Related Questions

કોઇ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ કઇ રીતે ટાળવી?

જ્યારે કોઇ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ ટાળવા આપણે શું કરવું જોઇએ? એક બાજુ એક વ્યક્તિ ખુબ જ જાગૃત અને સચેત છે અને બીજી તરફ વ્યક્તિ ઝઘડવા માટે આતુર છે, તો અથડામણ થવી આવશ્યક નથી?  

વ્યક્તિ ભીંત સાથે કેટલો સમય અથડાયા કરે? જો તમે ભીંત તરફ ઘસડાય જાવ, તો તમારે શું કરવું જોઇએ? શું તમે તેની સાથે ઝઘડવા બેસો? તે જ રીતે, જેની સાથે તમે અથડામણમાં આવો છો તે બધા ભીંત જેવા છે. તે પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઇએ? ઓળખો અને સ્વીકારો કે તેઓ ભીંત જેવા છે. પછી કોઇ સમસ્યા નહિ રહે. 

જો કોઇ તમારી સાથે ઇરાદાપૂર્વક અથડાવા આવે છે, ત્યારે અથડામણ ટાળવા તમારાથી બનતા તમામ પ્રયત્નો કરી લો. 

જ્યારે તમે કોઇ ટ્રાફિક વાળા રસ્તા પરથી પસાર થાવ છો, ત્યારે અકસ્માત (એક્સિડન્‍ટ) ન થઇ જાય તે માટે તમે કેટલી સાવચેતી લો છો? તમારા રોજિંદા જીવનમાં બીજી વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં આ જ પ્રકારની સાવચેતી રાખવાનો અભ્યાસ કરો. અને જો તમે કોઇ સાથે આકસ્મિક રીતે અથવા તમારો ઇરાદો ન હોવા છતાં અથડામણમાં આવી જાવ છો, તો તે પરિસ્થિતિનો શાંત રહીને ઉકેલ લાવો અને કોઇ સાથે જરા પણ વેર ઊભું કર્યા વિના તે પરિસ્થિતિમાંથી પસાર થઇ જાવ. 

ઉદાહરણ તરીકે તમે કોઇ રસ્તા પરથી પસાર થતા હોવ અને તમારી સામે કોઇ લાઇટનો થાંભલો ઊભો હોય, તો શું તમે તેની સાથે અથડાય જવાના? ના, તમે તમારો રસ્તો બદલી લેશો અને તેની બાજુમાંથી પસાર થઇ જશો, ખરું ને? અને જો તમે કોઇ આખલાને તમારી તરફ દોડતો આવતો જૂઓ તો....? તમે ફરીથી તમારો રસ્તો બદલી નાખશો અને તેની બાજુમાંથી પસાર થઇ જશો, બરાબર ને? અને જો તમારા રસ્તા પર કોઇ સાપ જૂઓ અથવા કોઇ મોટો પથ્થર પડ્યો હોય તો ? તમે સહજતાથી તમારો રસ્તો બદલી નાખશો, નહિ?  

હવે વિચારો, શા માટે તમે એવું કરો છો? ‘તમારા પોતાના સારા માટે જ....’ અથડામણ ટાળવા માટે બરાબર ને?  

કારણ કે તમે જાણો છો કે આમાંથી કોઇની પણ સાથે તમે અથડાશો તો તમને જ વાગશે અને તમારી જાતને ગંભીર ઇજા થશે! અહીં, તમને જે નુકસાન પહોંચાડાય છે તેના જોખમથી તમે સારી રીતે વાકેફ છો. 

જો કે, તમે જે પરિસ્થિતિમાં લોકો સાથે અથડામણ થતી હોય તેવી જીવલેણ પરિસ્થિતિઓને ઓળખી શકવામાં નિષ્ફળ જશો. ખરેખર તો આ ઘણી ગંભીર બાબત ગણાય અને તેનાથી જે નુકસાન થાય તે તમને અથડામણ થવાની પરિસ્થિતિઓ ધ્યાનમાં હોય તેના કરતાં અનેક ગણું હોય છે. 

તેથી, જેમાં કોઇપણ વ્યક્તિ સાથે અથડામણ ન થાય તેવો રસ્તો શોધવા સતત પ્રયત્ન કરો. જો કોઇ તમને અથડામણમાં સામેલ કરવા પ્રયત્ન કરે, તો પણ તમારો બચાવ કરો. તે/તેણી સાથે કોઇ પણ ઘર્ષણ ઊભું ન થાય એ રીતે સહેલાઇથી છટકી જવાનો રસ્તો કરો. અથડામણ થતી પરિસ્થિતિઓથી બચવું એ તમારા જ હિતમાં છે. અથડામણ કોઇ પણ કિંમતે ટાળો જ અને મતભેદનું નિવારણ થાય તેવા પ્રયત્નો કરો. 

×
Share on