
આપણા રોજિંદા જીવનમાં મતભેદો થયા જ કરતા હોય છે. આવા મતભેદોનું મૂળ કારણ વસ્તુઓ અથવા લોકો કેવા છે અને કેવા હોવા જોઈએ, તે વિશેના જુદા જુદા અભિપ્રાયોમાંથી ઉદ્ભવે છે. આ બધાંથી ક્લેશ, કકળાટ, મતભેદ, સમજણનો અભાવ વર્તાય છે અને પરિણામે આંતરિક ભેદ પડે અને છેવટે એ ભેદ છૂટાછેડાની હદ સુધી પહોંચી જાય છે.
પરમ પૂજ્ય દાદાશ્રીની દૃષ્ટિએ છૂટાછેડા થવાના કારણો સમજીએ:
છૂટાછેડા અંગે પતિ-પત્નીની વચ્ચે કઈ રીતે સમજણનો અભાવ વર્તે છે, એ પરમ પૂજ્ય દાદાશ્રી આપણને સમજાવે છે:
હિન્દુસ્તાનમાં કઈ ફેમિલીમાં ઝઘડા નથી, ઘરમાં? તો મારે કેટલાક વખત તો બેઉને સમજણ પાડી પાડીને રાગે પાડી દેવું પડે. છૂટાછેડા લેવાની તૈયારીઓ જ ચાલતી હોય. કેટલાય માણસોને આવું! શું થાય તે પણ? છૂટકો જ નહીં ને! અણસમજણથી બધું છૂટું થઈ જાય અને પોતાનું ઝાલેલું છોડે નહીં અને અણસમજણની વાત હોય. એમાં પછી હું સમજણ પાડું ત્યારે કહેશે, ના. ત્યારે તો એવું નથી, એવું નથી.
પ્રશ્નકર્તા: આમેય ભેગા હોય પણ છૂટા જેવા જ રહેતા હોય.
દાદાશ્રી: એવું છૂટાછેડા જેવું જ.
પ્રશ્નકર્તા: તમે બધાને ભેગા કરી આપ્યા.
દાદાશ્રી: એક અવતાર નભે કે ના નભે? ઉકેલ લાવો ને જ્યાં ત્યાંથી. એક અવતાર માથે પડ્યા તો માથે પડેલાની જોડે ઉકેલ ના લાવવો જોઈએ?
પતિ-પત્નીના સંબંધમાં અભિપ્રાયોને કારણે થતા મતભેદોનું નિવારણ કઈ રીતે લાવી શકાય, એ માટે પરમ પૂજ્ય દાદા ભગવાનનો આ સંવાદ વાંચીએ:
દાદાશ્રી: 'વાઈફ' જોડે મતભેદ પડે છે?
પ્રશ્નકર્તા: હા, ઘણી વાર પડે.
દાદાશ્રી: 'વાઈફ' જોડે પણ મતભેદ થાય? ત્યાંય એકતા ના રહે તો પછી બીજે ક્યાં રાખવાની? એકતા એટલે શું કે ક્યારેય મતભેદ ના પડે. આ એક જણ જોડે નક્કી કરવું કે તમારે ને મારે મતભેદ ના પડે. એટલી એકતા કરવી જોઈએ. એવી એકતા કરી છે તમે?
પ્રશ્નકર્તા: આવું કોઈ દહાડો વિચારેલું નહીં. આ પહેલી વાર વિચારું છું.
દાદાશ્રી: હા, તે વિચારવું પડશે ને? ભગવાન કેટલા વિચાર કરી કરીને મોક્ષે ગયા! મતભેદ ગમે છે?
પ્રશ્નકર્તા: ના.
દાદાશ્રી: મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તે મતભેદમાં આવું થાય છે તો મનભેદમાં શું થાય? મનભેદ થાય, ડાઈવોર્સ લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે!
પતિ-પત્ની વચ્ચે મતભેદ ખૂબ જ વધી જાય ત્યારે શું કરવું એ વિશે પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે:
દાદાશ્રી: મતભેદ ગમે છે? મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તો મનભેદમાં શું થાય? મનભેદ થાય તો, 'ડિવોર્સ' લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે!
