Related Questions

શું મારે છૂટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?

આજના કાળમાં છૂટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એકવાર એવો વિચાર આવતો હશે કે, ‘શું મારે છૂટાછેડા લેવા જોઈએ?’ શું છૂટાછેડા એ મારા મનની શાંતિ પાછી મેળવવા માટેની ચાવી છે? વાસ્તવિકતામાં એવું બને છે કે જ્યારે પણ પતિ-પત્ની એક જ કલાક માટે જો એકબીજા સાથે ઝઘડ્યા હોય, તો પણ ડિવોર્સ માટે વિચારવાનું શરુ કરી દે છે. સમય જતા જેમ ઘર્ષણ વધે છે, તેમ તેમ ડિવોર્સ લેવાનો તેઓનો આ વિચાર વધુ તીવ્ર થાય છે અને એક બીજમાંથી મોટું વૃક્ષ બની ઊભું રહે છે.

married life

સાચી સમજણ

જો તમારા જીવનસાથીના કારણે સંબંધમાં તિરાડ પડતી હોય, તો એમાં સાંધો જોડાવી આપવાની જવાબદારી તમારી છે, તો જ તમારું લગ્નજીવન ટકી રહેશે, નહીં તો તે તૂટી જશે. પરમ પૂજ્ય દાદાશ્રી નીચે દર્શાવેલ મુજબ વધુ સમજાવતા કહે છે:

દાદાશ્રી: કંઈ મેળ પડતો ના હોય તો છૂટું થઈ જવું સારું. એડજસ્ટેબલ ના હોય તો છૂટું થઈ જવું સારું. અને નહીં તો અમે તો એક વસ્તુ કહીએ, 'એડજસ્ટ એવરીવ્હેર'. કારણ કે ગુણાકાર ગણવા ના જશો કે બે જણને 'આવો છે ને તેવો છે'.

પ્રશ્નકર્તા: આ અમેરિકામાં જે ડિવોર્સ લે છે એ ખરાબ કહેવાય? બનતું ના હોય ને એ લોકો ડિવોર્સ લે છે તે?

દાદાશ્રી: ડિવોર્સ લેવાનો અર્થ જ શું છે તે? કપ-રકાબીઓ વહેંચાય નહીં, એને ડિવોર્સ ના કરાય, તો આ માણસોનો સ્ત્રીઓનો તો ડિવોર્સ કરાતો હશે? જ્યાં એક પત્નીવ્રત ને એક પતિવ્રતના નિયમો હતા. એક પત્ની સિવાય બીજી સ્ત્રીને જોઈશ નહીં એવું કહે, એવા વિચારો હતા, ત્યાં ડિવોર્સના વિચારો શોભે? ગમે છે તને ડિવોર્સ?

બીજાને થયેલા અનુભવો ઉપરથી શીખ મેળવો

લગ્નજીવનને કેવી રીતે ટકાવી રાખવું એ શીખવું હોય, તો ઉત્તમ ઉપાય એ છે કે એવા લોકોના અનુભવો સાંભળવા કે જેઓ લાંબા સમયથી લગ્નજીવન નભાવી રહ્યા છે. અહીં નીચે એવા જ એક બેનનો અનુભવ દર્શાવવામાં આવ્યો છે, જે એંશી વર્ષથી લગ્નજીવન નભાવતા હતા. એમનું લગ્નજીવન આટલું લાંબુ કેવી રીતે ટક્યું હશે, ચાલો જાણીએ...

આપણા સંસ્કાર છે આ તો. લડતા લડતા એંશી વર્ષ થાય બેઉને, તોય પણ મરી ગયા પછી તેરમાને દા'ડે સરવણી કરે. સરવણીમાં કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું, બધું મુંબઈથી મંગાવીને મૂકે. ત્યારે એક છોકરો હતો ને, તે એંશી વર્ષના કાકીને, 'માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ અવળું બોલતા હતા કાકાનું.' 'તોય પણ આવા ધણી ફરી નહીં મળે', એવું કહે એ ડોસીમા. આખી જિંદગીના અનુભવમાં ખોળી કાઢે કે પણ અંદરખાને બહુ સારા હતા. આ પ્રકૃતિ વાંકી હતી પણ અંદરખાને...

લોક આપણી નોંધ કરે એવું જીવન હોવું જોઈએ આપણું. આપણે સ્ત્રીને નભાવીએ અને સ્ત્રી આપણને નભાવે, એમ કરતા કરતા એંશી વર્ષ સુધી ચાલે.

પરમ પૂજ્ય દાદાશ્રીએ કહ્યું છે કે, “અરે, છૂટાછેડા લેનારાને હું કલાકમાં સમો કરી આપું પાછો! છૂટાછેડા લેવાના હોય ને, તેને મારી પાસે લાવે તો હું એક જ કલાકમાં સમા કરી આપું. એટલે પાછા એ બેઉ જણા ચોંટી જ રહે. ખાલી અણસમજણની ભડક. ઘણા છૂટા પડી ગયેલા રાગે પડી ગયા.” આજે પણ આ શક્ય છે! કારણ કે, ઘણા દંપતી આજે સુખેથી જીવે છે અને પૂજ્ય દીપકભાઈને મળ્યા પછી તમે પણ એમાંના એક બની શકો છો.

×
Share on