મૃત્યુ અને વ્યવ્હારિક સંબંધો : મૃત્યુ સમયે સમાધિ (સમાધિ મરણ)

પ્રિય સ્વજનનાં મૃત્યુ સમયે આપણે શું કરવું? પ્રિય સ્વજનનાં મૃત્યુ પછી આપણે શું કરવું? આપણે કઈ સમજણે શાંતિ અને સમતામાં રહેવું?

લોકમાન્યતાઓ જે છે, જેમ કે શ્રાદ્ધ  સરાવવું, સરવણી, બ્રહ્મભોજન, દાન, ગરુડ પુરાણ, વિ. વિ.ની સત્યતા કેટલી? મૃત્યુ પછી તેનું મહત્વ કેટલું ? મરનારને શું શું પહોંચે ? એ બધું કરવું કે નહીં?

શું મર્સી કિલિંગ બરાબર છે? આત્મહત્યાનાં કારણો અને પરિણામ ક્યા? આત્મહત્યાનાં વિચાર શા માટે આવે છે?

સમાધિ મરણ શું છે? સમાધિ મરણ એટલે આત્મા સિવાય બીજું યાદ જ ના હોય.

પૂજ્ય દાદાશ્રીએ આવાં પ્રશ્નોનાં સચોટ-સમાધાની વૈજ્ઞાનિક જવાબો આપ્યા છે.

જાગૃતિ મૃત્યુ સમયે

મૃત્યુ એ મનુષ્યજીવન ચક્રનો એક અનિવાર્ય ભાગ છે. જીવનના છેલ્લો એક કલાક માણસ જાગ્રત થઈ જાય તો આખા ભવના બધા કર્મોની માફી માંગીને પાપો ધોઈ શકે એમ છે. પરમ પૂજ્ય નીરુમા દ્વારા મેળવો સમજણ મૃત્યુ સમયની.

play

Top Questions & Answers

  1. Q. કોઈ સ્વજન મૃત્યુની નજીક હોય તો તેને કેવી રીતે સાચવવા?

    A. પ્રશ્નકર્તા : કોઈ સ્વજનનો અંતકાળ નજીક આવ્યો હોય તો તેના તરફ આજુબાજુનાં સગાંસંબંધીઓનું વર્તન કેવું... Read More

  2. Q. શું મર્સી કિલિંગ એ કોઈ વ્યકિતની લાંબા સમયની પીડાનો અંત લાવવાનો સાચો રસ્તો છે?

    A. પ્રશ્નકર્તા : જે રીબાતો હોય તેને રીબાવા દઈએ અને એને મારી નાખીએ તો પછી એનો આવતો ભવ રીબાવાનું બાકી... Read More

  3. Q. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?

    A. પ્રશ્નકર્તા :આ છેલ્લા કલાકમાં અમુક લામાઓને અમુક ક્રિયાઓ કરાવે છે. જ્યારે મરણ પથારીએ માણસ હોય છે... Read More

  4. Q. શ્રાદ્ધ ની સાચી સમજણ.

    A. પ્રશ્નકર્તા : આ શ્રાદ્ધમાં તો પિતૃઓને જે આહ્વાન થાય છે, તે બરોબર છે ? તે વખતે શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ... Read More