પ્રશ્નકર્તા: વ્યવહારિક બાબતમાં મતભેદ હોય એ વિચારભેદ કહેવાય કે મતભેદ કહેવાય?
દાદાશ્રી: એ મતભેદ કહેવાય. આ જ્ઞાન લીધું હોય તેને વિચારભેદ કહેવાય, નહીં તો મતભેદ કહેવાય. મતભેદથી તો ઝાટકો વાગે!
પ્રશ્નકર્તા: મતભેદ ઓછો રહે તો એ સારું ને?
દાદાશ્રી: માણસને મતભેદ તો હોવા જ ન જોઈએ. જો મતભેદ છે તો એ માણસાઈ જ ના કહેવાય. કારણ કે, મતભેદથી તો કોઈ ફેરો મનભેદ થઈ જાય. મતભેદમાં મનભેદ થઈ જાય એટલે 'તું આમ છે ને તું તારે ઘેર જતી રહે' એમ ચાલે. આમાં પછી મજા ના રહે. જેમ તેમ નભાવી લેવું.
આમ ઘરમાં મતભેદ પડે તે કેમ ચાલે? પત્ની કહે કે 'હું તમારી છું' ને પતિ કહે કે 'હું તારો છું' પછી મતભેદ કેમ? તમારા બેની અંદર પ્રોબ્લેમ વધે તેમ જુદું થતું જાય. પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પછી જુદું ના જાય. જુદાઈથી દુઃખ છે. અને બધાને પ્રોબ્લેમ ઊભા થવાના, આપણે એકલાને થાય છે એવું નથી. જેટલાએ શાદી કરી તેને પ્રોબ્લેમ ઊભા થયા વગર રહે નહીં. અને ઘણા બધા પ્રસંગોમાં, ડિવોર્સ થવા પાછળનું આ એક મોટું કારણ હોય છે.
તમારા લગ્નજીવનમાં ઊભી થતી સમસ્યાઓનો વ્યવહારિક ઉકેલ મેળવવા માટે અહીં ક્લિક કરો.
1) ધણી થવામાં વાંધો નથી, પણ ધણીપણું બજાવવામાં વાંધો છે.
2) મતભેદ એ અથડામણ છે ને અથડામણ એ 'વીકનેસ' (નબળાઈ) છે.
3) 'અમારો મત' કહ્યું એટલે આવરણ આવે. સ્વમતના આવરણને લીધે પરમત સમજાય નહીં એટલે પછી ત્યાં આગળ વાંકું જ બોલ બોલ કરે!
Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની ટીપ્સ
A. વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી તેમજ આપણી વ્યવહાર કળાનો કેવી રીતે વિકાસ કરવો એ... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે જ્યારે ગુસ્સે થયેલી પત્નીને સંભાળવી પડે.... Read More
Q. કચકચ કરતી પત્ની સાથે કેવી રીતે વર્તવું?
A. કચકચ - એટલે કે સતત ટોકવું - લગ્નજીવનમાં પતિ કે પત્નીની એકબીજા પ્રત્યે આ સામાન્ય ફરિયાદ હોય છે. ખાસ... Read More
Q. લગ્નજીવનમાં આર્થિક સમસ્યાઓ કેવી રીતે ટાળવી?
A. જીવનમાં એટલાં જાગૃત રહેવું કે આપણે પોતે અથવા આપણા પાર્ટનર કોઈ આર્થિક મુશ્કેલીમાં ના મુકાઈએ. આપણે... Read More
Q. શું મારે છૂટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?
A. આજના કાળમાં છૂટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એકવાર એવો વિચાર આવતો હશે... Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા જીવનસાથીની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી... Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબર
A. આપણે ઘણી વખત આપણા જીવનસાથી સાથે થતા વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી... Read More
Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
A. જેવી લગ્નની ઉંમર થાય કે લોકોને મનમાં ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, પરણી જવું સારું કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવી લગ્ન કરવાની ઉંમર થાય છે... Read More
subscribe your email for our latest news and events
