આજના સમયમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા-પિતાની શું ભૂમિકા છે? સકારાત્મક પ્રોત્સાહન એ તેની ચાવી છે. તેમને સપનું સેવવા દો. એવું સપનું કે જેના માટે તે ઈચ્છા રાખતો હોય. તેમના વ્યક્તિત્વનો અભ્યાસ કરો અને સમજણ આપો, કોઈ ભણવામાં હોશિયાર હોય છે, તો કોઈ રમતગમતમાં, કોઈ સર્જનાત્મકતામાં, તો કોઈ સામાજિક પ્રવૃત્તિમાં. તેમની રૂચીને ઓળખ્યા પછી, તેને અનુરૂપ ધ્યેય નક્કી કરો.
એક વખત હેતુ યોગ્ય રીતે સમજાઈ જાય, પછી તેને અનુસરો. પછી શિક્ષણનું મહત્ત્વ સમજાવો, તેમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપો. પરમ પૂજ્ય દાદાશ્રી રોજબરોજના ઝઘડાઓ અને બાળકના શિક્ષણ માટે માતા-પિતાની મૂંઝવણોના સમાધાન માટે માર્ગદર્શન આપે છે. વિગતવાર જાણવા માટે વાંચો:
પ્રશ્નકર્તા: આજના છોકરાંઓ ભણવા કરતા રમતમાં ધ્યાન વધારે આપે છે, તેઓને ભણતર તરફ દોરવા તેમની પાસેથી કેવી રીતે કામ લેવું, જેથી છોકરાંઓ પ્રત્યે કંકાસ ઊભો ના થાય?
દાદાશ્રી: ઈનામની યોજના કાઢો ને. છોકરાને કહીએ કે પહેલો નંબર આવશે તેને આટલું ઈનામ આપીશ અને છઠ્ઠો નંબર આવશે તેને આટલું ઈનામ. અને પાસ થશે તેને આટલું ઈનામ. કંઈક એને દેખાડો. હમણે તરત જ વેપાર થાય અને તેમાં નફો થાય એવું કંઈક દેખાડો એને તો લલકારશે. બીજો રસ્તો શું કરવાનો? નહીં તો પ્રેમ રાખો. જો પ્રેમ હોય ને તો છોકરાં બધુંય માને. મારી જોડે છોકરાંઓ બધુંય માને છે. હું જે કહું એ કરવા તૈયાર છે. નહીં તો પછી આપણે એને સમજણ પાડ પાડ કરવી પડે. પછી જે કરે એ સાચું.
પ્રશ્નકર્તા: ભણવાનો શું ધ્યેય હોવો જોઈએ?
દાદાશ્રી: ઊંધે રસ્તે ના જાય તે. અભણ હોય તે ક્યાં ક્યાં જતો હોય? અભણને ટાઈમ મળે, તે કઈ બાજુ જાય? એ ભાંગફોડિયામાં પેસી જાય બધું. એટલે ભણવાથી આપણી આટલી સ્થિરતા રહે છે અને થોડુંક એમનામાંય ભણવાથી વિનય તો સહેજ આવે જ છે. હાઉ ટુ એડજસ્ટ વિથ પબ્લિક એ આવે છે. આ ભણતર વધ્યું એને લીધે ડેવલપ થયો. ખોટાં દુરાગ્રહ ને ખોટી ધમાલો બધી તૂટી ગઈ.
દાદાશ્રી: એકલું ભણભણ કરવાની દાનતમાં હોય એને વેદિયો કહે છે. વેદિયો શબ્દ આપણામાં કહે છે ને? પણ આજના છોકરાંઓને ભાન જ નથી, એક જ ભણવાનું, ભણવાનું ને ભણવાનું જ, બીજું કશું ગણવાનું તો સમજ્યા જ નથી. એ ભણે જ છે. એ ગણેલા નથી અને અમારા વખતમાં તો ગણતર અને ભણતર બન્ને સાથે ચાલતું અને અત્યારે તો ભણતર, તેય એક જ લાઈન, પછી આવડી જ જાય ને! એમાં શું કરવાનું બીજું? ભણતર એ બધું થિયેરીટકલ છે, એ પ્રેક્ટિકલ નથી. પ્રેક્ટિકલ થાય ત્યારે સાચું, ગણતર એ પ્રેક્ટિકલ છે!
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે સમજણ જ પાયાની વસ્તુ છે. બાળકોને સાચું જ્ઞાન આપો અને બાકીનું બધું કુદરતના હાથમાં છોડી દો.
