Related Questions

મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?

પ્રશ્નકર્તા :આ છેલ્લા કલાકમાં અમુક લામાઓને અમુક ક્રિયાઓ કરાવે છે. જ્યારે મરણ પથારીએ માણસ હોય છે ત્યારે તિબેટના લામાઓમાં એમ કહે છે કે એ લોકો એના આત્માને કહે છે કે તું આવી રીતે જા. અથવા તો આપણામાં જે ગીતાના પાઠ કરાવે છે, કે આપણામાં કોઈ સારા કંઈ શબ્દ એને સંભળાવે છે, એનાથી એની પર કોઈ છેલ્લા કલાકમાં બધી અસર થાય ખરી ?

દાદાશ્રી : કશું વળે નહીં. બાર મહિનાના ચોપડા તમે લખો છો, તે ધનતેરસથી તમે નફો માંડ માંડ કરો અને ખોટ કાઢી નાખો તો ચાલે ?

પ્રશ્નકર્તા : ના ચાલે.

દાદાશ્રી : કેમ એમ ?

પ્રશ્નકર્તા : એ તો આખા વર્ષનું જ આવેને !

દાદાશ્રી : ત્યારે પેલું આખી જિંદગીનું સરવૈયું આવે. આ તો લોકો છેતરે છે. લોકોને મૂર્ખ બનાવે છે.

પ્રશ્નકર્તા : દાદા, માણસની છેલ્લી અવસ્થા હોય, જાગૃત અવસ્થા હોય, હવે તે વખતે કોઈ એને ગીતાનો પાઠ સંભળાવે અગર તો કંઈક બીજું શાસ્ત્રનું સંભળાવે, એના કાને કાન કંઈ કહે....

દાદાશ્રી : એ પોતે કહેતો હોય તો, એની ઇચ્છા હોય તો સંભળાવવું. 

×
Share on
Copy