Related Questions

વ્યવહારમાં માનો પ્રેમ શા માટે ઉત્કૃષ્ટ ગણાયો છે?

ખરો પ્રેમ તો કોઈ પણ સંજોગોમાં તૂટવો ના જોઈએ. એટલે પ્રેમ એનું નામ કહેવાય કે તૂટે નહીં. આ તો પ્રેમની કસોટી છે. છતાં કંઈક પ્રેમ છે તે માતાનો પ્રેમ છે.

પ્રશ્નકર્તા : આપે એમ કહ્યું કે માનો પ્રેમ હોઈ શકે, બાપને ન હોય. તો આમને ખોટું નહીં લાગે ?

દાદાશ્રી : છતાં પણ માનો પ્રેમ છે, એની ખાતરી થાય છે. મા છોકરાને જુએ એટલે ખુશ. આનું કારણ શું છે ? કે ભઈએ આપણે ઘેર જ, આપણા શરીરમાં જ નવ મહિના મુકામ કર્યો હતો. એટલે માને એમ લાગે કે મારે પેટે જન્મ્યો છે અને પેલાને એમ લાગે કે માને પેટે હું જન્મ્યો છું. એટલી બધી એકતા થઈ ગઈ છે. માએ જે ખાધું તે જ એનું લોહી થાય છે. એટલે આ એકતાનો પ્રેમ છે એક જાતનો. છતાં ખરેખર 'રિયલી સ્પિંકિંગ' પ્રેમ નથી આ. 'રિલેટિવલી સ્પિકિંગ' પ્રેમ છે. એટલે ફક્ત પ્રેમ કોઈ જગ્યાએ હોય તો માની સાથે હોય. ત્યાં પ્રેમ જેવી કંઈક નિશાની દેખાતી હોય. તેય પણ પૌદ્ગલિક પ્રેમ છે અને એ પ્રેમ છે તેય કેટલા ભાગમાં ? કે જ્યારે મધરને ગમતી ચીજ હોય, તેની પર છોકરાની તરાપ પડે તો એ બે લડે, તો પ્રેમ ફ્રેકચર થઈ જાય. છોકરો જુદો રહેવા જતો રહે. કહેશે, 'મા, તારી જોડે નહીં ફાવે.'

આ 'રિલેટિવ' સગાઈ છે, રિયલ સગાઈ નથી. સાચો પ્રેમ હોય ને તો બાપ મરી ગયોને, તેની સાથે છોકરો વીસ વર્ષનો હોય તેય જોડે જાય. એનું નામ પ્રેમ કહેવાય. એવું જાય ખરો એકુય છોકરો ?

પ્રશ્નકર્તા : કોઈ ગયો નથી. 

×
Share on
Copy