બાળકોને શિક્ષણ માટે માર્ગદર્શન આપવા માતા-પિતા માટે અહીં કેટલીક રીતો બતાવેલ છે:
બાળકો ભણવામાં તેમની એકાગ્રતા કઈ રીતે વધારી શકે?
દરરોજ, તમારે તેમને “દાદા ભગવાનના અસીમ જય જયકાર હો” ગવડાવવું જોઇએ. ઘણા બાળકોને તેનાથી ફાયદો થાય છે અને ભણવામાં તેમની એકાગ્રતા પણ વધે છે. નાની ઉંમરથી જ તેઓ એવું શીખે છે કે ભગવાન તેમની અંદર જ છે.
અભ્યાસ કરતા પૂર્વેની પ્રાર્થના:
“હે અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાન! ભણવા માટેની ખૂબ યાદશક્તિ આવે તે માટે તમને પૂર્ણ હૃદયપૂર્વક પ્રાર્થના કરૂ છું. તે માટે, હે શુદ્ધાત્મા ભગવાન, મારી ચિત્તવૃત્તિઓ દ્વારા જે ગુનાઓ થયા છે તે માટે માફી માંગું છું અને મારૂ ચિત્ત તમારામાં અને ભણવામાં એકાગ્ર રહે તે માટે મને ખૂબ શક્તિઓ આપો.”
Q. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
A. તમારા પ્રથમ બાળકની સાથે જ તમારી પેરેન્ટિંગની ફરજ શરૂ થાય છે. તમારામાં માતા-પિતા તરીકેની ભૂમિકા... Read More
Q. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
A. બાળકો સાથે વાત કરવા માટેના દાદાશ્રીએ નીચેના કેટલાક મહત્વના મુદાઓ આપેલ છે: એના માટે તો દવા બીજી... Read More
Q. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
A. ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે તેમના બાળકો તેમનું સાંભળતા નથી. જ્યારે ફોન ઉપર સામી વ્યક્તિ... Read More
Q. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
A. હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઈ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના... Read More
Q. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
A. જ્યારે બાળકો ભૂલો કરે છે અથવા કંઈક ખોટું કરે છે, ત્યારે સાચો રસ્તો છે તેને મિત્રતાપૂર્વક પૂછવું કે,... Read More
A. બાળકને શિસ્તબદ્ધ કઈ રીતે બનાવવું અથવા તેને કઈ રીતે ઉછેરવું, એ એક પેરેન્ટિંગની કળા છે. બાળકને... Read More
Q. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. શું તમે તમારા બાળકના ગુસ્સાવાળા સ્વભાવથી થાકી ગયા છો. તો તમારા જિદ્દી, તુંડમિજાજી અથવા અસ્વસ્થ બાળક... Read More
Q. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. જ્યારે તમારી અને તમારા બાળકની વચ્ચે જાહેરમાં ઝઘડા થાય ત્યારે શું કરવું જોઈએ? તમારું બાળક રડે... Read More
Q. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
A. બે મન ક્યારેય પણ એકમત ન થઈ શકે. તેથી, માતા-પિતા વચ્ચે એવો તફાવત રહે છે કે, એક ખૂબ કડક અને એક નરમ.... Read More
Q. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
A. દિવસના અંતે તમે થાક અનુભવશો, કારણ કે, ગમે તેટલી કચકચ કરવાથી કે ચિડાવાથી કશું સુધરવાનું નથી. તેથી,... Read More
Q. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
A. તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો તે જાણીએ. નીચેની પરિસ્થિતિ... Read More
Q. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
A. બે પેઢી વચ્ચેના અંતરને ઓછું કરવા માટે માતા-પિતાએ પહેલ અવશ્ય કરવી જોઈએ. જ્યારે બાળક સોળ વર્ષનું થાય,... Read More
Q. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
A. સારા માતા-પિતાની શું ભૂમિકા છે? તેમણે તેમના બાળકોને એવી રીતે ઘડવા જોઈએ કે પંદર વર્ષની ઉંમર સુધી... Read More
Q. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
A. માતા-પિતા અને બાળકોના સંબંધો બંને તરફથી યોગ્ય હોવા જોઈએ. માતા-પિતા અને બાળક બંનેએ સંબંધો મજબૂત... Read More
Q. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
A. એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે... Read More
Q. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
A. જ્યારે પોતાનું બાળક ટીનેજમાં એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તેની સાથે કેવો વ્યવહાર કરવો એ... Read More
Q. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
A. આપણને બધાને ખબર જ છે કે આપણે બાળક પર ગુસ્સે ના થવું જોઈએ, એમને દુ:ખ થાય એવા શબ્દો ના બોલવા જોઈએ,... Read More
subscribe your email for our latest news and events