  5. Q. મારા પુત્રનાં અકસ્માત મૃત્યુનું કારણ શું ?

    A. પ્રશ્નકર્તા : મારા દીકરાનું અકસ્માતથી મરણ થયું, તો તે અકસ્માતનું કારણ શું ? દાદાશ્રી : આ જગતમાં જે... Read More

  6. Q. શું આપણાં ભાવનાં સ્પંદનો મૃત વ્યકિતને પહોંચે છે?

    A. છોકરાં મરી ગયા પછી એની પાછળ એની ચિંતા કરવાથી એને દુઃખ પડે છે. આપણાં લોકો અજ્ઞાનતાથી આવું બધું કરે... Read More

  7. Q. આપઘાતનાં પરિણામો કયા છે?

    A. પ્રશ્નકર્તા : કોઈ માણસ આપઘાત કરે તો એની કઈ ગતિ થાય ? ભૂતપ્રેત થાય ? દાદાશ્રી : આપઘાત કરવાથી તો... Read More

  8. Q. મનુષ્યજીવનનું મહાત્મ્ય.

    A. મનુષ્યદેહમાં આવ્યા પછી બીજી ગતિઓમાં જેવી કે દેવ, તિર્યંચ કે નર્કમાં જઈને આવી પાછો મનુષ્યદેહ મળે.... Read More

  9. Q. સમાધિ મરણ શું છે?

    A. એટલે મરણને કહીએ કે, 'તારે વહેલું આવવું હોય તો વહેલું આવ, મોડું આવવું હોય તો મોડું આવ પણ 'સમાધિ મરણ'... Read More

  10. Q. મૃત્યુ સમયની પ્રાર્થના.

    A. અંતિમ સમયની પ્રાર્થના ! હે દાદા ભગવાન, હે શ્રી સીમંધર સ્વામી પ્રભુ, હું મન-વચન-કાયા  તથા  ના નામની... Read More

Spiritual Quotes

  1. એવું છેને, ભગવાનની દ્રષ્ટિમાં આ જગતમાં શું ચાલી રહ્યું છે ? ત્યારે કહે, એમની દ્રષ્ટિમાં તો કોઈ મરતું જ નથી. ભગવાનની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ જો તમને પ્રાપ્ત થાય, એક દહાડો આપે એ તમને તો અહીં ગમે એટલા માણસ મરી જાય તોય તમને અસર કરે નહીં. કારણ કે ભગવાનની દ્રષ્ટિમાં કોઈ મરતું જ નથી.
  2. ખરી રીતે પોતે મરતોય નથી ને ખરી રીતે જીવતોય નથી. આ તો માન્યતામાં જ ભૂલ છે કે પોતાની જાતને જીવ માની બેઠો છે. પોતાનું સ્વરૂપ શિવ છે. પોતે શિવ છે, પણ તે પોતાને સમજાતું નથી ને પોતાને જીવસ્વરૂપ માની બેઠો છે !
  3. આત્મા અજન્મા-અમર છે, તેને મૃત્યુ જ નથી હોતું.
  4. આ જન્મ-મરણ આત્માનાં નથી. આત્મા પરમેનન્ટ વસ્તુ છે. આ જન્મ-મરણ ઈગોઇઝમના છે. ઇગોઇઝમ જન્મ પામે છે અને ઇગોઇઝમ મરણ પામે છે. ખરી રીતે આત્મા પોતે મરતો જ નથી. અહંકાર જ જન્મે છે અને અહંકાર જ મરે છે.
  5. મૃત્યુ પછી જન્મ ને જન્મ પછી મૃત્યુ છે, બસ. આ નિરંતર ચાલ્યા જ કરે છે. હવે આ જન્મ ને મૃત્યુ કેમ થયેલા છે ? ત્યારે કહે, 'કૉઝીઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કૉઝીઝ; કારણો અને કાર્ય, કાર્ય અને કારણો'. એમાં જો કારણોનો નાશ કરવામાં આવે તો આ બધી 'ઇફેક્ટ' બંધ થઈ જાય, પછી નવો જન્મ ન લેવો પડે !
  6. બાળકના કર્મના ઉદય બાળકને ભોગવવાના અને 'મધરે' (માતા)એ જોઈને ભોગવવાના. મૂળ કર્મ બાળકનું, એમાં 'મધર'ની અનુમોદના હતી, એટલે 'મધર'ને જોઈને ભોગવવાનું. કરવું, કરાવવું ને અનુમોદવું - આ ત્રણ કર્મબંધના કારણો છે.
  7. મારા હિસાબે જિંદગી એ જેલ છે, જેલ ! તે ચાર પ્રકારની જેલો છે.એક નજરકેદ છે. દેવલોકો નજરકેદમાં છે. આ મનુષ્યો સાદી કેદમાં છે. જાનવરો સખ્ત મજૂરીની કેદમાં છે ને નર્કના જીવો જનમટીપની કેદમાં છે.
  8. જે અહંકાર છેને, તેને આવાગમન છે. આત્મા તો તેની તે જ દશામાં છે. અહંકાર પછી બંધ થઈ જાય છે. એટલે એનો ફેરો બંધ થઈ જાય !
  9. મનુષ્યજન્મ એકલામાં જ 'કૉઝીઝ' બંધ થઈ શકે એમ છે. બીજી બધી ગતિમાં તો ખાલી 'ઇફેક્ટ' જ છે. અહીં 'કૉઝીઝ' એન્ડ 'ઇફેક્ટ' બંને છે.
  10. અમને શોક કે કશુંય ના થાય પણ બાથરૂમમાં જઈને પાણી ચોપડી આવીને નિરાંતે બેસીએ. એ અભિનય છે. ધી વર્લ્ડ ઈઝ ધી ડ્રામા ઈટસેલ્ફ; તમારે નાટક જ ભજવવાનું છે ખાલી, અભિનય જ કરવાનો છે પણ અભિનય 'સિન્સિયરલી' કરવાનો.

Related Books

×
Share on
Copy