Related Questions

શું મર્સી કિલિંગ એ કોઈ વ્યકિતની લાંબા સમયની પીડાનો અંત લાવવાનો સાચો રસ્તો છે?

પ્રશ્નકર્તા : જે રીબાતો હોય તેને રીબાવા દઈએ અને એને મારી નાખીએ તો પછી એનો આવતો ભવ રીબાવાનું બાકી રહે એ વાત બરોબર નથી લાગતી. એ રીબાતો હોય તો એનો અંત લાવવો જ જોઈએ, એમાં શું ખોટું ?

દાદાશ્રી : એવો કોઈને અધિકાર જ નથી. આપણે દવા કરવાનો અધિકાર છે, સેવા કરવાનો અધિકાર છે પણ કોઈને મારવાનો અધિકાર જ નથી.

પ્રશ્નકર્તા : તો એમાં આપણું શું ભલું થયું ?

દાદાશ્રી : તો મારવાથી શું ભલું થયું ? તમે એ રીબાતાને મારી નાખોને તો તમારું મનુષ્યપણું જતું રહે અને એ રીત માનવતાના સિદ્ધાંતની બહાર છે, માનવતાની વિરુદ્ધ છે. 

×
Share on
Copy