Related Questions

માનવ જીવનનો ધ્યેય શું છે?

આનું ગુહ્ય સાયન્સ શું છે કે મન-વચન-કાયા પરોપકારે વાપરો તો તમારે ત્યાં હરેક ચીજ હશે. પરોપકાર માટે જો વાપરો અને પછી ફી લઈને વાપરો તો?

પ્રશ્નકર્તા: તકલીફ પેદા થાય.

દાદાશ્રી: આ કોર્ટમાં ફી લે, સો રૂપિયા પડશે, દોઢસો રૂપિયા પડશે. ત્યારે કહેશે, 'સાહેબ, દોઢસો લઈ લો.' પણ પરોપકારનો કાયદો તો ના લાગે ને!

પ્રશ્નકર્તા: પેટ લાગી હોય તો એમ કહેવું જ પડેને?

દાદાશ્રી: પેટ લાગી છે, એ વિચાર કરશો જ નહીં. કોઈ જાતના પરોપકાર કરશોને તો તમને કોઈ અડચણ નહીં આવે, હવે લોકોને શું થાય છે? હવે અધૂરું સમજીને કરવા જાયને, એટલે અવળી 'ઈફેક્ટ' આવે એટલે પાછું મનમાં શ્રદ્ધા ના બેસે ને ઊડી જાય. અત્યારે કરવા માંડે તો બે-ત્રણ અવતારેય રાગે પડે એ. આ જ 'સાયન્સ' છે. 

×
Share on