સાચા ભક્ત થવું હોય તો શરૂઆતમાં ભગવાન યાદ ના રહેતા હોય તો બહાર મંદિર દેખાય ત્યાં ભગવાનનાં દર્શન કરજે. પછી એમ કરતાં કરતાં ભગવાન યાદ રહેવા માંડ્યા એટલે પછી મહીં આત્માને જ ભગવાન તરીકે માનશો તો સાચા ભક્ત થશો. અને તમારો આત્મા જ્યારે સાક્ષાત્કાર આપે ત્યારે તમે ભગવાન થયા હશો !
પરમ પૂજ્ય દાદા ભગવાનભગવાનનું નામ ક્યારે યાદ આવે ? જ્યારે આપણને એમના તરફથી કંઈક લાભ થાય, એમના પર પ્રેમ આવે ત્યારે !
પરમ પૂજ્ય દાદા ભગવાનગઈ તિથિ તો બ્રાહ્મણેય ના જુએ, ને અક્કલવાળા યાદ રાખે કે આણે મને દગો દીધો હતો, આણે મને અક્કલ વગરનો કહ્યો હતો ! આ વાણીનો પ્રવાહ તો પાણીના પ્રવાહની જેમ છે ! તેની શી રીતે પુછાય કે તમે કઈ રીતે અથડાતા આવ્યા ?!
પરમ પૂજ્ય દાદા ભગવાનકોઈનીય ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ ને સામો આરોપી થઈ જશે. ફરિયાદ તો કોઈની કરાય જ નહીં. જે ફરિયાદ લઈને આવે તેનો જ ગુનો છે એમ પ્રથમથી જ સમજી જવું, પછી આરોપીની વાત !
પરમ પૂજ્ય દાદા ભગવાનપોતાની ભૂલને લઈને જગત યાદ આવ્યા કરે છે. જેની યાદગીરી આવ્યા કરે ત્યાં જ ભૂલો છે. સંપૂર્ણ ‘જ્ઞાની’ને જગત વિસ્મૃત જ રહ્યા કરે !
પરમ પૂજ્ય દાદા ભગવાનવીતરાગ થયો કોને કહેવાય ? આત્મા ને આત્માનાં સાધનો સિવાય બીજું કશું યાદ જ ના રહે !
પરમ પૂજ્ય દાદા ભગવાનવીતરાગની ખાતરી શી ? ત્યારે કહે, સંસારની કોઈ ચીજ યાદ નથી તે. વીતરાગતા સિવાય જગત ભૂલે નહીં.
પરમ પૂજ્ય દાદા ભગવાનવિષય હોય છતાંય યાદ ના આવે, એનું નામ નિર્વિષય. વિષય ના હોય છતાં યાદ આવે, એનું નામ વિષય.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events