
લઘુતમ ભાવમાં રહેવું અને અભેદ દૃષ્ટિ રાખવી, એ આ ‘અક્રમ વિજ્ઞાન’નું ‘ફાઉન્ડેશન’ છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનએક ક્ષણવાર પણ બંધન ગમે નહીં ત્યારે વીતરાગના વિજ્ઞાનને સમજવાને પાત્ર થયો કહેવાય. ગમે તેટલો વૈભવ હોય પણ બંધન લાગે.
પરમ પૂજ્ય દાદા ભગવાન'વિજ્ઞાન'થી મતભેદ જાય. 'વિજ્ઞાન'થી સંપૂર્ણ સમાધિ રહે, નિરંતર સમાધિ રહે. એ 'વિજ્ઞાન' જગતમાં કો'ક ફેરો ઊભું થાય છે. બાકી 'વિજ્ઞાન' હોય નહીં.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ વીતરાગોના ‘સાયન્સ’ની બહુ ઊંચી શોધખોળ છે! કેવું ગૂઢાર્થ?! અત્યંત ગુહ્ય! આ ‘રિયલ’ ને આ ‘રિલેટિવ’ એનો ભેદ પાડવો, તે ‘જ્ઞાની પુરુષ’ સિવાય બીજા કોઈનું કામ જ નહીં ને?!
પરમ પૂજ્ય દાદા ભગવાનજડમાં કોઈ દિવસ ‘ચેતન’ હોય નહીં ને ચેતનમાં કોઈ દિવસ જડ હોય નહીં. માત્ર આ શરીર એકલું જ ‘મિશ્ર ચેતન’ છે. ચેતન જેવું કામ કરે છે, પણ ખરેખર ચેતન નથી! વસ્તુત્વનું ભાન ભેદવિજ્ઞાનથી થાય. જડ અને ચેતનનો ભેદ પડે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
