લક્ષ્મી મેળવવા દિવસ-રાત મહેનત કરે છે. પણ કોઈને આયુષ્યનું એક્સટેન્શન મળે છે? જો મળતું હોય તો... Read More

Spiritual Quotes

  1. બે અર્થે લોક જીવે છે. આત્માર્થે જીવે તે તો કો'ક જ માણસ હોય. બીજાં બધાં લક્ષ્મીના અર્થે જીવે છે.
  2. ડીસઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફુલિશનેસ ! આ ફૂલિશનેસની તો હદ હોયને ? કે બેસ્ટ સુધી પહોંચાડવાનું ?
  3. એક તો નીતિમત્તા ! એ પૈસામાં જરા ઓછું-વત્તું વખતે થાય એમ માનોને, પણ 'નીતિમત્તા પાળવી' આટલુ તો કર ભઈ.
  4. તિરસ્કાર અને નિંદા જ્યાં હશે ત્યાં લક્ષ્મી નહીં રહે.
  5. નાણાંના અંતરાય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી કમાવાની ઈચ્છા હોય ત્યાં સુધી. નાણાં તરફ દુર્લક્ષ થયું એટલે એ ઢગલેબંધ આવે.
  6. લક્ષ્મી આવતી હોય તો અટકાવવી નહીં અને ના આવતી હોય તો ખોતરવી નહીં.
  7. લક્ષ્મી તો શું કહે છે ? અમને આંતરાય નહીં, જેટલી આવી એટલી આપી દો.
  8. કેટલી બધી લોકોને માટે હેલ્પ કરી હોય ત્યારે લક્ષ્મી આપણે ત્યાં આવે ! નહિ તો લક્ષ્મી આવે નહીં. લક્ષ્મી તો આપવાની ઈચ્છાવાળાને ત્યાં જ આવે.
  9. હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે.
  10. આ મનુષ્યદેહ ઉપાધિથી મુક્ત થવા માટેનો છે. ખાલી પૈસા કમાવવા માટે નથી.
  11. લક્ષ્મીજીનો દુરુપયોગ કરવો મહાન ગુનો છે.
  12. લક્ષ્મી ક્યારે ના મળે ? લોકોની કૂથલી, નિંદામાં પડે ત્યારે. મનની સ્વચ્છતા, દેહની સ્વચ્છતા અને વાણીની સ્વચ્છતા હોય તો લક્ષ્મી મળે ! 
  13. ધંધામાં ચાલાકી કરશો તોય એ નફો ને ચાલાકી નહીં કરો તોય એ નફો. ચાલાકી તમને આવતા ભવની જવાબદારી ઊભી કરે છે. માટે ચાલાકી કરવાની ભગવાને ના પાડી છે. કશો ફાયદો નહીં ને પાર વગરનું નુકસાન!
  14. ધંધામાં અણહક્કનું લેવાનું નહીં. ને જે દહાડે અણહક્કનું લેવાઈ જાય, તે દહાડે બરકત નહીં રહે.
  15. ધંધો કરવામાં તો છાતી બહુ મોટી જોઈએ. છાતીનાં પાટિયાં બેસી જાય તો ધંધો બેસી જાય.
  16. ધંધામાં ભગવાન હાથ ઘાલતાં જ નથી. ધંધામાં તો તારી આવડત ને તારું નૈતિક ધોરણ બે જ કામ લાગશે. અનૈતિક ધોરણથી વરસ-બે વરસ સારું મળશે, પણ પછી નુકસાન જશે. ખોટું થાય તો છેવટે પસ્તાવો કરશો તોય છૂટશો.
  17. લક્ષ્મી 'લિમિટેડ' છે અને લોકોની માગણી 'અનલિમિટેડ' છે !
  18. એક ધંધાના બે છોકરા ! એકનું નામ ખોટ ને એકનું નામ નફો. ખોટવાળો છોકરો કોઈને ગમે નહીં, પણ બે હોય જ એ તો, બે જન્મેલાં જ હોય.

Related Books

×
Share on