કંટાળો આવે ત્યારે શોધખોળ કરવાનો ટાઈમ આવે. ત્યારે ખરો પુરુષાર્થ કરવાનો વખત આવે છે. ત્યારે આ લોકો એને પાછું ધકેલે છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનતારી પ્રકૃતિમાં હોય તો તું ત્યાગ કરજે. તારી પ્રકૃતિમાં હોય તો તું તપ કરજે. તારી પ્રકૃતિમાં હોય તો તું જપ કરજે. પણ એક આત્મા પ્રાપ્ત થયા સિવાય બધું ધૂળ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનકોઈ પ્રાકૃતિક પુષ્પ નકામું નથી, પણ તે શું કામનું છે તે શોધી કાઢવાનું છે. તને વેઢમી બનાવતાં નથી આવડતી, આ નથી આવડતું, તે નથી આવડતું, એમ કહ્યા કરવાનું નથી. પણ તેને શું આવડે છે, તેની ખોજ કરો.
પરમ પૂજ્ય દાદા ભગવાનએક જણ સેવા કરે છે તે પ્રકૃતિ સ્વભાવ છે અને એક જણ કુસેવા કરે છે તેય પ્રકૃતિ સ્વભાવ છે. તેમાં કોઈનો ‘પોતાનો’ પુરુષાર્થ નથી. પણ મનથી એમ માને છે કે ‘હું કરું છું’ એ ભ્રાંતિ છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનદરેક જીવમાત્રની પ્રકૃતિ એના સહજ સ્વભાવમાં જ છે. આ મનુષ્યોની પ્રકૃતિ એકલી વિકૃત થઈ ગઈ છે. એને લીધે આત્મામાં ફોટો વિકૃતતાનો પડે છે. એટલે આત્મા વિકૃત થઈ જાય છે (પ્રતિષ્ઠિત આત્મા).
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events